Sunday, June 22, 2025
More
    હોમપેજક્રાઈમજેસલમેરથી પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં સરકારી કર્મચારી શકુર ખાનની ધરપકડ: કોંગ્રેસના...

    જેસલમેરથી પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં સરકારી કર્મચારી શકુર ખાનની ધરપકડ: કોંગ્રેસના પૂર્વ મંત્રી સાલેહ મહોમ્મદનો રહી ચૂક્યો છે PA, મિનિસ્ટરની તપાસ પણ શરૂ

    લાંબા સમયથી રાજસ્થાન પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની શકુરની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર હતી. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે શકુર ખાને 6 થી 7 વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેણે ISIના એજન્ટો સાથે સંપર્ક સાધ્યો હોવાની આશંકા છે.

    - Advertisement -

    રાજસ્થાનના જેસલમેરમાં (Jaisalmer, Rajasthan) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 28 મેના રોજ જેસલમેરમાંથી શકુર ખાન (Shakur Khan) નામના વ્યક્તિની પાકિસ્તાન માટે જાસૂસી (Pakistani Spy) કરવાના ગંભીર આરોપસર ધરપકડ કરવામાં આવી છે. શકુર ખાન રાજસ્થાન સરકારનો કર્મચારી છે અને કોંગ્રેસ પૂર્વ મંત્રીનો (Ex. Congress Minister) વ્યક્તિગત સહાયક (PA) રહી ચૂક્યો છે. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે કામ કરવાનો આરોપ છે. આ ઘટનાએ રાજ્યના રાજકીય અને સુરક્ષા વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.

    શકુર ખાન રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગમાં નોકરી કરે છે અને તેના કોંગ્રેસના પૂર્વ મંત્રી સાથે નજીકના સંબંધો હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તેની પાસે સંવેદનશીલ માહિતીની ઍક્સેસ હોવાનું માનવામાં આવે છે, જેનો ઉપયોગ તેણે પાકિસ્તાનને માહિતી પૂરી પાડવા માટે કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. લાંબા સમયથી રાજસ્થાન પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની શકુરની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર હતી. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે શકુર ખાને 6થી 7 વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેણે ISIના એજન્ટો સાથે સંપર્ક સાધ્યો હોવાની આશંકા છે.

    ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો હોવાની શંકા

    રાજસ્થાનની એન્ટી-ટેરર સ્ક્વોડ (ATS) અને ગુપ્તચર એજન્સીઓએ સંયુક્ત ઑપરેશન હેઠળ શકુર ખાનની ધરપકડ કરી હતી. તેની પાસેથી મળેલા પુરાવાઓમાં કેટલાક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે. અહેવાલ અનુસાર, શકુર ખાન ભારતની સેના, સરહદી વિસ્તારો અને અન્ય સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પૂરી પાડતો હતો. આ માહિતી ISIને ભારતની સુરક્ષા વ્યવસ્થાને નબળી પાડવા માટે ઉપયોગી થઈ શકે છે.

    - Advertisement -

    આ મામલે ભાજપ નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “રાજસ્થાન કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી સાલેહ મોહમ્મદના અંગત સહાયક શકુર ખાન પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરતા હોવાના મજબૂત પુરાવા છે. તે પાકિસ્તાની અધિકારીઓ સાથે સરહદી વિસ્તારોની ગુપ્ત માહિતી શેર કરતો હતો. શકુર ખાન એક સરકારી કર્મચારી છે અને સરકારને જાણ કર્યા વિના ઘણી વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યા છે. કોંગ્રેસના લોહીમાં જ પાકિસ્તાન તરફી વલણ રહેલું છે.”

    ઘણા સમયથી પોલીસ રાખી રહી હતી નજર

    અહેવાલ અનુસાર પાકિસ્તાન સરહદ નજીક બરોડા ગામના મંગનિયારના ધાનીનો રહેવાસી છે. તેના પર છેલ્લા કેટલાક સમયથી પોલીસ નજર રાખી રહી હતી. તેના બે બેંક ખાતા પણ પોલીસ દેખરેખ હેઠળ છે. આ ઉપરાંત ભૂતપૂર્વ મંત્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, મંત્રીને કરવામાં આવેલા ફોન કોલ્સનો હજુ સુધી કોઈ જવાબ ન મળ્યો હોવાનું સામે આવ્યું છે.

    શકુર ખાનની પૂછપરછ દરમિયાન તેના પાકિસ્તાની સંપર્કો અને જાસૂસીના નેટવર્કની વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે. સુરક્ષા એજન્સીઓ આ કેસને ગંભીરતાથી લઈ રહી છે અને આવા નેટવર્કને ખતમ કરવા માટે વધુ સતર્કતા દાખવી રહી છે. શકુર ખાનની ધરપકડથી એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થવાની સંભાવનાઓને ઉજાગર કરે છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ આવા મામલાઓને રોકવા માટે કડક પગલાં લઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં