Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટલોકોએ કાઢી સોનુ સુદના દાવાની હવા: કહ્યું હતું- 'કોમામાં ગયેલા માણસને બચાવ્યો,...

  લોકોએ કાઢી સોનુ સુદના દાવાની હવા: કહ્યું હતું- ‘કોમામાં ગયેલા માણસને બચાવ્યો, ડૉક્ટરોએ હાર માની લીધી હતી’; તસવીરમાં બાઇકનો નંબર પણ ખોટો નીકળ્યો

  અભિનેતા સોનુ સૂદ જેણે કોરોનાકાળમાં પોતે લોકોને ખૂબ મદદ કરી હોવાના દાવા કર્યા હતા તેના એક તાજા દાવા પર સોશિયલ મિડીયામાં શંકા ઉભી કરવામાં આવી છે.

  - Advertisement -

  લોકોએ કાઢી સોનુ સુદના દાવાની હવા, અભિનેતા સોનુ સૂદે મંગળવારે (19 જુલાઈ, 2022) એક સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે તેમની ટીમ કોમામાં રહેલા એક વ્યક્તિને ડૉક્ટરોએ હાર માની લીધા પછી પણ તેને બચાવવામાં સફળ રહી. તો બીજી તરફ લોકો તે વ્યક્તિના બાઈકના નંબરપ્લેટ ખોટી હોવાના પુરાવાઓ આપી રહ્યા છે, અને આ રીતે લોકોએ કાઢી સોનું સુદના દાવાની હવા કાઢી નાખી હતી.

  સૂદે, એક થ્રેડમાં શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, એક વ્યક્તિની વાત શેર કરી જેને ડોકટરોએ હાર માનીલીધા બાદ તેની ટીમ દ્વારા નવજીવન આપવામાં આવ્યું હતું, અન્યથા તેને બચાવી શકાયો ન હોત.

  સૂદે લખ્યું હતું કે “તાજેતરમાં રામ પ્રસાદ ભંડારી નામનો એક વ્યક્તિ અને તેની પુત્રી સાથે તેલંગાણાથી મોટરસાઈકલ ચલાવીને તેના દરવાજે આવ્યા.” અભિનેતાએ તેની એક તસવીર પણ શેર કરી હતી જેમાં તે આંધ્ર પ્રદેશમાં રજિસ્ટર્ડ બાઇક પર બેઠેલી એક વ્યક્તિ અને નાની બાળકી સાથે જોઈ શકાય છે.

  - Advertisement -

  સોનુ સૂદે પછીની ટ્વીટમાં જણાવ્યું હતું કે “તે વ્યક્તિ થોડા સમય પહેલા કોમામાં હતો અને ડોકટરોએ તમામ આશાઓ છોડી દીધી હતી. ત્યારે જ તેની ટીમ તેની મદદે આવી અને તે વ્યક્તિનો જીવ બચાવી શકાયો.”

  સોનુ સૂદે વધુમાં ઉમેર્યું, “છોકરીની આંખોમાં આનંદ હતો, તેને ખુશ અને સ્વસ્થ જોવી મારા માટે અદ્ભુત હતી, આવી ક્ષણો મને મારા હેતુ માટે વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે, આ આશીર્વાદ છે જે વ્યક્તિને અહેસાસ કરાવે છે કે એક નાનકડું કાર્ય તે કેટલું મોટું અસર કરી શકે છે.”

  લોકોએ સોનુ સૂદની વાતને ઘેરી

  એક ટ્વિટર યુઝર @BefittingFacts એ ખુલાસો કર્યો કે બાઇક નંબર કોઈપણ વાહન માટે રજીસ્ટર નથી અને બાઇક નંબર પણ એડિટ કરવામાં આવ્યો છે.

  અન્ય એક ટ્વિટર યુઝરે આંધ્રપ્રદેશ પોલીસ, તેલંગાણા પોલીસ અને ભારતના ગૃહ મંત્રાલયને ટૅગ કરીને સોનુ સૂદ સામે પગલાં લેવાનું કહ્યું, જે એક એવા વ્યક્તિની વાત શેર કરી રહ્યો છે જે બાઇક ચલાવી રહ્યો છે તેની આરટીઓ નોંધણી કે કોઈ રેકોર્ડ નથી. .

  અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે સૂદના ટ્વીટનો જવાબ આપતાં તેને છેતરપિંડી ગણાવી અને એક તસવીર શેર કરી જે દર્શાવે છે કે બાઇકનો રજિસ્ટ્રેશન નંબર સત્તાવાર રેકોર્ડમાં હાજર નથી.

  પહેલા પણ ઘેરયો છે સવાલોમાં

  જો કે, આ પહેલીવાર નથી જ્યારે સોનુ સૂદ પર છેતરપિંડી કરવાનો અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાને મસીહા તરીકે સ્થાપિત કરવાનો આરોપ લાગ્યો છે . સોશિયલ મીડિયા પર અભિનેતા સોનુ સૂદની આવો અભિનય પણ નવી ઘટના નથી. જ્યારથી કોરોનાવાયરસ મહામારી ત્રાટકી ત્યારથી, અભિનેતાએ પોતાનો મોટાભાગનો સમય પોતાને એક પ્રકારના મસીહા તરીકે રજૂ કરવામાં વિતાવ્યો છે.

  પરંતુ, અનેક વખત, સોશિયલ મીડિયા યુઝર્સે ખુલાસો કર્યો છે કે કેવી રીતે ‘દર્દીઓ’ને તકલીફમાં મદદ કરવાનો સૂદનો દાવો પોતાની મસીહા હોવાની ઈમેજ બિલ્ડીંગ સિવાય બીજું કંઈ ન હતું. મે 2021 માં, જ્યારે મેડિકલ ઓક્સિજનની માંગ ચરમસીમાએ હતી, ત્યારે તેમની ટીમે ભાજપના નેતા તેજસ્વી સૂર્યાના કાર્યાલયમાંથી મદદ લીધી હતી , પરંતુ એક નિવેદન બહાર પાડીને ઓક્સિજનની વ્યવસ્થાનો તમામ શ્રેય પોતે લેવાનો પ્રયાસ કર્યો હતો. સપ્ટેમ્બર 2021 માં, IT વિભાગે સૂદ સાથે જોડાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા . સતત ત્રણ દિવસ સુધી શોધખોળ કર્યા બાદ આઇટી વિભાગે જણાવ્યું કે સૂદે રૂ. 20 કરોડથી વધુની ટેક્સ ચોરી કરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં