Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશભાજપ નેતા-પત્ની પર કૌભાંડના આરોપ લગાવીને ફસાયા સંજય રાઉત, માનહાનિ કેસમાં દોષિત...

    ભાજપ નેતા-પત્ની પર કૌભાંડના આરોપ લગાવીને ફસાયા સંજય રાઉત, માનહાનિ કેસમાં દોષિત જાહેર: 15 દિવસ જેલભેગા થવાનો કોર્ટનો આદેશ

    મેઘા સોમૈયાએ શિવસેના (UBT) નેતા સંજય રાઉત વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 (આપરાધિક માનહાનિ) હેઠળ કેસ નોંધવાની માંગણી કરી હતી. ત્યારબાદ કોર્ટમાં આ અંગેની સુનાવણીઓ હાથ ધરવામાં આવી હતી અને ગુરુવારે (26 સપ્ટેમ્બર) સંજય રાઉતને IPCની કલમ 500 હેઠળ દોષિત ઠેરવી દેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    શિવસેના (UBT) નેતા સંજય રાઉતને (Sanjay Raut) લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, માલેગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટે સંજય રાઉતને માનહાનિના એક કેસમાં દોષિત (Convicted in Defamation Case) ઠેરવ્યા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાના પત્ની પ્રોફેસર મેઘા કિરીટ સોમૈયાએ રાઉત વિરુદ્ધ દાખલ કરેલા માનહાનિ કેસમાં તેમને દોષિત ઠેરવાયા છે. આ સાથે જ તેમને 15 દિવસની સાદી કેદ અને ₹25 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મેઘા સોમૈયાના વકીલે આ વિશેની માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.

    ગુરુવારે (26 સપ્ટેમ્બર, 2024) માલેગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટે શિવસેના (UBT) નેતા સંજય રાઉતને માનહાનિ કેસમાં દોષિત ઠેરવ્યા છે. ગયા વર્ષે પ્રોફેસર મેઘાએ સંજય રાઉત વિરુદ્ધ માનહાનિ કેસને લઈને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે દાવો કર્યો હતો કે, રાઉતે 15-16 એપ્રિલ, 2022ના રોજ તેમના પતિ અને તેમના પર પાયાવિહોણા અને બદનક્ષીના ઈરાદે જુઠ્ઠા આરોપો લગાવ્યા હતા. શિવસેના નેતાએ આરોપ લગાવ્યા હતા કે, કિરીટ સોમૈયા અને તેમના પત્ની મુંબઈ પાસેના મીરા ભયંદર વિસ્તારમાં જાહેર શૌચાલયના નિર્માણ અને સારસંભાળ સંબંધિત ₹100 કરોડના કૌભાંડમાં સામેલ છે.

    આ સાથે જ મેઘાએ જણાવ્યું હતું કે, સંજય રાઉતે આપેલું આ નિવેદન મુખ્ય ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવ્યું હતું, જે તેમના માટે અપમાનજનક અને માહાનિકારક હતું. તેમણે કહ્યું હતું કે, સામાન્ય જનતા અને પરિવારમાં તેમની છબી ખરાબ કરવાના ઈરાદે આવું કરવામાં આવ્યું હતું. કોર્ટમાં મેઘાના વકીલે એક વિડીયો ક્લિપ અને રાઉત દ્વારા આપવામાં આવેલા નિવેદનો પણ રજૂ કર્યા હતા. આ સાથે જ અખબારોના કટિંગ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    નોંધનીય છે કે, મેઘા સોમૈયાએ શિવસેના (UBT) નેતા સંજય રાઉત વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 (આપરાધિક માનહાનિ) હેઠળ કેસ નોંધવાની માંગણી કરી હતી. ત્યારબાદ કોર્ટમાં આ અંગેની સુનાવણીઓ હાથ ધરવામાં આવી હતી અને ગુરુવારે (26 સપ્ટેમ્બર) સંજય રાઉતને IPCની કલમ 500 હેઠળ દોષિત ઠેરવી દેવામાં આવ્યા હતા. તેમને 15 દિવસની સાદી કેદ અને ₹25 હજારનો દંડ ભરવા કોર્ટે આદેશ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં