તાજેતરમાં જ વિશ્વ હિંદુ પરિષદના (VHP) એક કાર્યક્રમમાં અલ્હાબાદ હાઇકોર્ટના (Allahabad High Court) જજ (Juidge) શેખર યાદવે (Shekhar Yadav) ભાષણ (Speech) આપ્યું હતું. તેમના આ ભાષણને લઈને લેફ્ટ-લિબરલ ગેંગે ભારે ઉત્પાત પણ મચાવ્યો હતો. જ્યારે હવે એ સમાચાર સામે આવ્યા છે કે, જસ્ટિસ શેખર યાદવની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) સંજ્ઞાન લીધું છે. કોર્ટે કહ્યું છે કે, આ કેસ વિચારાધીન છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ પાસેથી વિસ્તૃત માહિતી પણ માંગી છે. નોંધવા જેવું છે કે, આ પહેલાં ‘કેમ્પેન ફૉર જ્યુડિશિયલ એકાઉન્ટેલિબિટી એન્ડ રીફોર્મ્સ’ (CJAR) નામના વામપંથી સંગઠને CJIને આ અંગે પત્ર લખીને ફરિયાદ પણ દાખલ કરી હતી.
CJARએ પત્ર લખીને CJI શેખર યાદવની ટિપ્પણી પર ‘ઇન-હાઉસ તપાસ’ની માંગણી કરી હતી. પત્રમાં માંગણી કરવામાં આવી હતી કે, તપાસ થાય ત્યાં સુધી જસ્ટિસને તમામ ન્યાયિક કાર્યોથી દૂર રાખવામાં આવવા જોઈએ. આ ઉપરાંત કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ કપિલ સિબ્બલે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યવાહીની માંગણી કરી હતી. તે સિવાય નેશનલ કૉન્ફરન્સના સાંસદ રૂહુનાલ્લાહ મહેંદીએ શેખર યાદવ વિરુદ્ધ મહાભિયોગ લાવવાની વાત પણ કરી છે. રૂહુનાલ્લાહે જણાવ્યું હતું કે, તેઓ એક સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવશે. તે પ્રસ્તાવ પર સપા સંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને મોહમ્મદ મોહિબુલ્લાહે હસ્તાક્ષર પણ કરી દીધા છે.
I am moving impeachment motion in the Parliament in accordance with Art 124(4) of the constitution for the removal of this Justice namely Shekhar K Yadav, a sitting Judge in Hon’ble High Court of Judicature at Allahabad on the charges mentioned in the notice.
— Ruhullah Mehdi (@RuhullahMehdi) December 10, 2024
I need signatures of… pic.twitter.com/l3Ey4xioy9
જે બાદ હવે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ શેખર યાદવની ટિપ્પણીને લઈને છપાયેલા ન્યૂઝ રિપોર્ટ પર ધ્યાન આપીને અલ્હાબાદ હાઇકોર્ટ પાસેથી આ અંગેની વિગતવાર માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસનોટમાં કહેવાયું છે કે, “સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવ દ્વારા આપવામાં આવેલા ભાષણના સમાચાર પત્રોમાં છપાયેલા સમાચાર પર સંજ્ઞાન લીધું છે. હાઇકોર્ટ પાસેથી વિવરણ અને માહિતી મંગાવવામાં આવી છે અને કેસ વિચારાધીન છે.”
શું કહ્યું હતું જસ્ટિસ શેખર યાદવે?
નોંધવા જેવું છે કે, જસ્ટિસ શેખર યાદવે પ્રયાગરાજમાં વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. VHPના લીગલ સેલ દ્વારા રવિવારે (8 ડિસેમ્બર, 2024) આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જસ્ટિસ શેખર યાદવે કહ્યું હતું કે, “મને એમ કહેવામાં કોઈ સંકોચ નથી કે, આ હિન્દુસ્તાન છે, આ દેશ ભારતમાં રહેતા બહુમતીના હિસાબે ચાલશે. તે જ કાયદો છે. તમે એમ ન કહી શકો કે હું હાઇકોર્ટના જજ તરીકે આવું કહી રહ્યો છું. વાસ્તવમાં, કાયદો પોતે જ બહુમતીના હિસાબે કામ કરે છે.”
ત્યારપછી જસ્ટિસ શેખર યાદવે મુસ્લિમોમાં પ્રચલિત રૂઢિચુસ્તતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ દરમિયાન તેમણે ‘કઠમુલ્લા’ શબ્દનો ઉપયોગ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘કઠમુલ્લાઓ દેશ માટે જોખમી છે.” આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે, “આપણા હિંદુ ધર્મમાં બાળલગ્ન, સતી પ્રથા અને બાળકીની હત્યા જેવા ઘણા સામાજિક દૂષણો હતા, રામમોહન રોય જેવા સુધારકોએ આ દુષણોને દૂર કરવા સંઘર્ષ કર્યો હતો. પરંતુ જ્યારે મુસ્લિમ સમુદાયમાં હલાલા, ટ્રિપલ તલાક અને દત્તક લેવા સંબંધિત મુદ્દાઓ જેવા સામાજિક દુષણોની વાત આવી, ત્યારે તેમની સામે કોઈએ ઊભા રહેવાની પણ હિંમત ન કરી.” આ ઉપરાંત તેમને UCCનું પણ સમર્થન કર્યું હતું. તેમના આ ભાષણને લઈને એક આખી ઇકોસિસ્ટમ તેમની પાછળ પડી ગઈ હતી.