Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્દોરમાં મુસ્લિમ ટોળાએ RSSના અધિકારીને ઘેરીને તેમના પર કર્યો પથ્થરમારોઃ હિંદુ સંગઠનોએ...

    ઇન્દોરમાં મુસ્લિમ ટોળાએ RSSના અધિકારીને ઘેરીને તેમના પર કર્યો પથ્થરમારોઃ હિંદુ સંગઠનોએ કરી કડક કાર્યવાહીની માંગ

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો હંમેશા કટ્ટરવાદીઓના નિશાના પર રહ્યા જ છે. કેરળ અને બંગાળ જેવા રાજ્યોમાં તો હત્યા સુધીના બનાવો પણ બન્યા છે.

    - Advertisement -

    ઈન્દોર નજીક આવેલા ગૌતમપુરા ખાતેથી RSSના એક અધિકારી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. હિંદુ સંગઠનો પથરબાજો ઉપર સખત કાર્યવાહી માટે માંગણી કરી રહ્યા છે. તેમણે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રાખવા માટે લોકોને આહ્વાન કર્યું હતું. 

    મૂળ મામલો એવો છે કે, ઈન્દોર પાસે આવેલા દેપાલપુરના RSSના અધિકારી અમન જયસ્વાલ ગૌતમપુરા ખાતે સોમવારે રાત્રિના સમયે સંઘની એક બેઠક લઈને પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે ગામની સીમમાં કેટલાક મુસ્લિમ યુવાનોએ સૌપ્રથમ તેમની ગાડી રોકી તેમને ઘેરી વળ્યા હતા. ત્યારબાદ પથ્થરમારો કરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ વાતની જાણ આસપાસના વિસ્તારોમાં થતા હિંદુ સંગઠનો એકત્ર થયા હતા. લોકોના ગુસ્સામાં વધારો ત્યારે થયો જ્યારે સંઘના અધિકારી ફરિયાદ નોંધાવવા ગયા તો સામે ટોળા પર જરૂરી કાર્યવાહી ન કરી અને જરૂરી કાર્યવાહીમાં રુચિ પણ બતાવી નહિ. 

    જરૂરી કાર્યવાહીની માગણી ન સ્વીકારાતા હિંદુ સંગઠનોએ રાત્રે પોલીસ ચોકીએ ધરણાં પ્રદર્શન કર્યા હતા અને મંગળવારે બજાર બંધનું એલાન પણ કર્યું હતું. જેના કારણે બીજા દિવસે સવારે બજાર સજ્જડ બંધ રહ્યું હતું અને વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જેને લઇને તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં પોલીસ બળ ગોઠવી દેવામાં આવ્યું હતું. તંત્રે હિંદુ સંગઠનો સાથે વાતચીત પણ કરી પરંતુ સંગઠનો હુમલાખોરો પર કડક કાર્યવાહી થાય એવી માંગ પર અડગ રહ્યા હતા.

    - Advertisement -

    મંગળવારે સવારે બજાર બંધ અને પોલીસ ચોંકીનો ઘેરાવ કરવાના કારણે પોલીસે બે મહિલા સહિત ચાર લોકો પર કેસ નોંધ્યો હતો. પોલીસ અધિકારીએ પણ કહ્યું હતું કે ચાર લોકો પર કેસ નોધ્યો છે. જો કે હમલાખોરોનું ટોળું ઘણું મોટું હતું. જેમાંથી ફક્ત ચાર જ લોકો પર કાર્યવાહી બાબતે પણ હિંદુ સંગઠનો નારાજ છે. 

    એક વાત નોંધનીય છે કે RSS અધિકારી પર હુમલો અને પથ્થરમારો કરનારા બધા જ મુસ્લિમ સમુદાયના હતા. હુમલો કરવાનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી.  અહીં એ પણ ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો હંમેશા કટ્ટરવાદીઓના નિશાના પર રહ્યા જ છે. કેરળ અને બંગાળ જેવા રાજ્યોમાં તો હત્યા સુધીના બનાવો પણ બન્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં