Saturday, December 7, 2024
More
    હોમપેજદેશવારાણસીની 115 વર્ષ જૂની કોલેજ, 500 એકરમાં ફેલાયેલી…વક્ફ બોર્ડે માંડી દીધો દાવો:...

    વારાણસીની 115 વર્ષ જૂની કોલેજ, 500 એકરમાં ફેલાયેલી…વક્ફ બોર્ડે માંડી દીધો દાવો: પરિસરમાં ગેરકાયદેસર મસ્જિદ પણ

    વક્ફ બોર્ડે કોલેજ પરિસરમાં આવેલી એક ગેરકાયદેસર મસ્જિદના આધારે કોલેજની જમીન વક્ફ સંપત્તિ હોવાનો દાવો કરી દીધો હતો. મામલો વર્ષ 2018માં પહેલી વખત સામે આવ્યો હતો.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે વક્ફ સંશોધન બિલ રજૂ કર્યા બાદ અને તેની ઉપર સંયુક્ત સંસદીય સમિતિની રચના થયા બાદ દેશમાં વક્ફ બોર્ડ અને તેની અમાપ શક્તિઓની ચર્ચા ચાલતી રહે છે ત્યાં વારાણસીનો એક કિસ્સો હાલ ચર્ચામાં છે. અહીં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે (UP Waqf Board) એક 115 વર્ષ જૂની કોલેજ પર દાવો ઠોકી દીધો છે. વારાણસીની આ ઉદય પ્રતાપ કોલેજ (Udai Pratap College) લગભગ 500 એકર જમીનમાં ફેલાયેલી છે. વક્ફ બોર્ડે કોલેજ પરિસરમાં આવેલી એક ગેરકાયદેસર મસ્જિદના આધારે કોલેજની જમીન વક્ફ સંપત્તિ હોવાનો દાવો કરી દીધો હતો. મામલો વર્ષ 2018માં પહેલી વખત સામે આવ્યો હતો.

    વર્ષ 2018માં ભોજુબીરના રહેવાસી વસીમ અહેમદ નામના વ્યક્તિએ લખનૌ સ્થિત યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ સમક્ષ એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કોલેજ પરિસરમાં આવેલ મસ્જિદનો હવાલો આપીને કોલેજની સંપત્તિને વક્ફની સંપત્તિ જાહેર કરવા માટેની માંગ કરવામાં આવી હતી. પછીથી આ અરજીના આધારે સુન્ની વક્ફ બોર્ડે 6 ડિસેમ્બર, 2018ના રોજ કોલેજ પ્રશાસનને સંપત્તિ પર દાવો કરતી નોટિસ મોકલી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોલેજ પ્રશાસન 15 દિવસમાં જવાબ નહીં આપે તો નિયત સમયગાળા પછી તેમની કોઈ દલીલ સાંભળવામાં આવશે નહીં. 

    પછીથી 21 ડિસેમ્બર, 2018ના રોજ આ નોટિસનો જવાબ આપવામાં આવ્યો. જવાબમાં ઉદય પ્રતાપ એજ્યુકેશન કમિટીના તત્કાલીન સચિવ યુએન સિંહાએ કહ્યું હતું કે, જે-તે મસ્જિદ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે અને તેના કોઈ દસ્તાવેજો પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત, ઉદયપ્રતાપ કોલેજની સ્થાપના વર્ષ 1909માં થઈ હતી. કોલેજની જમીન એન્ડોમેન્ટ ટ્રસ્ટની છે અને ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ હેઠળ ટ્રસ્ટની જમીન પર માલિકીના અધિકારો આપોઆપ જ નાબૂદ થઇ જાય છે, તેથી આ જમીનને વેચી કે ખરીદી શકાતી નથી. કોલેજનું કહેવું છે કે આ જવાબ બાદ વક્ફ બોર્ડની કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.

    - Advertisement -

    થોડા સમય પહેલાં કોલેજ પરિસરમાં બળજબરીપૂર્વક મસ્જિદનું નિર્માણ કરવાનો પણ મામલો સામે આવ્યો હતો. જોકે, કોલેજ પ્રશાસનને જાણકારી મળતાં તેમણે પોલીસને આ બાબતની જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર પહોંચીને બાંધકામ અટકાવ્યું હતું. ત્યારબાદ સામે આવ્યું હતું કે મસ્જિદ કોલેજની વીજલાઇનનો ઉપયોગ કરી રહી હતી, જેનો ખર્ચ પ્રશાસન ભોગવતું હતું. ત્યારબાદ કોલેજે કનેક્શન કાપી નાખ્યું હતું. મસ્જિદમાં સ્થાનિકો નમાજ પઢવા માટે પણ આવતા હોવાનું જાણવા મળ્યું છે.

    115 વર્ષ પહેલાં સ્થાપાયેલી છે કોલેજ

    ઉદય પ્રતાપ કોલેજની સ્થાપના લગભગ 115 વર્ષ પહેલાં 1909માં ભીંગા (બહરાઇચ, ઉત્તર પ્રદેશ)ના રાજા ઉદય પ્રતાપ સિંઘ જુદેવ દ્વારા કરવામાં આવી હતી. તેઓ 1886ના યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય હતા. તેમણે 25 નવેમ્બર, 1909ના રોજ વારાણસીમાં ‘હેવેટ ક્ષત્રિય હાઈસ્કૂલ‘ની સ્થાપના કરી, જે પાછળથી ઉદય પ્રતાપ સિંઘ કોલેજ તરીકે વિકસી. તેમણે 1909માં જ ‘ઉદય પ્રતાપ કૉલેજ અને હેવેટ ક્ષત્રિય સ્કૂલ એન્ડોમેન્ટ ટ્રસ્ટ’ની રચના કરી હતી, જે અંતર્ગત આ કૉલેજ ચલાવવામાં આવે છે.

    આ કોલેજ લગભગ 500 એકરમાં ફેલાયેલી છે. તેના દ્વારા રાજ્યમાં ડિગ્રી કોલેજ, ઇન્ટર કોલેજ, રાની મુરાર ગર્લ્સ સ્કૂલ, રાજર્ષિ શિશુ વિહાર, રાજર્ષિ પબ્લિક સ્કૂલ ચલાવવામાં આવે છે. આ તમામમાં લગભગ 20,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નોંધનીય છે કે અહેવાલો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કોલેજમાં મસ્જિદ અને મજારનું નિર્માણ સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં