Friday, October 4, 2024
More
    હોમપેજદુનિયાસ્લોવાકિયાના વડાપ્રધાન પર જીવલેણ હુમલો, ગોળીબારમાં ઇજાગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં દાખલ: હુમલો કરનાર...

    સ્લોવાકિયાના વડાપ્રધાન પર જીવલેણ હુમલો, ગોળીબારમાં ઇજાગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં દાખલ: હુમલો કરનાર પકડાયો

    ઘટનાને અંજામ કોણે આપ્યો કે કોઇ સંગઠન તેની પાછળ છે કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ, આ કૃત્ય પાછળ કેટલા વ્યક્તિઓ છે તે પણ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    સ્લોવાકિયાના વડાપ્રધાન પર ગોળીબાર થયો હોવાની ઘટના બની છે. રોબર્ટ ફિકો એક સરકારી બેઠક પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની ઉપર ગોળી ચલાવવામાં આવી. હુમલામાં તેમને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલી રહી છે. 

    આ હુમલાને અંજામ આપનારની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું વિદેશી મીડિયાના અહેવાલો જણાવી રહ્યા છે. રૉયટર્સે ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિના હવાલે જણાવ્યું કે, તેણે ગોળીઓ ચાલવાનો અવાજ સાંભળ્યો હતો અને ત્યારબાદ પોલીસને એક વ્યક્તિને પકડી પણ જોઈ. સુરક્ષાકર્મીઓ તેને એક કારમાં બેસાડીને લઇ ગયા હોવાનું તેણે જણાવ્યું હતું. 

    મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના સ્લોવાકિયાની રાજધાનીથી 150 કિલોમીટર ઉત્તરપૂર્વમાં હેન્ડલોવા શહેરમાં બની. અહીં વડાપ્રધાન તેમના સમર્થકોને મળી રહ્યા હતા, ત્યારે હુમલો કરનારે ગોળીબાર કરી દીધો હતો. ત્યાંની સંસદના ડેપ્યુટી સ્પીકરે ઘટનાની પુષ્ટિ કરી છે અને હાલ ચાલતા સંસદના સત્રને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ ઘટના પર શોક વ્યક્ત કરીને વડાપ્રધાન ફિકોને ઝડપી સ્વાસ્થ્યલાભ માટે શુભેચ્છા પાઠવી છે. 

    - Advertisement -

    ઘટનાને અંજામ કોણે આપ્યો કે કોઇ સંગઠન તેની પાછળ છે કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ, આ કૃત્ય પાછળ કેટલા વ્યક્તિઓ છે તે પણ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં