Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે, તપાસ એજન્સીઓએ એમના તરફ સતર્ક રેહવું...

    ‘ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે, તપાસ એજન્સીઓએ એમના તરફ સતર્ક રેહવું જોઈએ’: બિહારના ડેપ્યુરી CM અને ચારાચોર લાલુ યાદવના પુત્રનુ નિવેદન

    બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ વિધાનસભા બજેટ સત્રની સમાપ્તિ પછી જ્યારે તેઓ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે સમગ્ર ગુજરાતીઓ પર સવાલો ઉઠાવ્યા છે.

    - Advertisement -

    કુખ્યાત ચારાચોર લાલુ યાદવના પુત્ર અને નીતિશ કુમારની સરકારમાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ જીભ મંગળવારે (21 માર્ચ) લપસી ગઈ હતી. વિધાનસભાની બહાર મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે ગુજરાતની જનતાને ઠગ કહી હતી.

    અહેવાલો મુજબ તેજસ્વી યાદવ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધી રહ્યા હતા. દરમિયાન તેઓએ કહ્યું કે, “આજની દેશની પરિસ્થિતિમાં જોવામાં આવે તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે અને તેમને માફ કરવામાં આવશે.”

    તેજસ્વીના આ વિવાદાસ્પદ નિવેદન પર હોબાળો થવાની સંભાવના છે. તેજસ્વીએ મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે “એલઆઈસીના પૈસા, બેંકના પૈસા તેને આપી દો. પછી તે તેની સાથે ભાગી જશે, પછી કોણ જવાબદાર રહેશે.”

    - Advertisement -

    CBI અને EDને ગણાવી પોપટ

    તેજસ્વીએ એમ પણ કહ્યું કે જો આ બીજેપીના લોકો ભાગી જશે તો શું થશે. તેમણે કહ્યું કે “તમે પહેલાથી જ જાણો છો. તેના મિત્રો, તેના મિત્રો ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ તેનો પોપટ પિંજરામાંથી બહાર આવતો નથી.”

    અહીં ચારાચોર લાલુ યાદવના પુત્ર તેજસ્વીએ CBI અને ED માટે પોપટ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

    આ પહેલા પણ આપ્યા છે અનેક વિવાદિત બયાન

    નોંધનીય છે કે તેજસ્વી યાદવે આ કોઈ પહેલીવાર કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી. અગાઉ વર્ષ 2020માં તેમણે નીતિશ કુમાર પર પણ વિવાદાસ્પદ શબ્દો કહ્યા હતા. ત્યારે નીતિશ ભાજપ સાથે હતા.

    ત્યારે તેજસ્વીએ વિધાનસભામાં કહ્યું હતું કે “નીતીશજી તેમની ચૂંટણી સભાઓમાં લાલુના 9 બાળકોની વાત કરતા હતા. કહેવામાં આવ્યું કે દીકરી પર ભરોસો નથી, દીકરાને જન્મ આપવા માટે 9 બાળકોનો જન્મ થયો. શું નીતિશ કુમાર છોકરીને જન્મ આપતા ડરતા હતા, તેથી તેમણે બીજા બાળકને જન્મ આપ્યો ન હતો.”

    વર્ષ 2019માં તેજસ્વી યાદવે ગિરિરાજ સિંહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આ દેશ કોઈના બાપનો નથી.

    નોકરી માટે જમીન કેસમાં CBI અને EDની રડારમાં છે યાદવ પરિવાર

    તેજસ્વી યાદવ વાસ્તવમાં આ દિવસોમાં CBI અને EDની તપાસ હેઠળ છે. મામલો જમીન લઈને નોકરી આપવાનો છે. તેજસ્વીના પિતા અને આરજેડી સુપ્રીમો ચારાચોર લાલુ યાદવ પર આરોપ છે કે તેઓ યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા ત્યારે લોકો પાસેથી જમીન લઈ તેમને નોકરીઓ આપી હતી.

    તેજસ્વી, તેની બહેનો, લાલુ અને રાબડી દેવી જમીન હડપના આરોપમાં ફસાયેલા છે. સીબીઆઈ 25 માર્ચે આ મામલે તેજસ્વીની પૂછપરછ કરવા જઈ રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં