પાકિસ્તાન સાથે ચાલતા સરહદીય તણાવ અને સંઘર્ષ વચ્ચે ચંડીગઢમાં રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રત્યે સન્માનનાં દ્રશ્યો જોવા મળ્યાં છે. અહીં સિવિલ ડિફેન્સ માટે સ્વયંસેવકોની જરૂર હોવાનું એક જ એલાન કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા, જેમાંથી મોટાભાગના યુવક-યુવતીઓ છે.
ચંડીગઢમાં મદદ માટે સ્થાનિક સ્વયંસેવકોની જરૂર હોવાનું એક એલાન કરવામાં આવ્યું હતું. જેમ-જેમ વાત પ્રસરતી ગઈ તેમ-તેમ લોકો એકઠા થવા માંડ્યા અને ફોર્મ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ આવવા માંડ્યા.
ન્યૂઝ એજન્સી ANIએ શૅર કરેલાં દૃશ્યોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા જોવા મળે છે.
#WATCH | Huge lines seen in Chandigarh when local announcements were made for volunteers to aid in the assistance. pic.twitter.com/Q7YXWRg50J
— ANI (@ANI) May 10, 2025
એજન્સીના રિપોર્ટરોએ ત્યાં અમુક યુવક-યુવતીઓ સાથે વાત પણ કરી.
ત્યાં આવેલા કરણ ચોપરા નામના એક યુવકે કહ્યું, “અમને સિવિલ ડિફેન્સ માટે કહેવામાં આવ્યું હતું, જેથી અહીં આવ્યા છીએ. અમે ફોર્મ ભરીને આપી દીધું છે. તેઓ જે કંઈ પણ કહે તે કરવા માટે અમે તૈયાર છીએ. અમને બંદૂક પકડાવી દો. અમે તૈયાર છીએ. અમે દેશ માટે જીવ આપી દેવા માટે પણ તૈયાર છીએ.” ત્યારબાદ યુવાનો ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા જોવા મળે છે.
#WATCH | Chandigarh | A local, Karan Chopra says, "I am ready to give my life for India. We have filed the form; we are ready to do whatever is expected from us…" https://t.co/R2UFYsSnlS pic.twitter.com/F56HiPBqRS
— ANI (@ANI) May 10, 2025
અન્ય એક યુવક પરમબીર સિંઘે કહ્યું, “અમે અહીં દેશની સેવા કરવા માટે આવ્યા છીએ. અમને ફોર્મ મળ્યું છે એ ભરીને આપી દીધું છે. અમને જે કહેવામાં આવે એ કરીશું.”
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ચંડીગઢ લાઇન ઑફ કન્ટ્રોલથી માંડ ચાળીસેક કિલોમીટર દૂર છે, જ્યાં પાકિસ્તાની સેના સતત ગોળીબાર કરી રહી છે અને ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી સતત ડ્રોન અને મિસાઈલ પણ મોકલવામાં આવી રહ્યાં છે, જેના કારણે સરહદીય ગામડાં અને શહેરોમાં સ્થિતિ તણાવભરી છે.
ચંડીગઢ પણ આ જ શહેરો પૈકીનું એક છે, પરંતુ તેમ છતાં જ્યારે મદદનું આહ્વાન થયું તો યુવાનો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પહોંચી ગયા. આ દર્શાવે છે કે આ પરિસ્થિતિમાં રાષ્ટ્ર એક થઈને, મજબૂતી સાથે તેની સેના સાથે તેની પડખે ઊભું છે અને જરૂર પડે ત્યારે ક્યાંય પાછળ હટશે નહીં. સોશિયલ મીડિયામાં આ વિડીયોની ચર્ચા ચાલી રહી છે.