Friday, November 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોદીના અબ્બાસ વિશે જાણ્યું, હવે જાણો હવે યોગીના અંગત હિસાબનીશ યાસીન અંસારી...

    મોદીના અબ્બાસ વિશે જાણ્યું, હવે જાણો હવે યોગીના અંગત હિસાબનીશ યાસીન અંસારી વિશે

    યોગી આદિત્યનાથની ગૌશાળામાં ૪૦૦થી વધુ ગૌ માતા છે હવે તેની સંભાળ રાખનાર પણ એક મુસ્લિમ છે જેનું નામ છે ‘માન મોહમંદ” છે. 

    - Advertisement -

    થોડા દિવસ પુર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તેમની માતાના ૧૦૦માં જન્મદિવસ નિમિતે એક બ્લોગ લખ્યો હતો. જેમા તેમણે તેમના પિતાના મુસ્લિમ મિત્રના દેહાંત બાદ તેમનો દિકરો અબ્બાસ નરેન્દ્ર મોદીના ઘરે રહ્યા હતા. આ વાત લખતાની સાથે જ મોદી સમર્થકો અને મોદી વિરોધીઓ બંન્ને આશ્ચર્યમાં મુકાયા હતા. કારણ કે દેશનો એક ચોક્કસ વર્ગ મોદીને મુસ્લિમ વિરોધી ચિતરવામાં કોઈ કચાશ રાખી નહોતી. તેના કારણે એક સામન્ય જન માનસમાં પણ મોદી મુસ્લિમ વિરોધી છે તેવી ધારણાઓ ફરે છે.

    મિડીયા રિપોર્ટે અબ્બાસ નામના વ્યક્તિની તપાસ કરતા તેઓ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે અને નિવૃત અધિકારી છે. તેમણે પણ નરેન્દ્ર મોદી દ્વારા કહેલી વાતને સમર્થન આપ્યું હતું.

    નરેન્દ્ર મોદી કરતા પણ કટ્ટર હિંદુવાદી છબી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આમ જન માનસમાં છે. યોગીને પણ કટ્ટર મુસ્લિમ વિરોધી ચિતરી દેવામાં આવ્યા છે. પરંતુ જેમ નરેન્દ્ર મોદીએ અબ્બાસની વાત કરી તે જ રીતે યોગી આદિત્યનાથ સાથે પણ મુસ્લિમ વ્યક્તિ જોડાયેલ છે જેના વિશે જાણીને તમારી ઘણી બધી ધારણાઓ તુટશે.

    - Advertisement -

    યોગી આદિત્યનાથના મઠમાં છેલ્લા ૩૫ વર્ષથી મઠનો તમામ હિસાબ રાખનાર એક મુસ્લિમ પરિવાર છે જેમાના એક ‘યાસિન અંસારી’ છે. તમને પણ નવાઈ લાગી જ હશે પરંતુ આ જ સત્ય છે. કેટલાય વર્ષોથી યાસિન અંસારી ગોરખનાથ મંદિરનો તમામ હિસાબ સાથે છે. મંદિરના અંદર કોઈ પણ નવીનીકરણ થાય છે તે પણ યાસિન અંસારીના નેજા હેઠળ જ થાય છે તેઓેએ મિડીયા સાથેની એક વાતચીતમાં જણાવ્યું છે “મારા પહેલા મારા કાકા નિસાર અહેમદ જેઓ મારા પહેલા વ્યવસ્થાપક હતા, ઈ.સ. ૧૯૮૪માં મંદિર નિર્માણ થયું તેના સુપરવાઇઝર પણ તેઓ જ હતા. જેમણે ગોરખનાથ મઠની મોટા ભાગના મંદિરો અને મકાનો તેમણે જ ડિઝાઈન કર્યા હતા.”

    તમને હજુ પણ જાણીને નવાઈ લાગે તેવી વાત ઉમેરું છુ યોગી આદિત્યનાથનો ગૌપ્રેમ જગ જાહેર છે. તેઓની ગૌશાળામાં ૪૦૦થી વધુ ગૌ માતા છે હવે તેની સંભાળ રાખનાર પણ એક મુસ્લિમ છે જેનું નામ છે ‘માન મોહમંદ” છે. 

    આ સિવાય પણ મઠ પરિસરની મોટા ભાગની દુકાનોમાં મુસ્લિમો રોજગાર મેળવે છે તેઓ હંમેશા કહેતા હોય છે કે છોટે મહારાજ (યોગી આદિત્ય નાથ) અમને હંમેશા માનથી જ બોલાવે છે.

    આ બંન્ને બાબતો પરથી સાબિત થાય છે કે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની છબી મુસ્લિમો વિરોધી બનાવી દેવાઈ છે પરંતુ તેઓ છે નહી, ભારત દેશમાં એક ચોક્કસ વર્ગ છે જે હિદૂત્વ વિરોધી છે જે પણ વ્યક્તિ હિદૂત્વની વાત કરે છે તે વ્યક્તિને આ લોકો મુસ્લિમ વિરોધી સાબિત કરી દય છે. ભારતીય રાજનિતીમાં મુસ્લિમ વોટ બેંક પર હંમેશા રાજકીય પક્ષોની નજર રહી જ છે માટે સેકુલર દળોએ મુસ્લિમ વોટ મેળવવા માટે મોદી અને યોગીની છબી બગાડવાનો કારશો ઘડ્યો.

    મુસ્લિમ સમાજ પણ આવા બૌદ્ધિક લોકોની વાતમાં આવીને આ બે વ્યક્તિનો કટ્ટર વિરોધ કરી તમામ હદો પાર કરી પરંતુ કોઈ દિવસ આત્મખોજ કર્યો નહી. આજે આ બન્ને વ્યક્તિ સત્તાના મુખ્ય કેન્દ્ર છે મુસ્લિમ સમાજને સત્તા કેન્દ્રોથી દુર રાખવા માટે સેકુલર લોકો અને તેમના જ સમાજના કેટલાક કટ્ટર માનસિકતાના લોકો જવાબદાર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં