Monday, September 16, 2024
More
    હોમપેજગુજરાતરૂબીના સાથે નિકાહ કરવા અભિષેક બન્યો હતો અરહાન, અંતે મળ્યું મોત: ત્રાસીને...

    રૂબીના સાથે નિકાહ કરવા અભિષેક બન્યો હતો અરહાન, અંતે મળ્યું મોત: ત્રાસીને ખાધો ફાંસો, માતા-પિતાની માંગ પર હિંદુ વિધિથી થયા અંતિમ સંસ્કાર

    એક તરફ અભિષેક ઝઘડાથી કંટાળીને પોતાનું જીવન પૂરું કરવા પ્રયત્ન કરી રહ્યો હતો, તો બીજી તરફ રૂબીના તેને છોડીને બાળકને લઈને પોતાના અમ્મી-અબ્બુના ઘરે ચાલી ગઈ. ઘણી સમજાવવા છતાં તે પરત નહોતી આવી રહી. અને અંતે એ જ થયું જેનો પરિવારને ડર હતો.

    - Advertisement -

    રાજ્યમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં (Vadodara) મુસ્લિમ યુવતી સાથે નિકાહ કરવા ધર્મપરિવર્તન કરનાર હિંદુ યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતકનું નામ અરહાન હોવાનું સામે આવ્યું છે. પહેલા તે હિંદુ હતો અને અભિષેક મોચી તેની અસલ ઓળખ હતી. લગભગ બે વર્ષ પહેલા તેને એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થયો અને નિકાહ કરવા માટે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની ગયો હતો.

    પ્રાથમિક માહિતી અનુસાર ઘટના સયાજીગંજ (Sayajigunj) વિસ્તારમાં આવેલા કલ્યાણ નગરની છે. અહીં વુડાના (VUDA) મકાનમાં રહેતા 23 વર્ષીય અભિષેક ઉર્ફે અરહાન નામના યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. યુવકને પરિવારમાં રૂબીના નામની પત્ની અને એક આઠ મહિનાનું બાળક છે. તેણે લગભગ 2 વર્ષ પહેલા રૂબીના સાથે નિકાહ કર્યા હતા અને બાદમાં તે ઇસ્લામ કબૂલ કરી (Conversion to Muslim) માબાપથી અલગ થઈને વુડાના મકાનમાં રહેવા આવી ગયો હતો. તે સેલ્સમેન તરીને નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

    બાળકને રમાડવાને લઈને રૂબીનાના ઝઘડા

    નિકાહ બાદ બંનેને એક બાળક થયું, જેની ઉમર હાલ 8 મહિનાની છે. દરમિયાન અભિષેક/અરહાનના માતાપિતાને પણ પૌત્ર પ્રત્યે વ્હાલ ઉભરાતું અને તેઓ અવારનવાર બાળકને રમાડવા આવી જતા. બાળકને રમાડવાને લઈને રૂબીના અને અરહાનની માતા વચ્ચે ઝઘડા થવા લાગ્યા. કહેવામાં આવી રહ્યું છે કે રૂબીનાને નહોતું ગમતું કે અરહાનના મા-બાપ તેના બાળક સાથે કોઈ સંબંધ રાખે. ઝઘડા એટલા વધી ગયા કે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ.

    - Advertisement -

    જોકે પોલીસે રૂબીના અને પરિવારને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને સમાધાન થયું હતું, પરંતુ આ સમાધાન નિષ્ફળ નીવડ્યું. ત્યાર બાદ પણ રૂબીના બાળકને લઈને અભિષેક ઉર્ફે અરહાનની માતા સાથે ઝઘડો કરતી રહેતી. આ કંકાસથી તે એટલો ગળે આવી ગયો અને એટલો કંટાળ્યો હતો કે, તેણે પહેલા પણ એક-બે વાર આપઘાત (Suicide) કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ કોઈ કારણોસર તેનો આબાદ બચાવ થયો.

    કંકાસથી કંટાળી અભિષેકે પોતાની જાતને ખતમ કરી દેવાનો નિર્ણય લીધો

    એક તરફ અભિષેક ઝઘડાથી કંટાળીને પોતાનું જીવન પૂરું કરવા પ્રયત્ન કરી રહ્યો હતો, તો બીજી તરફ રૂબીના તેને છોડીને બાળકને લઈને પોતાના અમ્મી-અબ્બુના ઘરે ચાલી ગઈ. ઘણી સમજાવવા છતાં તે પરત નહોતી આવી રહી. તાજેતરમાં જ રૂબીનાએ તેને ફોન કરતા તે ફોન નહતો ઉપાડી રહ્યો. આથી તેણે તેના મિત્રને ફોન કરીને ઘરે તપાસ કરવા જણાવ્યું. તેના મિત્રએ ઘરે જઈને જોતા મકાન અંદરથી બંધ હતું, આથી તેને શંકા જતા પરિવારને જાણ કરી હતી. પરિવારે આવીને નાના બાળકને ઘરમાં ઉતારી મકાન ખોલતાં જ તમામના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ઘરમાં અભિષેકની લાશ લટકી રહી હતી.

    હિંદુ વિધિ-વિધાનથી કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

    આત્મહત્યાની જાણ થતા જ સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. લાશનું પંચનામું કરીને પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ત્યાર બાદ અભિષેકના પરિવારે તેના અંતિમ સંસ્કાર હિંદુ વિધિ-વિધાનથી કરવાની ઈચ્છા જાહેર કરી હતી. પરંતુ તેણે ઇસ્લામ કબુલી લીધો હોવાથી રૂબીનાની પરવાનગી લેવામાં આવી. કોઈક રીતે તે માની જતા પોલીસે પરિવારને લાશનો કબજો સોંપી દીધો હતો અને હિંદુ વિધિ-વિધાન અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

    ધર્મપરિવર્તન કરેલા હિંદુ યુવકે આત્મહત્યા કરવાના મામલે વડોદરાની સયાજીગંજ પોલીસ તપાસ કરી રહી છે. વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા અને આ મામલે તપાસ કરી રહેલા દિલીપ પાટીલનો સંપર્ક કર્યો હતો. પાટીલે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે હાલ આ મામલે તમામના નિવેદનો લેવાઈ ગયા છે. આત્મહત્યા પાછળનું પ્રાથમિક કારણ ઘરકંકાસ જ છે. મૃતક યુવકની પત્ની તેને છોડીને ચાલી જતા આ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. આગળની તપાસ ચાલી રહી છે. બીજી તરફ ટીમ ઑપઇન્ડિયાએ અભિષેકના પરિવારનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો પણ ત્યાં પણ સમ્પર્ક ન સ્થાપી શકાયો. વધુ માહિતી મળ્યે આ લેખને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં