Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'વિદેશની ધરતી પર જઈને દેશનું અપમાન કર્યું, જૂઠ બોલ્યું': 'ટુકડે-ટુકડે'ના નારા પર...

    ‘વિદેશની ધરતી પર જઈને દેશનું અપમાન કર્યું, જૂઠ બોલ્યું’: ‘ટુકડે-ટુકડે’ના નારા પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ઘેર્યા, પૂછ્યું- ‘ગૃહમાંથી કેમ ભાગ્યા?’

    સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને દેશમાં વાણી સ્વાતંત્ર્યના અભાવની વાત કરે છે. તેઓ કહે છે કે ભારતીય યુનિવર્સિટીઓમાં વાણી સ્વતંત્રતા નથી.

    - Advertisement -

    કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી પર ઈંગ્લેન્ડમાં આપેલા નિવેદન બદલ પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની તેમની નફરત હવે ભારત પ્રત્યે નફરતમાં બદલાઈ ગઈ છે જેના કારણે તેઓ વિદેશની ધરતી પર દેશનું અપમાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાએ એવા દેશમાં જઈને વિદેશી શક્તિઓને આહ્વાન કર્યું જેનો ઈતિહાસ ભારતને ગુલામ બનાવવાનો રહ્યો છે.

    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધી પર પ્રહાર કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓનું પણ અપમાન કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું કે શું ભારતનું અપમાન કરવું એ લોકશાહી છે? શું ગૃહના અધ્યક્ષનું અપમાન કરવું એ લોકશાહી છે?

    સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને દેશમાં વાણી સ્વાતંત્ર્યના અભાવની વાત કરે છે. તેઓ કહે છે કે ભારતીય યુનિવર્સિટીઓમાં વાણી સ્વતંત્રતા નથી. તેમણે કહ્યું કે “જો એવું ન હોય તો 2016માં દિલ્હીની એક યુનિવર્સિટીમાં ‘ભારત તેરે ટુકડે હોંગે’ના નારા લાગ્યા હતા અને તમે પણ ત્યાં જઈને નારા લગાવનારાઓને સમર્થન આપ્યું હતું, તે શું હતું?”

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે “રાહુલ ગાંધી લંડનમાં એક વિદેશી સંસ્થાની સામે ખોટું બોલ્યા. દેશની સંસદનું અપમાન કર્યું. તેમણે ગૃહમાંથી ભાગવું ન જોઈએ, પરંતુ ગૃહમાં આવીને દેશની માફી માંગવી જોઈએ.” નોંધનીય છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બુધવારે (15 માર્ચ 2023) વિદેશથી દિલ્હી પરત ફર્યા છે.

    આ પહેલા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં પોતાના સંબોધન દરમિયાન પોતાના જ દેશ પર કાદવ ઉછાળ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી નેતાઓને સંસદમાં બોલવા દેવામાં નથી આવતા. તેનું માઈક બંધ કરવામાં આવે છે. રાહુલે આરોપ લગાવ્યો હતો કે ભારતમાં શીખ અને મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવ્યા છે. રાહુલના આ નિવેદન બાદ ભાજપ તેમના પર પ્રહારો કરી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં