Friday, May 3, 2024
More
    હોમપેજદેશશાળાની બાળકીઓએ PM મોદીને બાંધી રાખડી, પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખ પણ...

    શાળાની બાળકીઓએ PM મોદીને બાંધી રાખડી, પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખ પણ દિલ્હી પહોંચ્યાં..: અમદાવાદની મહિલાઓએ બાંધી સોનાની રાખડી

    દિલ્હીની અનેક શાળાઓની બાળાઓએ પીએમ મોદીને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ વખતનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં કેટલીક બાળાઓ ચહેરા પર સ્મિત સાથે નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી જોવા મળી રહી છે.

    - Advertisement -

    આજે આખા દેશમાં લોકોએ ધામધૂમથી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવ્યો. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેદ્ર મોદીને પણ આખા દેશમાંથી બહેનોએ રાખડીઓ મોકલીને ભાઈ બહેનના આ પવિત્ર તહેવારની ઉજવણી કરી. આજે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને વડાપ્રધાન મોદીને શાળાની બાળકીઓએ રાખડી બાંધી હતી. દેશની અનેક બહેનોએ પોસ્ટ દ્વારા પણ પોતાના માનીતા ભાઈને રાખડીઓ મોકલી. આટલું જ નહીં, મૂળ પાકિસ્તાનનાં અને વડાપ્રધાન મોદીને છેલ્લાં ત્રણ દાયકાથી દર રક્ષાબંધને રાખડી બાંધતાં કમર મોહસિન શેખ પણ દિલ્હી પહોંચ્યાં હતાં.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રક્ષાબંધનની ઉજવણી શરૂ થઇ એક પોસ્ટથી. સૌપ્રથમ PM મોદીએ X (અગાઉનું ટ્વિટર) પર આખા દેશને રક્ષાબંધનના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાને લખ્યું હતું કે, “મારા તમામ પરિવારજનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. બહેન અને ભાઈના વચ્ચે અતૂટ વિશ્વાસ અને અગાધ પ્રેમને સમર્પિત રક્ષાબંધનનું આ પવન પર્વ આપણી સંસ્કૃતિનું પવિત્ર પ્રતિબિંબ છે. હું કામના કરું છું કે આ પર્વ દરેક લોકોના જીવનમાં સ્નેહ, સદભાવ અને સૌહાર્દની ભાવના પ્રગાઢ કરે.”

    શાળાની બાળકીઓ સાથે ઉજવી રક્ષાબંધન

    સૌથી પહેલા વાત કરીએ દિલ્હીની, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક શાળાની નાની-નાની બાળાઓના હાથે રાખડી બંધાવીને આજનો આ પવિત્ર તહેવાર ઉજવ્યો હતો. દિલ્હીની અનેક શાળાઓની બાળાઓએ પીએમ મોદીને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ વખતનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં કેટલીક બાળાઓ ચહેરા પર સ્મિત સાથે નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી જોવા મળી રહી છે. નાની-નાની ખુરશીઓ પર બેઠેલી આ વિદ્યાર્થીનીઓ પાસે રાખડી બંધાવવા વડાપ્રધાન મોદી નીચે નમીને રાખડી બંધાવી રહ્યા છે. દેશના વડાપ્રધાનને રાખડી બાંધીવાનો રાજીપો બાળાઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

    - Advertisement -

    હિંદુ-મુસ્લિમ બહેનોએ વડાપ્રધાનના કટઆઉટને ત્રણ તોલાના સોનાના શિવલિંગવાળી રાખડી બાંધી

    રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જમાલપુર વિસ્તારની મુસ્લિમ બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટને સોનાના શિવલિંગવાળી રાખડી બાંધી હતી. આ શિવલિંગની રાખડી આશરે ત્રણ તોલાની હતી. ભાઈ બહેનના આ પવિત્ર તહેવારની ઉજવણીમાં હિંદુ બહેનો પણ જોડાઈ હતી અને વડાપ્રધાનના કટઆઉટને રાખડી બાંધીને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીની સરકારે મુસ્લિમ મહિલાઓ માટે દોજખ ગણાતાં ત્રિપલ તલાક અને તેના જેવાં અનેક દૂષણો દૂર કર્યાં છે. જેને લઈને મુસ્લિમ મહિલાઓ અવારનવાર વડાપ્રધાનનો આભાર માનતી જોવા મળે છે.

    વડાપ્રધાન મોદીના કટઆઉટને સોનાની રાખડી બાંધતી અમદાવાદની મુસ્લિમ બહેનો (ફોટો મીડડે)

    વડાપ્રધાન મોદીને રાખડી બાંધવા દિલ્હી આવ્યાં કમર શેખ, 29 વરસથી મોકલે છે રાખડી

    મૂળ પાકિસ્તાનનાં કમર મોહસિન શેખ છેલ્લાં ત્રીસ વર્ષથી વડાપ્રધાનને દર રક્ષાબંધને રાખડી બાંધે છે. આ વર્ષે પણ તેઓ દિલ્હી પહોંચ્યાં હતાં. તેમણે PM મોદીને રેશમના દોરાથી તૈયાર કરેલી હાથબનાવટની રાખડી બાંધી હતી અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. 

    રક્ષાબંધનની ઉજવણી બાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, હું તેમને રાખડી બાંધી શકી એ બહુ મોટી વાત છે. આ વખતે પણ મેં મારા હાથથી રાખડી બાંધી હતી અને જેમાં એક આંખ પણ બનાવી હતી. કારણ કે ચૂંટણી આવી રહી છે તો તેમને કોઈ નજર ન લાગે અને તેમાં તેઓ ફરી વિજયી બને. તેમણે કહ્યું કે, તેઓ 1988-89ના ગાળાથી મોદીને ઓળખે છે અને છેલ્લાં 29 વર્ષથી રાખડી બાંધતાં આવ્યાં છે. 

    વડાપ્રધાન મોદીને રાખડી બાંધતા પાકિસ્તાની બહેન કમર શેખ (ફોટો સાભાર સંદેશ)
    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં