દિલ્હીના શાહદરામાં કાવડ યાત્રાના માર્ગ પર કાચના ટુકડા મળી આવવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના શનિવારે (12 જુલાઈ) સામે આવી હતી. દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી કપિલ મિશ્રાએ કહ્યું હતું કે, આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે, તેના કારણે સૌહાર્દ બગાડી શકાય. આ મામલે LGના આદેશ પર FIR નોંધવામાં આવી છે અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
આ મામલે PWD વિભાગના એક જુનિયર એન્જિનિયરે સીમાપુરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. તેમણે કહ્યું છે કે, રસ્તામાં ફેંકાયેલા કાચના ટુકડાઓના લીધે ન માત્ર સામાન્ય લોકોને ઇજા થવાનું જોખમ છે, પરંતુ તેનાથી કાવડયાત્રીઓની ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી શકે છે. આ ફરિયાદના આધારે પોલીસે FIR નોંધી છે. BNSની કલમ 125 અને 299 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે દિલ્હીના LG વીકે સક્સેનાએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, દિલ્હીના દિલશાદ ગાર્ડન વિસ્તારમાં શનિવારની રાત્રે એક ગંભીર અને સંવેદનશીલ ઘટના સામે આવી છે. લગભગ એક કિલોમીટર લાંબા રસ્તા પર મોટી માત્રામાં કાચના ટુકડા મળી આવ્યા છે. જેવી પ્રશાસનને જાણકારી મળી કે તરત જ પોલીસને મોકલવામાં આવી હતી અને PWDને રસ્તાની સફાઈ કરવાનો અને FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.
It came to notice yesternight that large amount of shrads of broken glass had been strewn on a stretch of about one km road in Dilshad Garden, on the route of Kaanwar Yatris, who walk barefoot.
— LG Delhi (@LtGovDelhi) July 13, 2025
Instructed Police to reach the spot & directed PWD to immediately take corrective… pic.twitter.com/i68yFDW3ov
પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે અને આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજ ખંગાળી રહી છે.
दिल्ली के शाहदरा में कुछ शरारती तत्वों में कंवर यात्रा के मार्ग पर कांच के टुकड़े लगभग एक किलोमीटर तक के मार्ग पर बिखेर दिए
— Kapil Mishra (@KapilMishra_IND) July 12, 2025
PWD और निगम के कर्मचारी मार्ग को साफ कर रहें हैं
स्थानीय विधायक संजय गोयल जी वहां मौजूद हैं
CM @gupta_rekha जी ने स्वयं घटना का संज्ञान लिया है
PWD…
આ મામલે દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ કહ્યું છે કે, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતે આ ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું છે કે, અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કાવડ યાત્રામાં કોઈ પણ સમસ્યા નહીં આવવા દેવાનું તેમણે આશ્વાસન પણ આપ્યું છે.
જોકે પછીથી પોલીસે કહ્યું કે, આ એક અકસ્માત હતો અને રિક્ષામાં લઈ જતી વખતે કાચ તૂટી જવાના કારણે રસ્તા પર ટુકડા વેરાઈ ગયા હતા.
Delhi Minister Kapil Mishra posted on 'X' that broken glass pieces were found on a road in Dilshad Garden on the Kanwar Yatra route.
— ANI (@ANI) July 13, 2025
Delhi Police say, "A case was registered on July 12 based on a complaint by a junior engineer (JE) of the Public Works Department (PWD). The…
તપાસમાં સામે આવ્યું કે દિલ્હીના સીમાપુરી અને ગાઝિયાબાદના શાલીમાર ગરદન વચ્ચે ઈ-રિક્ષામાં લઈ જવાતા 19 ગેસ ગ્લાસ તૂટી ગયા હતા. DCP શાહદરાએ જણાવ્યું કે, ઈ-રિક્ષાની પણ ઓળખ કરી લેવામાં આવી છે, જે શાલીમાર હરડાંથી સીમાપુરી સ્થિત સીલમપુર વિસ્તારમાં ગ્લાસ લઈ જઈ રહી હતી. જેમાં 19 ગ્લાસ રસ્તામાં જ તૂટી ગયા હતા. ચાલકની ઓળખ રઘુવીર સિંહ તરીકે થઈ છે, જેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
હાલ ઈ-રિક્ષાનો રૂટ તપાસવામાં આવી રહ્યો છે, તેમજ ગ્લાસ કઈ રીતે તૂટ્યા એ પણ તપાસ હેઠળ છે. સંપૂર્ણ તપાસ બાદ આગળની જાણકારી મળશે.


