Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધર્મ બદલીને નિકાહ કરી લો નહીં તો….’: હિંદુ સગીરાઓને અપાઈ ધમકી, ધર્મ...

    ‘ધર્મ બદલીને નિકાહ કરી લો નહીં તો….’: હિંદુ સગીરાઓને અપાઈ ધમકી, ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું: વાહિદ અને અમાનની શોધખોળ શરૂ

    હિંદુ તરૂણીઓએ ઇનકાર કર્યો તો તેમણે ‘હિંદુ સમાજમાં તમારી કોઈ કિંમત નથી અને અમારી સાથે નિકાહ કરીને ધર્માંતરણ કરીને મુસ્લિમ બની જાઓ’ કહીને ધમકી આપી હતી. 

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ઇન્દોરમાં બે હિંદુ સગીરાઓને ધમકાવવાનો અને નિકાહ કરીને ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. ધમકી આપવા મામલે બે મુસ્લિમ યુવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેમની શોધખોળ ચાલી રહી છે. 

    દૈનિક જાગરણના રિપોર્ટ અનુસાર, ઈંદોરના સમિપસ્થુ મહુમાં બે મુસ્લિમ યુવકોએ હિંદુ સગીરાને ધમકાવી હતી અને કહ્યું હતું કે, જો તેઓ મુસ્લિમ નહીં બને તો સમાજમાં મોં દેખાડવાને લાયક પણ નહીં રહે. હવે કેસ દાખલ થયા બાદ પોલીસ આ બંને ઈસમોને શોધી રહી છે. 

    અહેવાલમાં પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, બંને હિંદુ સગીરાઓની ઉંમર 16 વર્ષ જેટલી છે. જ્યારે આરોપીઓની ઓળખ વાહિદ અને એમાં તરીકે થઇ છે. પીડિતાઓએ એ પણ જણાવ્યું કે આરોપીઓ તેમની સાથે અશ્લીલ હરકતો કરી રહ્યા હતા અને નિકાહ માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે હિંદુ તરૂણીઓએ ઇનકાર કર્યો તો તેમણે ‘હિંદુ સમાજમાં તમારી કોઈ કિંમત નથી અને અમારી સાથે નિકાહ કરીને ધર્માંતરણ કરીને મુસ્લિમ બની જાઓ’ કહીને ધમકી આપી હતી. 

    - Advertisement -

    દરમ્યાન, વાહિદે એક સગીરાને જોરથી પકડી લીધી હતી અને તેની બહેનપણીએ તેને બચાવવાના પ્રયાસ કર્યો તો બીજા આરોપી અમાને તેને પણ પકડી લીધી હતી અને અશ્લીલ હરકતો કરવાની શરૂ કરી દીધી હતી. આરોપીઓએ હિંદુ સગીરાઓને ધમકી આપી કે જો તે બંને તેમની (આરોપીઓની) વાત માનીને ધર્મ નહીં બદલે તો તેમને સમાજમાં મોં દેખાડવા લાયક પણ નહીં છોડે. 

    પોલીસે આ મામલે આરોપીઓ સામે અશ્લીલ હરકતો કરવા, મધ્ય પ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ તથા પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને બંને આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઑપઇન્ડિયાએ પોલીસ મથકનો સંપર્ક કરતાં કેસ નોંધાયાની પુષ્ટિ કરવામાં આવી હતી. 

    ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં છે, જે અનુસાર કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને લોભલાલચ આપીને નિકાહ/લગ્ન કરે તો તેની સામે આ મ. પ્ર ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાત અને યુપીમાં પણ આ કાયદો અમલમાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં