Monday, March 30, 2026
More
    હોમપેજક્રાઈમયુપીના ઉન્નાવમાં ‘આઈ લવ મુહમ્મદ’ના જુલુસમાં ઇસ્લામી કટ્ટરપંથીઓનો હોબાળો: પથ્થરમારો થયો, લાગ્યા...

    યુપીના ઉન્નાવમાં ‘આઈ લવ મુહમ્મદ’ના જુલુસમાં ઇસ્લામી કટ્ટરપંથીઓનો હોબાળો: પથ્થરમારો થયો, લાગ્યા ‘સર તન સે જુદા’ના નારા, પોલીસ પર પણ હુમલો

    ઉન્નાવમાં 100 વધુના મુસ્લિમ ટોળાંએ કોઈપણ પરવાનગી વગર 'I Love Muhammd'ના બેનર હેઠળ જુલૂસ કાઢ્યું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન જુલૂસમાં 'સર તન સે જુદા'ના નારા પણ લગાવવામાં આવી રહ્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કાનપુરથી ‘I Love Muhammad’ના બેનરને લઈને શરૂ થયેલો વિવાદ હવે આખા દેશમાં હિંસાનું કારણ બની રહ્યો છે. ગોધરામાં પણ આ જ વિવાદના કારણે મુસ્લિમ ટોળાંએ પોલીસ સ્ટેશન પર હુમલો કરીને પથ્થરો વરસાવ્યા હતા અને તોડફોડ કરીને જરૂરી દસ્તાવેજો સળગાવી દીધા હતા. હવે આવી જ ઘટના યુપીના (Uttar Pradesh) ઉન્નાવમાં (Unnao) બનવા પામી છે. અહીં ઇસ્લામી ટોળાંએ (Muslim Mob) પોલીસ પર હુમલો કરીને ભડકાઉ નારાબાજી કરી હતી.

    રવિવારે (21 સપ્ટેમ્બર) યુપીના ઉન્નાવમાં 100 વધુના મુસ્લિમ સમુદાયના એક ટોળાએ કોઈપણ પરવાનગી વગર ‘I Love Muhammd’ના બેનર હેઠળ જુલૂસ કાઢ્યું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ જોવા મળ્યાં હતાં. આ દરમિયાન જુલૂસમાં ‘સર તન સે જુદા’ના નારા પણ લગાવવામાં આવી રહ્યા હતા. ગેરકાયદે રેલી અને ભડકાઉ નારા લગાવવાને લઈને સમજાવવા જતાં આ ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો.

    પોલીસ ઇન્સ્પેકટરની વર્દી ફાડી

    ટોળાએ પોલીસ પર હુમલો કરીને પથ્થરમારો કર્યો અને ધક્કામુક્કી કરી હોવાનો આરોપ છે. ગંગાઘાટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર અજય કુમાર સિંઘની વર્દી પણ ફાડી નાખવામાં આવી હતી અને યુનિફોર્મ પર લાગેલા સ્ટાર પર ખેંચી કાઢવામાં આવ્યા હતા. પોલીસે સમજાવવાના પ્રયાસો કર્યા તો કટ્ટરપંથી ટોળું વધુ ઉગ્ર બની ગયું અને હુમલા કરવા લાગ્યું હતું.

    - Advertisement -

    સ્થતિ વણસતી જોઈને પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, જેના કારણે ઘટનસ્થળ પર નાસભાગ થવા પામી હતી. સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ PAC જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા હતા અને ઘણા પોલીસ સ્ટેશનોના જવાનો પણ ખડકી દેવાયા હતા. પોલીસે આ ઘટનાને લઈને 6 આરોપીઓની અટકાયત કરી હતી, જે બાદ આરોપીઓના પરિવારજનોએ પણ હોબાળો શરૂ કરી દીધો હાતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

    પોલીસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે જુલૂસ કાઢ્યા પહેલાં સોશિયલ મીડિયા પર ‘I Love Muhammad’ સાથે જોડાયેલી કેટલીક ભડકાઉ પોસ્ટ્સ પણ કરવામાં આવી હતી. પોલીસ સાયબર સેલ વિભાગ હાલ આ પોસ્ટ્સની તપાસ કરી રહ્યો છે. બીજી તરફ પોલીસે હોબાળો કરનારાઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ તપાસવાનું કામ શરૂ કરી દીધું છે.

    FIR દાખલ

    ઉન્નાવ પોલીસે આ ઘટનાને લઈને 8 વિરુદ્ધ નામજોગ અને 38ના ટોળાં વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં આફાક અહમદ, વહાજ અહમદ, અનીશ, છોટે, સોનુ, અલ્મતશ, બદરૂદ્દીન અને મહતાબ આલમના પુત્રનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 191(2), 191(3), 352, 351(3), 132, 125, 126(2), 221, 109 અને આપરાધિક કાનૂન સંશોધન અધિનિયમ 1932ની કલમ 7 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

    પોલીસનું કહેવું છે કે, વિસ્તારમાં કલમ 163 લાગુ કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગી ગયો હતો. ઉપદ્રવીઓના પથ્થરમારાથી ઘણી દુકાનો અને મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. આ મામલે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં