Wednesday, March 26, 2025
More
    હોમપેજદેશપંજાબમાં AAP નેતા 20 મહિના સુધી રહ્યા એક વિભાગના મંત્રી, પછી ખબર...

    પંજાબમાં AAP નેતા 20 મહિના સુધી રહ્યા એક વિભાગના મંત્રી, પછી ખબર પડી કે આવો કોઈ વિભાગ જ નથી!

    એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિભાગ ફાળવવામાં આવ્યો હોવા છતાં મંત્રીને ન તો કોઈ સ્ટાફ અપાયો હતો કે આજ સુધી ન કોઈ બેઠક યોજાઈ હતી. 

    - Advertisement -

    આમ આદમી પાર્ટી શાસિત પંજાબમાંથી એક વિચિત્ર બાબત સામે આવી છે. અહીં સરકારના એક મંત્રીને એક એવો વિભાગ સોંપવામાં આવ્યો હતો જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ ન હતું. છેક 20 મહિના પછી સરકારના ધ્યાને આ વાત આવી અને એક સત્તાવાર નોટિફિકેશન મારફતે ચોખવટ કરવી પડી. 

    શુક્રવારે (21 ફેબ્રુઆરી) જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં પંજાબ સરકારે જણાવ્યું કે, મંત્રી કુલદીપ સિંઘ ધાલીવાલને અગાઉ ‘વહીવટી સુધારા વિભાગ’ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તેનું કોઈ અસ્તિત્વ નથી. જેથી મંત્રી હવે માત્ર NRI બાબતોનો વિભાગ જ સંભાળશે. આ વાત સત્તાવાર રીતે એક નોટિફિકેશનમાં જણાવવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે માર્ચ, 2022માં પંજાબમાં AAP સરકાર બની ત્યારબાદ ધાલીવાલને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ મે, 2023માં કેબિનેટ વિસ્તરણ દરમિયાન આ વિભાગ પરત લઈ લેવામાં આવ્યો અને NRI વિભાગ અને વહીવટી સુધારા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા. જોકે હવે ખબર પડી છે કે આ વહીવટી સુધારા વિભાગ જેવું કશું છે જ નહીં. 

    - Advertisement -

    પંજાબ સ્થિત અખબાર ‘ધ ટ્રિબ્યુન’ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિભાગ ફાળવવામાં આવ્યો હોવા છતાં મંત્રીને ન તો કોઈ સ્ટાફ અપાયો હતો કે આજ સુધી ન કોઈ બેઠક યોજાઈ હતી. 

    સોશિયલ મીડિયા પર હવે આ વિષયની ચર્ચા ચાલી રહી છે. લોકો પૂછી રહ્યા છે કે ભણેલા-ગણેલા હોવાનો દાવો કરનારાઓ જ્યાં શાસન ચલાવે છે ત્યાં છેક આ કક્ષાનો અંધેરવહીવટ ચાલી રહ્યો છે કે 20 મહિના સુધી સરકારને એ જ ધ્યાન ન રહ્યું કે આવો કોઈ વિભાગ જ નથી અને છતાં એક ભાઈ તેના મંત્રી રહ્યા. 

    બીજી તરફ ભાજપે પણ AAP પર નિશાન સાધ્યું છે. ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ લખ્યું કે, આમ આદમી પાર્ટીએ પંજાબમાં શાસનને મજાકમાં ફેરવી નાખ્યું છે. AAP મંત્રીએ 20 મહિના સુધી એવો વિભાગ ચલાવ્યો, જેનું કોઈ અસ્તિત્વ જ ન હતું. કલ્પના કરો કે 20 મહિના સુધી મુખ્યમંત્રીને એ પણ ખબર ન પડી કે મંત્રી એક ભૂતિયા વિભાગ ચલાવી રહ્યા હતા. 

    આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કાયમ સુશાસનની વાત કરીને જે રાજ્યમાં ચૂંટણી લડે ત્યાં બધું ધરમૂળથી બદલી નાખવાની વાતો કરતા રહે છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ પંજાબથી આવતા આ સમાચાર બહુ સારી રીતે સમજાવી દે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં