Sunday, October 13, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનઅનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં શાહરૂખ ખાને કહ્યું 'જય શ્રીરામ', હવે કટ્ટરપંથીઓ આપી રહ્યા...

    અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં શાહરૂખ ખાને કહ્યું ‘જય શ્રીરામ’, હવે કટ્ટરપંથીઓ આપી રહ્યા છે મા-બેનની ગાળો

    શાહરૂખ ખાનનો આ વિડીયો જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. વિડીયો વાયરલ થયા બાદ અનેક મુસ્લિમ યુઝરો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ આ વિડીયો છેડછાડવાળો હોવાનો આરોપ લગાવ્યો હતો, તો વળી કેટલાકે તો શાહરૂખ ખાનને મા-બહેનની ગાળો ભાંડી હતી.

    - Advertisement -

    જામનગર ખાતે અંબાણી પરિવારના આંગણે નાના દીકરા અનંતના લગ્ન પૂર્વે પ્રિ-વેડિંગ સેરેમનીના ઢોલ ઢબુકી રહ્યા છે. દેશ વિદેશના અનેક મહેમાનો આ સમારોહમાં હાજરી આપી રહ્યા છે. આ દરમિયાન હોલીવુડ અને બોલીવુડના અનેક કલાકારો પણ હાજરી આપવા પહોંચ્યા છે. તેવામાં અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સમારોહમાં શાહરૂખ ખાને જય શ્રીરામ કહેતા કટ્ટરપંથીઓએ તેને મા-બહેનની ગાળો આપી રહ્યા છે. આ વિડીયોમાં શાહરૂખ મહેમાનોને ‘જય શ્રીરામ’ કહીને અભિવાદન કરી રહ્યા હતા.

    માનવ મંગલાનીએ રવિવારે (3 માર્ચ 2024)ના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. અત્યાર સુધી 45,000થી વધુ લોકો આ વિડીયો જોઈ ચુક્યા છે. વિડીયોની શરૂઆતમાં જ સ્ટેજ પર આવતા-આવતા શાહરૂખ ખાનને હાજર મહેમાનોના અભિવાદન,અ ‘જય શ્રીરામ‘ કહેતા સાંભળી શકાય છે. શાહરૂખના જય શ્રીરામ કહેતાની સાથે જ હાજર લોકોએ ચિચિયારીઓ પાડીને તેને વધાવી લીધો હતો આ દરમિયાન તેણે અંબાણી પરિવારની ત્રણ મહિલાઓને ત્રણ મૂર્તિઓ કહિને માતા લક્ષ્મી, પાર્વતી અને માતા સરસ્વતીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    શાહરૂખ ખાનનો આ વિડીયો જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. વિડીયો વાયરલ થયા બાદ અનેક મુસ્લિમ યુઝરો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ આ વિડીયો છેડછાડવાળો હોવાનો આરોપ લગાવ્યો હતો, તો વળી કેટલાકે તો શાહરૂખ ખાનને મા-બહેનની ગાળો ભાંડી હતી. im_shekh_29 નામના યુઝરે આરોપ લગાવ્યો હતો કે આ વિડીયો એડિટેડ છે. તેનો દાવો છે કે શાહરૂખે શરૂઆતમાં અસ્લ્લામ વલઈકુમ કહ્યું હતું, જેને અલગ દિશા આપવા કાપકૂપ કરવામાં આવી છે.

    - Advertisement -

    અન્ય એક સદ્દામ ખાન નામના વ્યક્તિનો આરોપ છે કે શાહરૂખ ખાને 50 કરોડ રૂપિયા લીધા છે. આ સાથે જ તેણે હસતી ઈમોજી પણ કમેન્ટમાં મૂકી હતી.

    શહનૂર નામના યુઝરે ગુસ્સે થઈને લખ્યું હતું કે શાહરૂખ ખાનને જય શ્રીરામ બોલવાના અલગથી પૈસા મળ્યા છે. આટલું જ નહીં, તેણે પોતાની કમેન્ટમાં બોલીવુડ એક્ટરને ‘દલ્લો’ કહીને સંબોધ્યો હતો. બીજી તરફ અન્ય એક યુઝરે એવો ફોટો મુક્યો હતો જેમાં એક એક્ટર અન્ય અભિનેતાને મા પર ખરાબ શબ્દોમાં ગાળ આપતો નજરે પડે છે.

    આવા જ એક રંગરેજ નામના યુઝરનું માનવું છે કે શાહરૂખ ખાને જય શ્રીરામ બોલીને પોતાની અસલ ઓકાત દેખાડી દીધી છે.

    એક તરફ અનેક કટ્ટરપંથી મુસ્લિમ યુઝરો શાહરૂખ ખાનને સોશિયલ મીડિયામાં મા-બહેનની ગાળો આપી રહ્યા છે. તો બીજી તરફ અન્ય નેટીઝન્સ શાહરૂખને સપોર્ટ પણ કરી રહ્યા છે. શાહરૂખના આ વિડીયો પર અનેક યુઝરોએ ‘જય શ્રીરામ’ લખીને સમું અભિવાદન પણ આપ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં