Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેલમાં સજા કાપતા કેજરીવાલના મંત્રી લઇ રહ્યા હતા ફૂટ મસાજની મજા, CCTVમાં...

    જેલમાં સજા કાપતા કેજરીવાલના મંત્રી લઇ રહ્યા હતા ફૂટ મસાજની મજા, CCTVમાં કેદ થઇ ગયા: ફૂટેજ સામે આવ્યા બાદ ફસાઈ AAP સરકાર

    આ વિડીયો સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.

    - Advertisement -

    દિલ્હીના AAP નેતા અને અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ તિહાડ જેલમાં બંધ છે. અહીં તેઓ ફુટ મસાજ અને ઘરના ભોજન સહિતની VIP સગવડો ભોગવતા હોવાના અહેવાલો મળ્યા હતા, હવે આની સાબિતી આપતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સત્યેન્દ્ર જૈન આરામ ફરમાવતા અને મસાજ કરાવતા જોવા મળે છે. વિડીયો વાયરલ થયા બાદ કેજરીવાલ સરકાર સામે સવાલો સર્જાયા છે. 

    ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ CCTV ફૂટેજ શૅર કરવામાં આવ્યા છે. જેમાં સત્યેન્દ્ર જૈન જેલમાં ફુટ મસાજ લેતા જોવા મળે છે. આ ઉપરાંત, મીડિયા ચેનલ રિપબ્લિક ટીવીએ પણ કેટલાક વિડીયો પ્રકાશિત કર્યા છે, જેમાં પણ જૈન ફુટ અને હેડ મસાજ લેતા જોવા મળે છે. 

    આ વિડીયો સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે, જેલમાં સજા કાપવાની જગ્યાએ સત્યેન્દ્ર જૈન મજા લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, “દિલ્હીની AAP સરકાર તિહાડ જેલનું સંચાલન કરે છે અને સત્યેન્દ્ર જૈનને VIP સગવડો આપવા માટે તમામ નિયમો અને કાયદાઓને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યા છે.” 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, આ આમ આદમી પાર્ટીનો સાચો ચહેરો અને માનસિકતા દર્શાવે છે. તેઓ ભ્રષ્ટાચાર અને વસૂલીમાં સંડોવાયેલા રહે છે અને ત્યારબાદ જેલમાં ભ્રષ્ટ મંત્રીઓને જેલમાં VIP સુવિધાઓ આપે છે. તેમણે સત્યેન્દ્ર જૈનને મંત્રી પદેથી બરખાસ્ત કરવાની અને તેમને અન્ય જેલમાં ખસેડવાની પણ માંગ કરી હતી. ઉપરાંત, તેમણે દિલ્હી સીએમ કેજરીવાલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. 

    બીજી તરફ, સવાલોમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટી તરફથી દારૂકાંડમાં સંડોવાયેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ સત્યેન્દ્ર જૈનનાં બે ઓપરેશન થયાં હોવાનું કહીને ડોક્ટરે તેમની નિયમિત ફિજીયોથેરાપી કરવાનું કહ્યું હોવાનું બહાનું કાઢ્યું હતું. વળી તેમણે એમ પણ કહ્યું કે, સામાન્ય માણસની બીમારી અને તેની સારવારની મજાક ઉડાવવાની વિચારસરણી ખરાબ છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરતા અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન છ મહિનાથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન, તેમની સામેના આરોપોની તપાસ કરતી એજન્સી ઇડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને જેલમાં VIP સગવડો આપવામાં આવે છે, જે નિયમોથી વિરુદ્ધ છે. સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ મેળવતા હોવાનું તેમજ ઘરનું ભોજન ખાતા હોવાનું અને પત્ની સાથે પણ અવારનવાર મુલાકાત કરતા હોવાનું એજન્સીએ જણાવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં