Tuesday, September 17, 2024
More
    હોમપેજદુનિયા'માતાનો જીવ બચાવ્યો, ભારત સરકાર અને PM મોદીનો હૃદયપૂર્વક આભાર': શેખ હસીનાના...

    ‘માતાનો જીવ બચાવ્યો, ભારત સરકાર અને PM મોદીનો હૃદયપૂર્વક આભાર’: શેખ હસીનાના પુત્રએ કહ્યું- પશ્ચિમી દેશોના હસ્તક્ષેપની જરૂર નહીં, ભારત કરે વિશ્વનું નેતૃત્વ

    “મારી માતાનો જીવ બચાવવા માટે ભારત સરકારે જે ત્વરિત કાર્યવાહી કરી તે બદલ હું વ્યક્તિગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. હું કૃતજ્ઞ છું.”

    - Advertisement -

    બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં સેનાના અલ્ટીમેટમના પગલે વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડવાની ફરજ પડી હતી. તેમણે હાલ ભારતમાં શરણ લીધું છે. આ મામલે શેખ હસીનાના પુત્ર સાજિબ જોયનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ત્વરિત કાર્યવાહી કરીને તેમનાં માતાનો જીવ બચાવવા બદલ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે, સાથે કહ્યું છે કે ભારતે વિશ્વમાં નેતૃત્વ કરવું જોઈએ. 

    સાજિબે શેખ હસીનાને આશરો આપવા બદલ ભારત સરકાર અને PM મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “મારી માતાનો જીવ બચાવવા માટે ભારત સરકારે જે ત્વરિત કાર્યવાહી કરી તે બદલ હું વ્યક્તિગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. હું કૃતજ્ઞ છું.” ઉલ્લેખનીય છે કે સોમવારે (5 ઑગસ્ટ) અરાજકતાને પગલે શેખ હસીના વિમાનમાર્ગે ભારત પહોંચ્યાં હતાં અને સરકારે તેમને ઉડાન ભરતાંની સાથે જ પરવાનગી પણ આપી દીધી હતી. 

    શેખ હસીનાના પુત્રએ આગળ કહ્યું, “મારો બીજો સંદેશ એ છે કે ભારતે હવે વિશ્વમાં નેતૃત્વ કરવાની જરૂર છે અને પશ્ચિમી દેશોને પરિસ્થિતિ પર નિયંત્રણ કરવા ન દેવા જોઈએ. કારણ કે આ ભારતના પાડોશી દેશો છે. આ ભારતની પૂર્વ બાજુ છે.” 

    - Advertisement -

    તેમણે કહ્યું, “આ સાબિત થઈ ચૂકેલી વાત છે અને કોઇ નકારી ન શકે કે શેખ હસીનાની સરકારે બાંગ્લાદેશમાં શાંતિ જાળવીને આર્થિક વિકાસ કર્યો છે અને અરાજકતાને રોકીને પૂર્વમાં એક સ્થિરતા સ્થાપી છે. અમે એકમાત્ર સરકાર હતા, જેમણે સાબિત કરી બતાવ્યું કે અમે કરી જ શકીએ છીએ. અન્ય સરકારોએ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેનો નિષ્ફળ ગયા.”

    નોંધવું જોઈએ કે બાંગ્લાદેશમાં બે મહિનાથી ક્વોટા સિસ્ટમ વિરૂદ્ધ વિદ્યાર્થીઓનું કથિત આંદોલન ચાલી રહ્યું હતું અને ઠેરઠેર પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં હતાં. આખરે જુલાઈમાં સુપ્રીમ કોર્ટે ક્વોટા 56%થી રદ કરીને 7% કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં પ્રદર્શનો હાઇજેક થઈ ગયાં અને વડાંપ્રધાન શેખ હસીનાનાં રાજીનામાની માંગ શરૂ થઈ ગઈ. આખરે સોમવારે (5 ઑગસ્ટ) બાંગ્લાદેશની સેનાએ તેમને અલ્ટીમેટમ આપતાં શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો અને ભારત આવી ગયાં હતાં. હવે તેઓ અહીંથી આગળ ક્યાં શરણ લેશે તે હજુ નક્કી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં