Monday, March 17, 2025
More
    હોમપેજક્રાઈમશાકભાજી પર થૂંકી-થૂંકીને વેપાર કરી રહ્યો હતો મહોમ્મદ શમીમ: વિડીયો વાયરલ થતાં...

    શાકભાજી પર થૂંકી-થૂંકીને વેપાર કરી રહ્યો હતો મહોમ્મદ શમીમ: વિડીયો વાયરલ થતાં જ પોલીસે જેલમાં ધકેલ્યો, ઉત્તર પ્રદેશના બુલંદશહરની ઘટના

    ઘટના ઉત્તર પ્રદેશના બુલંદશહરના અનૂપશહર પોલીસ સ્ટેશનની હદમાં આવતી એક શાકમાર્કેટનો છે. અહીં આધેડ વયનો મહોમ્મદ શમીમ વર્ષોથી શાકભાજી વેચવાનું કામ કરે છે. વિસ્તારના લોકો આ માર્કેટમાં જ શાકભાજી લેવા આવે છે. શાકભાજી લેવા આવનાર લોકોમાં હિંદુઓ સહિત તમામ કોમના લોકો હોય છે.

    - Advertisement -

    ભૂતકાળમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં હોટલમાં કામ કરતા કે કેટરિંગમાં નોકરી કરતા મુસ્લિમ માણસો ખાદ્ય સામગ્રી પર થૂંકતા હોય (Spitting on food). આવા ઘણા વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બુલંદશહરનો (Bulandshahar) મહોમ્મદ શમી થૂંકી-થૂંકીને શાકભાજી વેચતો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે વિડીયો વાયરલ થતા પોલીસે આરોપી વિરદ્ધ કાર્યવાહી કરીને તેને જેલભેગો કરી દીધો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના બુલંદશહરના અનૂપશહર પોલીસ સ્ટેશનની હદમાં આવતી એક શાકમાર્કેટનો છે. અહીં આધેડ વયનો મહોમ્મદ શમીમ વર્ષોથી શાકભાજી વેચવાનું કામ કરે છે. વિસ્તારના લોકો આ માર્કેટમાં જ શાકભાજી લેવા આવે છે. શાકભાજી લેવા આવનાર લોકોમાં હિંદુઓ સહિત તમામ કોમના લોકો હોય છે. તેવામાં આરોપી શમીમનો શાકભાજી પર થૂંકતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.

    વિડીયોની વાત કરીએ તો આ વિડીયો મહોમ્મદ શમીમની શાકની રેકડી નજીક ઉભા રહીને કોઈએ ઉતારી લીધો હોય તેવું નજરે પડી રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મહોમ્મદ શમીમ આસપાસ ડાફોળિયાં મારીને કોઈ જોઈ રહ્યું છે કે કેમ તે સુનિશ્ચિત કરે છે. ત્યાર બાદ તે કશું બબડીને તેની રેકડીમાં ગોઠવેલી શાકભાજી પર થૂંકે છે. આ પ્રક્રિયા તે વારંવાર કરતો વિડીયોમાં નજરે પડે છે. તેની આ આખી હરકત નજીકમાં ઉભેલા કોઈ વ્યક્તિએ ફોનમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં મૂકી દેતા વિડીયો વાયરલ થઈ ગયો હતો.

    - Advertisement -

    પોલીસે વિડીયો પર સજ્ઞાન લઇ આરોપીને જેલમાં ધકેલ્યો

    જેવો વિડીયો વાયરલ થયો કે સ્થાનિક લોકોના ગુસ્સાનો પારો આસમાને પહોંચી ગયો. લોકોની અકળામણ પામી જતા પોલીસે તરત જ કાર્યવાહી કરીને મહોમ્મદ શમીમની ધરપકડ કરી લીધી. આ મામલે બુલંદશહરના DSP ગિરજા શંકર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મહોમ્મદ શમીમનો વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને તેની ધરપકડ કરીને તેને જેલભેગો કરી દીધો હતો. આરોપી નઈ બસ્તીનો રહેવાસી હોવાનું પણ ત્રિપાઠીએ જણવ્યું હતું.

    બીજી તરફ આ મામલે SSP શ્લોક કુમારે જણાવ્યું હતું કે બુલંદશહરનો મહોમ્મદ શમી થૂંકી-થૂંકીને શાકભાજી વેચતો હોવાનો વિડીયો સામે આવ્યા બાદ તેના વિરુદ્ધ ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ તે હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આખા કેસની તપાસ કરવામાં આવી રહી છે. નોંધની છે કે કેટલાક સ્થાનિક લોકોનો દાવો છે કે આરોપી મહોમ્મદ શમીમ આ પહેલા પણ આવી હરકતો કરી ચૂક્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં