Sunday, November 3, 2024
More
    હોમપેજક્રાઈમ6 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના ગુનામાં શેખ આસિફ અલીને થઈ...

    6 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના ગુનામાં શેખ આસિફ અલીને થઈ હતી ફાંસી: ‘પાંચ વખતનો નમાજી’ હોવાથી હાઈકોર્ટે ઓછી કરી સજા, કહ્યું- તે થઈ ગયો છે અલ્લાહને સમર્પિત

    અકીલ અને આસિફે વર્ષ 2014માં ચોકલેટ ખરીદવા ગયેલી 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને બાદમાં તે નગ્ન અને બેભાન હાલતમાં મળી આવી હતી. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરોને શંકા ગઈ કે, તેના પર બળાત્કાર થયો છે. જ્યાંથી તેને કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં તેનું મોત થયું હતું.

    - Advertisement -

    ઓડિશામાં 6 વર્ષની બાળકી પર ગેંગરેપ થયો હતો, જેના કારણે બાળકી પણ મૃત્યુ પામી હતી. આ કેસમાં અકીલ અલી અને આસિફ અલીને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ ઓડિશા હાઈકોર્ટે અકીલ અલીને દોષમુક્ત જાહેર કરી દીધો છે અને આસિફ અલીની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી નાખી છે. કટક સ્થિત ઓડિશા હાઈકોર્ટે કહ્યું છે, “આરોપી દિવસમાં ઘણી વખત નમાજ અદા કરે છે અને તેણે પોતાને અલ્લાહને સમર્પિત કરી દીધો છે, તેવામાં તે કોઈપણ સજા ભોગવવા માટે તે તૈયાર છે.”

    વર્ડિક્ટમના રિપોર્ટ અનુસાર, ઓડિશા હાઈકોર્ટના જસ્ટિસ એસકે સાહુ અને જસ્ટિસ આરકે પટનાયકની બેન્ચે કહ્યું કે, “સજા અપ્રમાણસર મોટી ન હોવી જોઈએ, તે ન્યાયી સજાનું પરિણામ છે અને તે સમાન સિદ્ધાંત દ્વારા નક્કી કરવામાં આવે છે જે નિર્દોષની સજાને મંજૂરી આપતું નથી. અપરાધ કરવા માટે નિર્ધારિત કરતાં મોટી કોઈપણ સજા નિર્દોષને સજા કરવા સમાન છે.”

    ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ કોર્ટ ઓર્ડર અનુસાર, અકીલ અને આસિફે 21 ઓગસ્ટ, 2014ના રોજ ચોકલેટ ખરીદવા ગયેલી 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને બાદમાં તે નગ્ન અને બેભાન હાલતમાં મળી આવી હતી. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરોને શંકા ગઈ કે, તેના પર બળાત્કાર થયો છે. જ્યાંથી તેને કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં તેનું મોત થયું હતું. બાળકીના પિતરાઈ ભાઈએ પછીથી ખુલાસો કર્યો કે, અપીલકર્તા આસિફ અલી અને અકીલ અલી તેને બળજબરીથી લઈને ગયા હતા.

    - Advertisement -

    આ કેસમાં પીડિતાની કાકીએ આસિફ અને અકીલ સહિત 2 અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી, જેમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે તેને IPCની કલમ 302, 376-D, 376-A અને POCSO એક્ટની કલમ 6 હેઠળ દોષિત ઠેરવ્યા અને તેને ફાંસીની સજા સંભળાવી હતી. અકીલ અને આસિફે આ સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

    હાઈકોર્ટે અકીલ અલીને IPCની કલમ 302/376-A/376-D અને POCSO એક્ટની કલમ 6 હેઠળના તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો અને આસિફ અલીને IPCની કલમ 376-D માટે નિર્દોષ જાહેર કર્યો હતો. જોકે, કોર્ટે આસિફને IPCની કલમ 302/376-A અને POCSO એક્ટની કલમ 6 હેઠળ દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા આપી હતી.

    ઓડિશા હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, “રેકર્ડ પરથી એ સાબિત થાય છે કે, લગભગ છ વર્ષની બાળકી પર આ અપરાધ અત્યંત ઘૃણાસ્પદ, શૈતાની અને બર્બરતાથી કરવામાં આવ્યો હતો, પરંતુ આ કેસ પરિસ્થિતિગત પુરાવાઓ પર આધારિત છે અને રેકોર્ડ પર એવો પણ કોઈ પુરાવો નથી કે, આ ગુનો પૂર્વ આયોજિત રીતે કરવામાં આવ્યો હતો. એવું જણાય છે કે, બંને અપીલકર્તાઓએ મૃતકને તેના પિતરાઈ ભાઈ (PW 17) સાથે જોઈ હતી, જ્યારે તે ચોકલેટ ખરીદીને પરત ફરી રહી હતી ત્યારે તેને ઉઠાવી લેવામાં આવી હતી અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જે દરમિયાન તેના શરીરના વિવિધ ભાગો પર ઈજાઓ થઈ હતી અને જનનાંગ પર થયેલી ઈજાના કારણે તણાવ અને રક્તસ્ત્રાવથી તેનું મૃત્યુ થયું હતું.” હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓને ખબર હતી કે, પીડિતાનો પિતરાઈ ભાઈ લોકોને પોતાના ગુના વિશે જણાવશે, તેમ છતાં તેને કોઈ નુકશાન પહોંચાડવામાં આવ્યું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં