Friday, April 4, 2025
More
    હોમપેજદેશસપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે કહ્યું હતું– 'મસ્જિદ આપણી છે અને આપણી...

    સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે કહ્યું હતું– ‘મસ્જિદ આપણી છે અને આપણી જ રહેશે, સરવે થવો ન જોઈએ, ટોળાં એકઠાં કરો’: સંભલ હિંસામાં પકડાયેલા ઝફર અલીની કબૂલાત

    સરવેના દિવસે ટોળાં એકઠા કરવાનું કામ ઝફર અલીએ કર્યું હતું. ટોળાં દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાવ્યો હતો અને ફાયરિંગ પણ કરાવ્યું હતું.

    - Advertisement -

    24 નવેમ્બર, 2024ના રોજ થયેલી સંભલ હિંસાને લઈને હવે અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે, આ સમગ્ર હિંસા પાછળ સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કનો હાથ હતો. તેમને આ હિંસાના માસ્ટરમાઈન્ડ ગણવામાં આવી રહ્યા છે. જામા મસ્જિદ કમિટીના સદર અને મુસ્લિમ પક્ષના વકીલ ઝફર અલીએ SIT સામે બાબતનો ઘટસ્ફોટ કર્યો છે. વધુમાં ઝફરના મોબાઈલ ફોનમાંથી પણ અનેક પુરાવા મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

    સરકારી વકીલ હરીઓમ પ્રકાશ સૈનીએ જણાવ્યું છે કે, ઝફર અલીની જામીન અરજી શુક્રવારે (4 એપ્રિલ) ADJ સેકેન્ડ કોર્ટે ફગાવી દીધી છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, સરવેના દિવસે ટોળાં એકઠા કરવાનું કામ ઝફર અલીએ કર્યું હતું. ટોળાં દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાવ્યો હતો અને ફાયરિંગ પણ કરાવ્યું હતું. ઝફર અલીના ફોનની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું છે કે, હિંસામાં સાંસદ બર્કનો પણ હાથ હતો.

    ‘શાહી જામા મસ્જિદ આપણી છે અને આપણી રહેશે, ટોળાં એકઠા કરો’- સપા સાંસદ

    ઝફર અલીએ SIT સામે સપા સાંસદને લઈને અનેક ઘટસ્ફોટ કર્યા છે. તેણે SITને જણાવ્યું હતું કે, સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે તેમને સરવે રોકવાનું કહ્યું હતું. બર્કે કહ્યું હતું કે, “શાહી જામા મસ્જિદ આપણી છે અને આપણી જ રહેશે.” વધુમાં ઝફરે જણાવ્યું હતું કે, રમખાણો થયા બાદ બર્કે કહ્યું હતું કે, “તમે PC કરો અને જણાવો કે જેટલા પણ લોકો માર્યા ગયા છે, તે પોલીસની ગોળીઓથી મર્યા છે. પોલીસે ગેરકાયદેસર તમંચાથી ગોળીઓ ચલાવી છે.”

    - Advertisement -

    SITએ શુક્રવારે ADJ સેકેન્ડ કોર્ટમાં કેસ ડાયરી દાખલ કરી છે. જેમાં સંભલ હિંસાને લઈને અનેક ઘટસ્ફોટ થયા છે. હરિઓમ પ્રકાશ સૈની અનુસાર, જ્યારે ઝફર અલીને SITએ પૂછ્યું કે, શું સપા સાંસદને સરવે વિશેની જાણકારી નહોતી. તેના પર ઝફરે કહ્યું હતું કે, “તેમને બધી જ જાણ હતી. તેમણે 23 નવેમ્બરના રોજ ફોન કરીને સરવે વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું હમણાં સંભલની બહાર છું અને હૈદરાબાદ છું. તમે ત્યાં જ છો, તમે જામાના સદર છો, તમે લોકોને એકઠા કરી શકો છો. જામા મસ્જિદની આસપાસ ટોળાં એકઠા કરવા લાગો. હું હમણાં સંભલની બહાર છું એટલે આ કામ તમારે જ કરવું પડશે. સરવે કોઈપણ ભોગે ન થવો જોઈએ.”

    ઝફરે વધુમાં જણાવ્યું હતું કે, 24 નવેમ્બરના રોજ 7 કલાક અને 1 મિનિટથી 8 વાગ્યા સુધી પણ વાત કરી હતી. ટોળાંને એકઠા કરવા માટે મેસેજ પણ કર્યા હતા. સપા સાંસદે પોતે પણ ફોનથી વાત કરી હતી. PROના ફોનથી પણ વાત કરી હતી. નોંધનીય છે કે, પોલીસે ઝફર અલીને 23 માર્ચના રોજ પકડી પાડ્યો હતો. ચાર કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરીને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં