Sunday, March 2, 2025
More
    હોમપેજદેશસંભલ હિંસા પહેલા આસપાસના જિલ્લાઓના મદરેસાઓથી એકઠા કરવામાં આવ્યા હતા ટોળા: 'કથિક...

    સંભલ હિંસા પહેલા આસપાસના જિલ્લાઓના મદરેસાઓથી એકઠા કરવામાં આવ્યા હતા ટોળા: ‘કથિક પત્ર’માં થયો ખુલાસો, પોલીસે તપાસ આદરી

    સંભલના SP કૃષ્ણ કુમાર બિશ્નોઈનું કહેવું છે કે, પોલીસને એવા અનેક પત્રો મળી આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રામપુર, હાપુડ અને બુલંદ શહેર જિલ્લાના અનેક મદરેસાઓમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીઓને ખાસ 24 નવેંબર 2024ના રોજ સંભલ બોલાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલમાં થયેલી હિંસા (Sambhal Violence) બાદ ચાલી રહેલી તપાસમાં નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસને એવા પુરાવા મળ્યા છે કે સંભલ હિંસા પહેલા આસપાસના જિલ્લાઓના મદરેસાના લોકોને મોટી સંખ્યામાં 24 નવેમ્બરે સંભલ આવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. આની સાથે સંકળાયેલા કેટલાક પત્રો પોલીસને મળી આવ્યા છે. પોલીસ (Sambhal Police) હમણાં તે પત્રોની તપાસ કરી રહી છે.

    આ મામલે સંભલના SP કૃષ્ણ કુમાર બિશ્નોઈનું કહેવું છે કે, પોલીસને એવા અનેક પત્રો મળી આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રામપુર, હાપુડ અને બુલંદ શહેર જિલ્લાના અનેક મદરેસાઓમાં (madrasa) ભણતા મુસ્લિમ વિદ્યાર્થીઓને ખાસ 24 નવેમ્બર 2024ના રોજ સંભલ બોલાવવામાં આવ્યા હતા. હાલ આ પત્રો સાચા છે કે કેમ અને સાચા છે તો તે કોના દ્વારા લખવામાં આવ્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

    નોંધવું જોઈએ કે સંભલ હિંસામાં શામેલ 93 આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમના પર ટૂંક જ સમયમાં ઇનામ પણ ઘોષિત કરી દેવામાં આવશે. જે પણ તેમની ભાળ આપશે તેમને ઇનામ આપવામાં આવશે. પોલીસ અત્યાર સુધી 400થી વધુ ઉપદ્રવીઓના ફોટા જાહેર કરી ચૂકી છે અને તે તમામ પર રાષ્ટ્રીય સુરક્ષા કાનુન (રસુકા) (NSA Act) અંતર્ગત કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે પોલીસે અતર સુધીમાં હિંસામાં શામેલ ત્રણ મહિલાઓ સહિત 40 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે ઘર્ષણ દરમિયાન સક્રિય ભાગ ભજવનાર 93 લોકોની ઓળખ કરી લીધી છે. આ મામલે પોલીસે 12 જેટલી FIR દાખલ કરી છે. તપાસ માટે ગઠિત કરવામાં આવેલી વિશેષ ટીમ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. સંભલ પોલીસના જણાવ્યા અનુસાર હિંસામાં શામેલ એક પણ આરોપીને બક્ષવામાં નહીં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં