Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમબેંગ્લોર હત્યા કેસમાં મુખ્ય સંદિગ્ધનો આપઘાત, ઓડિશામાં ઝાડ સાથે લટકતો મળ્યો: સ્યુસાઇડ...

    બેંગ્લોર હત્યા કેસમાં મુખ્ય સંદિગ્ધનો આપઘાત, ઓડિશામાં ઝાડ સાથે લટકતો મળ્યો: સ્યુસાઇડ નોટમાં મહાલક્ષ્મીની હત્યા કર્યાનું કબૂલ્યું

    મહાલક્ષ્મી નામની આ 26 વર્ષીય યુવતીની બેંગલોરમાં હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ તેની લાશના લગભગ 59 જેટલા ટુકડા કરીને ફ્રિજમાં ભરી દેવામાં આવ્યા હતા. આ ટુકડા તેના અપાર્ટમેન્ટમાંથી જ મળ્યા હતા. 

    - Advertisement -

    બેંગ્લોર શહેરમાં ફ્રિજમાંથી એક યુવતીની લાશ મળી આવ્યા બાદ આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી ત્યાં હવે જાણવા મળી રહ્યું છે કે કેસના મુખ્ય સંદિગ્ધે આપઘાત કરી લીધો છે. તેની ઓળખ મુક્તિરંજન પ્રતાપ રોય તરીકે થઈ છે. 

    30 વર્ષીય મુક્તિરંજન રોય ફરાર હતો, જે બુધવારે (25 સપ્ટેમ્બર) તેના ગામમાં એક ઝાડ સાથે લટકતો મળી આવ્યો. ઓડિશા પોલીસે પછીથી બેંગ્લોર પોલીસને જાણ કરી હતી, જેઓ આ જ વિસ્તારમાં સંદિગ્ધને શોધી રહ્યા હતા. તે મંગળવારે તેના ગામમાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    પોલીસે જણાવ્યા અનુસાર, તેમને મુક્તિરંજનની ડાયરી મળી છે, જેમાં તેણે મહિલાની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે મહાલક્ષ્મી નામની આ 26 વર્ષીય યુવતીની બેંગલોરમાં હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ તેની લાશના લગભગ 59 જેટલા ટુકડા કરીને ફ્રિજમાં ભરી દેવામાં આવ્યા હતા. આ ટુકડા તેના અપાર્ટમેન્ટમાંથી જ મળ્યા હતા. 

    - Advertisement -

    સ્યુસાઇડ નોટ પરથી બેંગ્લોર પોલીસે પુષ્ટિ કરી છે કે આ હત્યા કેસનો આરોપી મુક્તિરંજન રોય જ હતો. તેમના જણાવ્યા અનુસાર, તે અને મહાલક્ષ્મી બંને સહકર્મચારીઓ હતાં અને મહિલાના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોય તે તેને મંજૂર ન હતું. જોકે, સ્યુસાઇડ નોટમાં અન્ય વ્યક્તિ કોણ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

    અહીં ઉલ્લેખનીય છે કે મહિલા પરણિત હતી, પરંતુ તેના પતિથી અલગ બેંગ્લોરમાં રહેતી હતી. થોડા દિવસ પહેલાં તેની હત્યા થઈ હોવાનું માલૂમ પડતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં