કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમનાં ભાષણોમાં કશુંક અટપટું બોલી નાખે એ હવે સામાન્ય બાબત થઈ ગઈ છે, પરંતુ તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra) તાજેતરમાં આવું કર્યું. નવાં-નવાં સંસદસભ્ય બનેલાં પ્રિયંકા ગાંધીએ શુક્રવારે (13 ડિસેમ્બર) સંસદમાં (Parliament) પહેલી વખત સંબોધન કર્યું અને આ પહેલા જ સંબોધનમાં ગોટાળો વાળી દીધો.
બન્યું એવું કે પ્રિયંકા ગાંધી લોકસભામાં ચાલતી બંધારણ દિવસની ચર્ચા પર કોંગ્રેસ તરફથી જવાબ આપી રહ્યાં હતાં. દરમ્યાન, તેઓ તેમના ભાઈ અને પાર્ટીનો પ્રિય ઉદ્યોગપતિઓવાળો મુદ્દો લઈ આવ્યાં. પરંતુ આ દરમિયાન તેમણે એક ગફલત કરી નાખી અને સરકારને ઘેરવા જતાં પોતાની પાર્ટીની જ સરકારને ઘેરી બેઠાં.
પ્રિયંકા ગાંધીએ અજાણતાંમાં સંબોધનમાં હિમાચલ પ્રદેશ સરકારનો ઉલ્લેખ કરી દીધો હતો, જ્યારે ત્યાં તો તેમની જ પાર્ટીની સરકાર છે. તેમનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
𝐖𝐡𝐞𝐧 𝐲𝐨𝐮 𝐤𝐧𝐨𝐰 𝐭𝐡𝐞 𝐫𝐞𝐚𝐥𝐢𝐭𝐲!
— BJP (@BJP4India) December 13, 2024
Priyanka Gandhi attacked Himachal Pradesh Government without realising it's her own party in power in the state!
Watch👇🏻 pic.twitter.com/PVWqKi8pM4
સંબોધનમાં પ્રિયંકા ગાંધી વાડ્રા કહે છે કે, “આજે હિમાચલમાં જુઓ…જેટલા પણ કાયદા બન્યા છે તે બધા ઉદ્યોગપતિઓ માટે બને છે. હિમાચલમાં જે સફરજન ઉગતાં હતાં…તેના જે નાના-નાના ખેડૂતો છે, એ રડે છે. કારણ કે એક વ્યક્તિ માટે બધું જ બદલી નાખવામાં આવી રહ્યું છે.”
હવે અહીં હિમાચલ પ્રદેશમાં તો કોંગ્રેસ પાર્ટીની જ સરકાર છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થયા બાદ પાર્ટીએ અહીં સરકાર બનાવી હતી અને સુખવિંદર સિંઘ સુક્ખુ મુખ્યમંત્રી છે.
આ વિડીયો પોસ્ટ કરીને ભાજપ આઈટી સેલ હેડ અમિત માલવિયાએ લખ્યું, “પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશ સરકારની ટીકા કરી, કદાચ તેઓ ભૂલી ગયાં કે ત્યાં તેમની જ કોંગ્રેસ પાર્ટી સત્તામાં છે. જોકે, એવું નથી કે આ ટીકા કોઈ સારા ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હોય, આ બીજું કશું નહીં પણ તેમનામાં જાણકારીનો અભાવ દર્શાવે છે, તેમના ભાઈ રાહુલ ગાંધીની જેમ જ. આ રાજકીય સર્કસ હજુ તો શરૂ જ થયું છે.”
Priyanka Gandhi criticized the Himachal Pradesh government, seemingly unaware that her own party, the Congress, is in power there.
— Amit Malviya (@amitmalviya) December 13, 2024
This isn’t driven by any noble intent—it’s just another example of her lack of awareness, much like her brother Rahul Gandhi.
The political circus… pic.twitter.com/nGWVzVHqX3
રાહુલ ગાંધીએ ભૂતકાળમાં ઘણી વખત ભાષણોમાં લોચા માર્યા છે. ત્યારે હવે તેમનાં બહેને સંસદના પહેલા જ ભાષણમાં આવી ગડબડ કરતાં ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યાં હતાં. તેઓ અદાણી મુદ્દે સરકારને ઘેરવા તો ગયાં, પણ અંતે પોતાની અને પાર્ટીની જ ફજેતી કરાવી અને મુદ્દો બાજુ પર રહી ગયો.