Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબમાં ઘૂસેલા 2 પાકિસ્તાનીઓ ઝડપાયા, અગાઉ એક યુવતી નેપાળ થઈને બિહારમાં પ્રવેશતી...

    પંજાબમાં ઘૂસેલા 2 પાકિસ્તાનીઓ ઝડપાયા, અગાઉ એક યુવતી નેપાળ થઈને બિહારમાં પ્રવેશતી ઝડપાઈ હતી

    બંને પાકિસ્તાની નાગરિકોની ઓળખ પાકિસ્તાનના નારોવાલ જિલ્લાના ભોલા ભાજવા ગામના રહેવાસી તરીકે થઈ છે . આમાંથી એક નામ કિશન મસીહ છે અને તેની ઉંમર 26 વર્ષ છે અને બીજા વ્યક્તિની ઓળખ 18 વર્ષીય રબીઝ મસીહ તરીકે થઈ છે.

    - Advertisement -

    પંજાબમાં ઘૂસેલા 2 પાકિસ્તાનીઓ ઝડપાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, તાજેતરમાં જ એક પાકિસ્તાની મહિલા સહિત ત્રણ શકમંદો નેપાળ થઈને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બિહારમાં ઝડપાઈ ગયા હતા. હવે પંજાબના ગુરદાસપુરમાં ભારતીય સરહદમાં નાસતા ફરતા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પંજાબમાં ઘૂસેલા 2 પાકિસ્તાનીઓ ઝડપાયા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

    આ ઘટના પંજાબના ગુરદાસપુર સેક્ટર હેઠળ બીઓપી દબનની છે. BSF કિસાન ગાર્ડના જવાનો કાંટાળા તાર પાસે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેની નજર બે લોકો પર પડી, જેઓ ભારતીય સરહદમાં ફરી રહ્યા હતા. જ્યારે BSF જવાનોએ તેમને અવાજ આપ્યો તો તેમણે સંતાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તે બન્ને પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    બીએસએફે બંને શંકાશ્પદોની ધરપકડ કર્યા બાદ તેમની ઝડતી લીધી હતી. તેમની પાસેથી બે પાકિસ્તાની મોબાઈલ, 500 પાકિસ્તાની રૂપિયા અને બે ઓળખ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી તમાકુનું પેકેટ પણ મળી આવ્યું છે. આ બંને ભારતીય સરહદના 10 મીટર અંદર ફરતા હતા.

    - Advertisement -

    બંને પાકિસ્તાની નાગરિકોની ઓળખ પાકિસ્તાનના નારોવાલ જિલ્લાના ભોલા ભાજવા ગામના રહેવાસી તરીકે થઈ છે . આમાંથી એક નામ કિશન મસીહ છે અને તેની ઉંમર 26 વર્ષ છે અને બીજા વ્યક્તિની ઓળખ 18 વર્ષીય રબીઝ મસીહ તરીકે થઈ છે.

    બિહારમાં પાકિસ્તાની યુવતી ઝડપાઈ હતી

    આ પહેલા નેપાળના રસ્તે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ શકમંદોને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (SSB) દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. તેમાંથી એક પાકિસ્તાની યુવતી છે. તેઓ બિહારના સીતામઢી જિલ્લાના ભીથામોડમાં એસએસબી ચેકપોસ્ટ નજીકથી પકડાયા હતા.

    24 વર્ષની પાકિસ્તાની યુવતી સાથે જે બે લોકો ઝડપાયા છે, તેમાંથી એક નેપાળનો નાગરિક છે. બીજો યુવક ભારતીય મુસ્લિમ હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલ યુવતી પાસેથી કોલેજ આઈડી કાર્ડ, આધાર કાર્ડ, એટીએમ કાર્ડ, નેપાળી અને પાકિસ્તાની મોબાઈલ સિમ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજો અનુસાર યુવતીનું નામ ખાદીજા નૂર છે.

    રિપોર્ટ અનુસાર, યુવતી પાકિસ્તાનના ફૈસલાબાદની રહેવાસી છે. પાકિસ્તાની યુવતી અને શકમંદો ઝડપાયા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઘૂસણખોરીનો આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. યુવતી પાસેથી નેપાળ સ્થિત ઈસ્લામાબાદ એમ્બેસી દ્વારા જારી કરાયેલા પાકિસ્તાની પાસપોર્ટ અને ટુરિસ્ટ વિઝા મળી આવ્યા છે.

    કહેવામાં આવી રહ્યું છે કે તેના વિઝા પર પરત ફરવાની તારીખ 4 સપ્ટેમ્બર 2022 છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું તે સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ના અવસર પર કોઈ ષડયંત્રને અંજામ આપવા અથવા કોઈ સ્થળની રેકી કરવા માટે ભારત આવી રહી હતી કે કેમ. રિપોર્ટ અનુસાર યુવતી દુબઈ થઈને નેપાળ આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં