Thursday, July 18, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજનજેકલીન ફર્નાન્ડિઝ માટે નવરાત્રિમાં વ્રત કરશે ઠગ સુકેશ, જેલમાંથી ફરી પત્ર લખ્યો:...

  જેકલીન ફર્નાન્ડિઝ માટે નવરાત્રિમાં વ્રત કરશે ઠગ સુકેશ, જેલમાંથી ફરી પત્ર લખ્યો: કહ્યું- આ બધું તારી ભલાઈ માટે જ કરું છું

  છેલ્લા ઘણા સમયથી જેક્લીન અને સુકેશનું નામ ચર્ચામાં રહ્યું છે. અવારનવાર આવતા સુકેશન પત્રોના લીધે અભિનેત્રી ચર્ચામાં બની રહે છે. આ દરમિયાન હવે સુકેશ ચંદ્રશેખર તરફથી એક નવો લેટર સામે આવ્યો છે.

  - Advertisement -

  200 કરોડની છેતરપિંડીના કેસમાં જેલની સજા ભોગવી રહેલા ઠગ સુકેશ ચંદ્રશેખરનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. કારણ એ છે કે તેણે જેલમાંથી ફરી એક પત્ર લખ્યો છે. એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ માટે નવરાત્રિમાં નવ દિવસના વ્રત કરવાની જાહેરાત કરતો પત્ર લખીને સુકેશ એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે.

  તિહાર જેલના કેદી સુકેશ ચંદ્રશેખરે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને એક ખાસ પત્ર મોકલ્યો છે કેમ કે રવિવારે (15 ઓકટોબર, 2023)થી 9 દિવસ નવરાત્રિ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. પત્રમાં બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને તેની ‘શેરની’ ગણાવતા કહ્યું છે કે તેની ભલાઈ માટે અને તેની આસપાસની ‘બધી નકારાત્મકતા’ દૂર કરવા નવ દિવસ ઉપવાસ કરશે.

  આ વાતને ધ્યાને રાખીને સુકેશ ચંદ્રશેખર તરફથી એક નવો પત્ર સામે આવ્યો છે, જેમાં તે જેકલીન ફર્નાન્ડિઝ માટે નવરાત્રિ વ્રત રાખવાની વાત કરી રહ્યો છે. હવે એ જાણીએ કે સુકેશ ચંદ્રશેખરે આ પત્રમાં બીજું શું-શું લખ્યું છે.

  - Advertisement -

  જેક્લીન માટે નવરાત્રિ વ્રત

  છેલ્લા ઘણા સમયથી જેક્લીન અને સુકેશનું નામ ચર્ચામાં રહ્યું છે. અવારનવાર આવતા સુકેશન પત્રોના લીધે અભિનેત્રી ચર્ચામાં બની રહે છે. આ દરમિયાન હવે સુકેશ ચંદ્રશેખર તરફથી એક નવો લેટર સામે આવ્યો છે.

  દિલ્હી તિહાડ જેલમાં બંધ સુકેશે આ લેટરમાં ‘મેરી શેરની’, ‘મેરી બેબી’ જેવા શબ્દો સાથે શરૂઆત કરી છે. તેણે આગળ લખ્યું છે કે, “કાલથી નવરાત્રિનો સમય શરૂ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રિના 9 દિવસોમાં હું મા શક્તિની પૂજા-અર્ચના કરીશ. આ પહેલીવાર હશે જ્યારે હું મારા જીવનમાં નવ દિવસો સુધી નવરાત્રિનું વ્રત રાખીશ.”

  સુકેશનો પત્ર

  સુકેશે વધુમાં લખ્યું કે, “હું આ ફક્ત મારા પોતાના સ્વાર્થ માટે નથી કરી રહ્યો, પણ તમારા કલ્યાણ માટે હું આ કરવા જઈ રહ્યો છું. મા શક્તિ આપણને સાથે આપશે, તેમના આશીર્વાદના રૂપમાં. ભરોંસો છે કે એક દિવસ બધુ સારું થઈ જશે મારી બેબી.”

  પત્રમાં તેણે એમ પણ કહ્યું કે તે નવરાત્રિના નવમા દિવસે વૈષ્ણો દેવી મંદિર અને મહાકાલેશ્વર મંદિરમાં બંને માટે વિશેષ ‘પૂજા’નું આયોજન કરશે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, “બેબી, મારા પર વિશ્વાસ કરો, આપણાં પર જે હસ્યા છે તેઓ છેલ્લી વાર હસ્યા હતા, કેમ કે તે બધા જે હસ્યા હતા, જેમણે આપણને ઓછા આંકયા છે અને તમારા અને મારા વિશે ટીકા કરી છે, તેમની પાસે ટૂંક સમયમાં બતાવવા માટે કોઈ ચેહરો નહીં હોય. કેમ કે સત્યની ક્ષણનો સમય આવી ગયો છે.”

  “આપણી સામેના કોઈપણ આરોપો સાચા સાબિત થશે નહીં.” “જીત આપણી જ થશે, બેબી. દુનિયા હવે આ જોશે, આપણી સામેના કોઈપણ આરોપ સાચા નહીં નીકળે, બધુ જ નિષ્ફળ જશે.” સુકેશ ચંદ્રશેખરે આ બધી વાતો જેકલીન ફર્નાન્ડિઝ માટે લેટરમાં લખી છે જે હવે જાહેર થઈ ગઈ છે.

  નોંધનીય છે કે સુકેશ ચંદ્રશેખરનું નામ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું હતું. આ મામલે જેક્લીનનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. કારણ કે સુકેશ સાથેના સંબંધો અને મિત્રતા બયાં કરતી ઘણી તસવીરો પણ સામે આવી હતી. આ કેસને કારણે, અભિનેત્રીએ ઘણી વખત કોર્ટની સુનાવણીમાં હાજરી આપવી પડી હતી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસનો ભાગ બનવું પડ્યું હતું.

  નોંધવા જેવું છે કે, એક તરફ સુકેશ ચંદ્રશેખર જેક્લીનને પોતાની પ્રેમિકા ગણાવી રહ્યો છે અને તેની સાથેની અતરંગી તસવીરો પણ સામે આવી હતી. જ્યારે જેકલીને ક્યારેય મહાઠગ સુકેશને લઈને પૂછપરછ સિવાય તેના વિશે જાહેરમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં