Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશવૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટની વિરુદ્ધના પ્રદર્શનમાં હિંસા: ઘોડા-ખચ્ચરચાલકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, CRPFના...

    વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટની વિરુદ્ધના પ્રદર્શનમાં હિંસા: ઘોડા-ખચ્ચરચાલકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, CRPFના વાહન પર પણ હુમલો; HSO ઘાયલ થયા હોવાના અહેવાલ

    મોટાભાગના ઘોડા કે ખચ્ચર ચાલકો મુસ્લિમ સમુદાયના હોય છે. તેમની રોજીરોટી હિંદુ યાત્રાળુઓને યાત્રા કરાવીને ચાલતી હોય છે. તાજેતરમાં એવા ઘણા બનાવો પણ બન્યા હતા કે જેમાં આ મુસ્લિમ લોકો પોતાના ખચ્ચરો ખૂબ થાકેલા કે બીમાર હોય છતાય તેમની પાસેથી મારી મારી કામ કરાવતા નજરે પડતા હતા. ત્યારે હિંદુ યાત્રીઓએ તેમનો વિડીયો બનાવીને તેનો ઉપયોગ ના કરવા પણ કહ્યું હતું.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) કટરા ખાતે વૈષ્ણોદેવી (Vaishno Devi) રોપવે પ્રોજેક્ટની (Ropeway Project) વિરુદ્ધમાં ઘોડા અને ખચ્ચરવાળા લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. આ પ્રદર્શને 25 નવેમ્બરે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘોડા અને ખચ્ચર ચલાવતા લોકો મોટાભાગે મુસ્લિમ સમુદાયના છે, ત્યારે આ લોકોની આગેવાની હેઠળ ચાલી રહેલ પ્રદર્શન દરમિયાન પોલીસ પર પથ્થરમારો (Stone Pelting on Police) કરવામાં આવ્યો હતો અને CRPF વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ પ્રોજેક્ટની 250 કરોડ છે જે યાત્રાળુઓની સુવિધા સરળ બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે ઘોડા અને ખચ્ચરના માલિકોએ 22 નવેમ્બરને શુક્રવારથી જમ્મુ-કાશ્મીર ખાતે આ પ્રદર્શન શરૂ કર્યું હતું. સ્થાનિક દુકાનદારો, ઘોડા-ખચ્ચર ચાલકો આ પ્રોજેક્ટથી તેમના રોજગાર પર અસર પડશે એમ કહી આ પ્રદર્શન કરી રહ્યા હતા. રવિવારે આ લોકોએ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ અને શાલીમાર પાર્કની બહાર દેખાવો કર્યા હતા. વિરોધીઓએ તેમની 72 કલાકની હડતાળને 24 કલાક વધારી દીધી હતી.

    ત્યારે 3 દિવસથી પોલીસ અને સૈન્ય બળ શાંતિપૂર્વક આ પ્રદર્શનને સાંભળી રહ્યા હતા. પરંતુ 25 નવેમ્બરે પ્રદર્શન કરી રહેલાઓમાંના કેટલાક લોકોએ પ્રદર્શન દરમિયાન પોલીસ અને CRPFના જવાનો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પ્રદર્શન દરમિયાન CRPFની એક ગાડી ત્યાંથી પસાર થઇ રહી હતી જે જોઇને ભીડ ભડકી ઉઠી અને CRPFની ગાડી પર હુમલો કરી ગાડીનો કાચ તોડી નાખ્યો.

    - Advertisement -

    જોકે પોલીસની મદદથી CRPFની ગાડી ત્યાંથી દૂર ખસેડવામાં આવી પરંતુ આ દરમિયાન જ પ્રદર્શનકારીઓએ પોલીસ પર ઇંટો ફેંકવાની શરૂ કરી દીધી હતી. અહેવાલો મુજબ પથ્થરમારા દરમિયાન કટરા પોલીસ સ્ટેશનના SHO ઘાયલ થયા હતા. આ અંગે પોલીસ અધિકારી પરમવીર સિંઘે કહ્યું હતું કે, “કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડકારરૂપ બની ગઈ હતી, અમે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અધિકારીઓ આ મામલે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.”

    ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ દેખાવકારોને રોજગાર અંગે ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ અને સ્થાનિક લોકોના પુનર્વસન અંગે ડિવિઝનલ કમિશનરની અધ્યક્ષતામાં વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે વિકાસના કામોની સાથે સ્થાનિક લોકોની ચિંતાઓને પણ દૂર કરવામાં આવશે.

    બીજી તરફ પ્રદર્શનકારીઓ તેમની માંગ પર અડગ છે અને વિરોધ કરી રહેલી સમિતિએ કહ્યું છે કે તેઓ આગામી રણનીતિ નક્કી કરવા માટે ફરીથી બેઠક કરશે. પ્રદર્શનકારીઓએ વહીવટીતંત્રને સ્પષ્ટ કહ્યું છે કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે. આજે પથ્થરમારા અને પોલીસ તથા CRPFની ગાડી પર હુમલા બાદ પ્રશાસન માટે આ મામલો વધુ ગંભીર બન્યો છે.

    નોંધનીય છે કે મોટાભાગના ઘોડા કે ખચ્ચર ચાલકો મુસ્લિમ સમુદાયના હોય છે. તેમની રોજીરોટી હિંદુ યાત્રાળુઓને યાત્રા કરાવીને ચાલતી હોય છે. તાજેતરમાં એવા ઘણા બનાવો પણ બન્યા હતા કે જેમાં આ મુસ્લિમ લોકો પોતાના ખચ્ચરો ખૂબ થાકેલા કે બીમાર હોય છતાય તેમની પાસેથી મારી મારી કામ કરાવતા નજરે પડતા હતા. ત્યારે હિંદુ યાત્રીઓએ તેમનો વિડીયો બનાવીને તેનો ઉપયોગ ના કરવા પણ કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં