Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ નેતા સુનીલ ઝાખડના કોંગ્રેસ પાર્ટીને છેલ્લા રામ રામ; કહ્યું કોંગ્રેસ પાર્ટી...

    કોંગ્રેસ નેતા સુનીલ ઝાખડના કોંગ્રેસ પાર્ટીને છેલ્લા રામ રામ; કહ્યું કોંગ્રેસ પાર્ટી ચાંપલુંસી કરનારાઓથી ભરેલી છે

    ઝાખડે કહ્યું કે "ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબીરનું નામ ચિંતા શિબીર હોવું જોઈએ. જો તેઓ ખરેખર ચિંતિત હોત તો 6 સમિતિઓ માંથી 1 સમિતિ તેવી પણ બની હોત જે ચર્ચા કરતી હોત કે યુપીમાં કોંગ્રેસની આવી દુર્દશા શામાટે થઈ? કુલ 403 બેઠકોમાંથી 390 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારને 2 હજાર મત પણ મળ્યા નથી. સામાન્ય પંચાયતના સભ્યને પણ 2 થી 4 હજાર મત મળે છે."

    - Advertisement -

    કોંગ્રેસ નેતા સુનીલ ઝાખડ નું પાર્ટીને અલવિદા, જેના કારણે પંજાબ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સુનીલ ઝાખડે કોંગ્રેસ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. સુનીલ ઝાખડે સોનિયા ગાંધીને અપીલ પણ કરી હતી. સુનીલ જાખરે કહ્યું કે આખા દેશમાં રાજનીતિ ભલે થાય, પણ પંજાબને તેમાંથી બક્ષી દો. અંબિકા સોનીને પૂછો તેને ખબર છે શીખ ધર્મ શું છે? પંજાબનો કાફલો દિલ્હીમાં બેઠેલા એવા નેતાઓએ બનાવ્યો છે જેમને ખરેખર પંજાબ વિષે કઈ ખબર નથી. સુનીલ ઝાખડે કહ્યું કે કોંગ્રેસ સમક્ષ અસ્તિત્વ ટકાવી રાખવાનું સંકટ છે. યુપીમાં પાર્ટીની હાલત કેવી રીતે ખરાબ થઈ ગઈ તે અંગે ચર્ચા કરવા પણ કોંગ્રેસે એક કમિટી બનાવવી જોઈએ

    સુનીલ ઝાખડે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપર બળાપો કાઢ્યો

    તમને જણાવી દઈએ કે સુનીલ ઝાખડે ફેસબુક લાઈવ કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ફટકાર લગાવી હતી. તેમણે રાહુલ ગાંધીને કહ્યું કે તમે મિત્ર અને શત્રુને ઓળખી શકતા નથી, કોંગ્રેસ પાર્ટી ચાંપલુંસી કરનારાઓથી ભરેલી છે, લોકોને ઓળખતા પણ શીખો. પંજાબને ધાર્મિક રીતે વિભાજિત કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતાં સુનીલ જાખરે 1984ના સમયગાળાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે પંજાબ આતંકવાદની આગથી સળગી રહ્યું હતું. તેમણે કહ્યું કે એકે-47 પણ હિંદુઓ અને શીખોને અલગ કરી શકતી નથી, પરંતુ કોંગ્રેસની અંબિકા સોનીએ તે કરી બતાવ્યું. તેણે હિંદુઓ અને શીખોને આપસમાં લડાવ્યા. સોનીએ જ આ અફવા ફેલાવી હતી કે જો પંજાબમાં કોઈ હિન્દુ વ્યક્તિ સીએમ બનશે તો તે અહીં આગ લગાવશે.

    - Advertisement -

    કોંગ્રેસનું ચિંતન શિબિર માત્ર ઔપચારિકતા છે

    સુનીલ ઝાખડે કહ્યું કે મેં સોનિયા ગાંધીનું ભાષણ સાંભળ્યું. તે ખૂબ જ ભાવનાત્મક ભાષણ હતું. તેમણે કહ્યું કે અસાધારણ પરિસ્થિતિઓને અસાધારણ ઉકેલની જરૂર હોય છે. કોંગ્રેસનું ચિંતન શિબિર એક ઔપચારિકતા સિવાય બીજું કંઈ નથી. જ્યારે પક્ષનું અસ્તિત્વ જોખમમાં છે, તેને બચાવવાનો સમય આવી ગયો છે, ત્યારે આપણે એવું વર્તન કરી રહ્યા છીએ કે જાણે દેશની જવાબદારી કોંગ્રેસના ખભા પર હોય.

    કોંગ્રેસની નીતિ પર સુનીલ ઝાખડનો સવાલ

    તેમણે કહ્યું કે ચિંતન શિબિરમાં 6 સમિતિઓની રચના કરવામાં આવી છે. કેટલાક વિદેશ નીતિ પર ચર્ચા કરી રહ્યા છે તો કેટલાક આર્થિક સ્થિતિ પર ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસ આજે મુખ્ય વિરોધ પક્ષ છે અને આ વિષયો પર અભિપ્રાય રાખવાની આપણી ફરજ છે. પણ એના કરતાં પણ વધારે તો કહેવાય છે કે ઘરને સજાવવા માટે ઘણું બધું કરવું પડે છે, પહેલા એ નક્કી કરવું જોઈએ કે ઘરને કેવી રીતે સાચવવું?

    સુનીલ ઝાખડે કહ્યું કે કોંગ્રેસના નેતાઓનો પક્ષ બચાવવાનો ઈરાદો નથી. ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબીરનું નામ ચિંતા શિબીર હોવું જોઈએ. જો તેઓ ખરેખર ચિંતિત હોત તો 6 સમિતિઓ માંથી 1 સમિતિ તેવી પણ બની હોત જે ચર્ચા કરતી હોત કે યુપીમાં કોંગ્રેસની આવી દુર્દશા શામાટે થઈ? કુલ 403 બેઠકોમાંથી 390 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારને 2 હજાર મત પણ મળ્યા નથી. સામાન્ય પંચાયતના સભ્યને પણ 2 થી 4 હજાર મત મળે છે.

    સુનીલ ઝાખડની રાજનીતિક સફર

    સુનીલ ઝાખડ 2002થી 2017 સુધી અબોહર વિધાનસભા ક્ષેત્રથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા છે. તે ગત અકાલી-ભાજપા સરકાર દરમિયાન પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહ્યા હતા. 2017માં સાંસદ વિનોદ ખન્નાના નિધન પછી ગુરદાસપુર લોકસભા સીટ પરથી સફળતાપૂર્વક પેટા ચૂંટણી લડી હતી. આ પછી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા હતા. 2019માં ગુરદાસપુર સીટથી લોકસભાની ચૂંટણીમાં ઉતર્યા હતા. જોકે ભાજપા ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ સામે 82,000 કરતા વધારે વોટથી પરાજય થયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં