પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારના મંત્રી અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમ વિવાદિત નિવેદનો આપવા પંકાયેલા છે. TMC મંત્રી ફિરહાદ હકીમે આપેલું તાજેતરનું પણ વિવાદનું કારણ બન્યું છે. તેમણે એક જાહેર કાર્યક્રમમાં સંબોધન આપતાં કહ્યું કે, “જો અલ્લાહે ઈચ્છ્યું તો એક દિવસ મુસ્લિમો બહુમતીમાં થઇ જશે.” તેમના આ નિવેદનને લઈને હવે ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે.
ફિરહાદ હકીમ પશ્ચિમ બંગાળની TMC સરકારમાં નગર નિગમ અને શહેરી વિકાસ મંત્રી છે. તાજેતરમાં જ તેમણે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે આપેલા ભાષણમાં કહ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં આપણે (મુસ્લિમો) 33% છીએ અને આખા દેશમાં માત્ર 17%. આપણે સંખ્યાબળના હિસાબે લઘુમતી હોઈ શકીએ છીએ, પરંતુ અલ્લાહની રહેમતથી આપણે સક્ષમ છીએ.”
તેમણે આગળ જણાવ્યું કે, “આપણે એટલા સશક્ત થઇ શકીએ છીએ કે આપણે ન્યાય માટે મીણબત્તીઓ નહીં સળગાવવી પડે, ન્યાય આપોઆપ આપણને મળી જશે. આપણને ‘માઇનોરિટી’ કહેવામાં આવે છે. પરંતુ આપણે પોતાના વિશે એવું નથી વિચારતા. જો અલ્લાહની રહેમત અને તાલીમ આપણી સાથે હશે, તો એક દિવસ આપણે મેજોરિટીથી પણ મેજોરિટી થઇ જઈશું.”
He is Firhad Hakim, Mayor of Kolkata and Minister in Mamata Banerjee Govt.
— Facts (@BefittingFacts) December 14, 2024
This video is specially for so called secular Hindus: Listen to your favourite minister. pic.twitter.com/7aFBnHaESK
મીણબત્તીથી ન્યાય નહીં મળે: હકીમ
ફિરહાદ હકીમે આગળ કહ્યું કે, “આપણી કોમ મીણબત્તી લઈને ‘વી વૉન્ટ જસ્ટિસ’ કરતી જુલૂસ કાઢે છે. પણ હું કહું છું કે મીણબત્તી હાથમાં લઈને જસ્ટિસ માંગવાથી ન્યાય નહીં મળે. પોતાનો રૂતબો અને પોતાની હેસિયત એવી બનાવો કે જ્યાં તમે પોતે ન્યાય તોળી શકો. કલકત્તા હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં માત્ર 2-4 જસ્ટિસ અલ્પસંખ્યક સમુદાયના છે, એવું કેમ? આપણને ન્યાય આપવા સક્ષમ કે સશક્ત નથી બનાવવામાં આવ્યા? અલ્લાહના રહેમથી અને સખત મહેનતથી આ તફાવત ફેરવી શકાશે અને આપણે એ લેવલ સુધી પહોંચી શકીશું જ્યાં આપણે ન્યાય કરવા સક્ષમ હોઈએ.”
ભાજપ આકરા પાણીએ, બંગાળના નાગરિકો માટે ગણાવ્યો ખતરો
ફિરહાદ હકીમની આ પ્રકારની વાતો સાંભળીને ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ભાજપનું કહેવું છે કે મમતા બેનર્જીના મંત્રી કાયદો પોતાના હાથમાં લેવાની વાત કરી રહ્યા છે. ભાજપનું કહેવું તેવું પણ છે કે હકીમ સંભવતઃ શરિયા તરફ ઈશારો કરી રહ્યા છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ હકીમના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “હકીમ સલાહ આપી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં અને ભરતમાં મુસ્લિમો બહુસંખ્યક થઈ જશે. કોલકાતાના એક મોટા ભાગ પર રોહિંગ્યા સહિતના ઘૂસણખોરોનો દબદબો છે. લાગે છે કે તેઓ જૂથબળ વધારવા વધારે લોકોને ઘૂસાડશે. બંગાળના નાગરિકોને પોતાના જ રાજ્યમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓનો સામનો કરવો પડી શકે છે.”
Kolkata’s Mayor, Firhad Hakim, previously revealed his true intentions by describing non-Muslims as “unfortunate” and endorsing Dawat-e-Islam’s efforts to convert Hindus to Islam. He has now claimed that West Bengal, along with the rest of India, will soon have a Muslim majority.… pic.twitter.com/fjneA8ECIX
— Amit Malviya (@amitmalviya) December 14, 2024
બીજી તરફ પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુકાંતા મજમુદાર પણ ફિરહાદ હકીમ સામે આકરા પાણીએ જોવા મળ્યા. તેમણે કહ્યું કે, “કોલકાતાના મેયર, તૃણમુલ કોંગ્રેસના ફિરહાદ હકીમનું શુદ્ધ ઝેર ખુલ્લેઆમ સાંપ્રદાયિક નફરત ભડકાવી રહ્યું છે અને એક ખતરનાક એજન્ડાને આગળ વધારી રહ્યું છે. આ માત્ર નફરત ફેલાય તેવું ભાષણ નથી, આ ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઉત્પન્ન કરવાની તૈયારી છે. આના પર INDI એલાયન્સ ચૂપ કેમ છે? હું તેમને ખુલીને પોતાના વિચારો પ્રકટ કરવા પડકાર ફેંકુ છું.”
આ પહેલાં પણ આપી ચૂક્યા છે વિવાદિત નિવેદન
જોકે આ કોઈ પહેલીવાર નથી કે ફિરહાદ હકીમ દ્વારા કોઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોય. આ પહેલાં તેમણે ગત જુલાઈ મહિનામાં મુસ્લિમ સિવાયના લોકોને અભાગિયા કહ્યા હતા. તેમણે આ નિવેદન કુરાનને લઈને યોજવામાં આવેલી એક પ્રતિયોગિતામાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, “તે લોકો અભાગિયા છે, કે જેઓ મુસ્લિમ પેદા નથી થયા. આપણે તેમને ઇસ્લામના દાયરામાં લાવવા પડશે. આપણા આમ કરવાથી અલ્લાહ ખુશ થશે. મારો અનુરોધ છે કે એવા કાર્યક્રમો કરવામાં આવે જેનાથી બિનમુસ્લિમોમાં પણ ઇસ્લામનો ફેલાવો થાય.”
તેના આ નિવેદન બાદ પરિસ્થિતિ વણસતાં અને લોકોએ આકરી પ્રતિક્રિયા આપતાં અંતે તેમણે માફી માંગવી પડી હતી. જોકે તે સિવાય પણ TMC નેતા પર અનેકવાર વિવાદિત શબ્દપ્રયોગો કરવાના આરોપો લાગી ચૂક્યા છે. તેઓ કોલકાતાના એક વિસ્તારને ‘મીની પાકિસ્તાન’ કહી ચૂક્યા છે. તાજેતરમાં સંદેશખાલીના ઘટનાક્રમ પર પણ ભાજપ સામે સવાલો ઉભા કરવા તેમણે એક યુવતીના લગ્નની ઓથ લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.