મહાકુંભ (Prayagraj Mahakumbh 2025) સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) પ્રયાગરાજનું મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સમાપન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જેમાં મીડિયા, સફાઈકર્મીઓ (Sanitation Workers), પોલીસ અધિકારીઓ (Police officers) સહિતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારપછી તેમણે સાંજના સમયે સફાઈકર્મીઓ તથા વ્યવસ્થામાં જોડાયેલ પોલીસકર્મીઓ સાથે ભોજન પણ ગ્રહણ કર્યું હતું. ભોજન બાદ એક પોલીસકર્મીએ તેમનો અનુભવ શેર કર્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે CM યોગી સાથે ભોજન કર્યા બાદ એવું લાગ્યું કે જાણે 4.5 કલાકની જ ડ્યુટી કરી હોય.
નોંધનીય છે કે CM યોગી મહાકુંભ ખાતે તૈનાત સફાઈકર્મીઓ તથા પોલીસ અધિકારીઓ સાથે ભોજન લઈ રહ્યા હોય એવા વિડીયો સામે આવ્યા હતા. આ વિડીયોમાં જે અધિકારી CMની એકદમની બાજુમાં બેઠા હતા તેમની સાથે ન્યુઝ એજન્સી ANIએ વાતચીત કરી હતી. આ દરમિયાન પોલીસકર્મીએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત તેઓએ CM યોગીના વખાણ પણ કર્યા હતા.
#WATCH | Prayagraj: Sub-Inspector Uday Bhan Upadhyay says, "I feel extremely fortunate that I got to sit with CM Yogi Adityanath and have dinner which was organised for police personnel. After 4.5 months of extreme hardwork, we got this golden opportunity, which now makes it feel… https://t.co/1aC37Ls8Lg pic.twitter.com/xrDAp18Yr1
— ANI (@ANI) February 27, 2025
તેમણે કહ્યું હતું કે, “આ અમારું સૌભાગ્ય છે કે મને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બેસવાનો અને પોલીસકર્મીઓ માટે આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપવાનો અવસર મળ્યો. 4.5 મહિનાની મહેનત પછી, અમને આ સુવર્ણ તક મળી. જેના કારણે હવે એવું લાગે છે કે અમે ફક્ત 4.5 કલાક જ ફરજ બજાવી છે… આ અનુભવ બિલકુલ નવો હતો.”
તેમણે કહ્યું હતું કે, “અમે ચાર ભાઈઓ છે. આ ચાર ભાઈ અને મારો પુત્ર બધા જ કુંભમાં પોસ્ટેડ હતા. હું સંભલ જિલ્લામાંથી આવું છું અને છેલ્લા 4.5 મહિનાથી કુંભમાં પોસ્ટેડ છું… જ્યારે CM યોગી સાથે જ્યારે વાત થઈ કે મારો પુત્ર પણ કુંભમાં જ પોસ્ટેડ છે ત્યારે તેમણે તેને બોલાવ્યો. યોગી મહારાજે મારા પુત્રને આશીર્વાદ પણ આપ્યા હતા.”
સફાઈ કર્મચારીઓને આપી ગિફ્ટ
નોંધનીય છે કે CM યોગીએ 27 ફેબ્રુઆરીના કાર્યક્રમ દરમિયાન સફાઈકર્મીઓ માટે વિશેષ જાહેરાત પણ કરી હતી. તે અનુસાર પ્રયાગરાજ કુંભમાં તૈનાત કરાયેલા સફાઈ કર્મચારીઓને તેમની મહેનત અને સમર્પણ માટે ₹10,000નું વધારાનું બોનસ આપવામાં આવશે. આ ઉપરાંત, આરોગ્ય કર્મચારીઓને ₹5 લાખનું આરોગ્ય વીમા કવચ આપવામાં આવશે. એપ્રિલથી કર્મચારીઓના ખાતામાં બોનસની રકમ જમા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે એપ્રિલથી આ કર્મચારીઓને લઘુત્તમ વેતન ₹16000 આપવાનો નિર્ણય પણ લીધો હતો.