ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) જિલ્લામાં મળેલી રાજા-રાણી વાવમાં (Stepwell) પાછલાં 10 દિવસોથી ખોદકામ ચાલી રહ્યું છે. જેમ જેમ કામ આગળ વધી રહ્યું છે તેમ તેમ નવા ખુલાસા પણ થઇ રહ્યા છે તથા ઘણી બધી ઐતિહાસિક બાબતો સામે આવી રહી છે. ત્યારે હવે સંભલમાં પણ એક બીજી વાવ મળી આવી છે જે 20 વીઘામાં ફેલાયેલી છે જ્યાંથી લગભગ 32 કુવા (Wells) પણ મળી આવ્યા હતા. બીજી તરફ રાજા-રાણીવાવમાં 11માં દિવસે પણ ખોદકામ ચાલી રહ્યું હતું.
નોંધનીય છે કે આજથી લગભગ 10 દિવસ પહેલાં સંભલમાં એક વાવ મળી આવી હતી. ત્યારે 15 ફૂટ ખોદકામ કર્યા પછી વાવની સીડીઓ અને પ્રથમ માળ દેખાયો હતો. ત્યારે હવે 30 ડિસેમ્બરે ખોદકામ બાદ વાવનું બીજો માળ પણ માળી આવ્યો છે. સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે આ વાવ 3 માળની હતી જોકે સંપૂર્ણ ખોદકામ બાદ જ કોઈ ચોક્કસ દાવો કરી શકાશે. કારણ કે આ મામલે હજી ખોદકામ ચાલી રહ્યું છે.
મળી બીજી એક વાવ
ત્યારે હવે હવે સંભલમાં વધુ એક વાવ મળી આવી હતી. આ વાવ ગણેશપુરમાં સ્થિત છે અને તેની આસપાસના ઓરડાઓ અને સીડીઓ ખંડેરમાં ફેરવાઈ રહી છે. આ વાવ લગભગ 400 કે 450 વર્ષ જૂની હોવાનું કહેવાઈ રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વાવ લગભગ 300 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. અત્યારસુધી મળી આવેલી વાવમાં આ વાવ સૌથી વિશાળ અને અદ્ભુત છે.
નોંધનીય છે કે સંભલ જિલ્લા વહીવટીતંત્રની ટીમે ગણેશપુરમાં મળી આવેલ આ વાવનું નિરીક્ષણ કર્યું હતું તથા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી. આ મામલે એક રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે જે ટૂંક સમયમાં સંભલ ડીએમ રાજેન્દ્ર પાંસિયાને સોંપવામાં આવી શકે છે. અંદાજે 20 વીઘા વિસ્તારમાં ફેલાયેલા આ નવા વાવની આસપાસ 100થી વધુ ઓરડા મળી આવ્યા .છે

વાવમાં 32 કૂવા છે. પરંતુ કાટમાળ ભરેલો હોવાના કારણે તે ભરાઈ ગયા છે. અહેવાલો અનુસાર, આ મંદિરો અને પગથિયાં 1844માં આલમપુર ગુઢિયા ગામના રહેવાસી PACના રિટાયર્ડ ડીઆઈજીના પૂર્વજોએ બનાવ્યા હતા.વર્તમાનમાં આ વાવ જર્જરિત હાલતમાં છે, હવે પ્રશાસને હવે તેના ઇતિહાસની તપાસ શરૂ કરી છે. વાવની ચારે તરફ ઓરડા અને 32 કુવા મળી આવ્યા હતા.
આ વાવમાં એક મનોકામના મંદિર છે. તેમાં શિવ અને બાંકેબિહારી સહિત ત્રણ મંદિરો છે. જે પરિવારોએ આ મંદિર બનાવ્યું હતું તેમના પૂર્વજોએ આ મંદિરની જાળવણી માટે 120 વીઘા જમીન આ મંદિરના નામે દાનમાં આપી હતી. ગામના રહેવાસી રાકેશે જણાવ્યું કે આ મંદિર અને આ વિશાળ ઈમારત રાજાઓ અને બાદશાહોના સમયની છે પરંતુ કાળજીના અભાવે જર્જરિત થઈ ગઈ છે.