Tuesday, October 8, 2024
More
    હોમપેજદુનિયા'ભારત સાથે સંબંધોને મજબૂત કરવા હું પ્રતિબદ્ધ છું': માર્ક્સવાદી વિચારધારાના સમર્થક શ્રીલંકાના...

    ‘ભારત સાથે સંબંધોને મજબૂત કરવા હું પ્રતિબદ્ધ છું’: માર્ક્સવાદી વિચારધારાના સમર્થક શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ અભિનંદન બદલ PM મોદીનો માન્યો આભાર

    દિસનાયકેએ સોશિયલ મીડિયા દ્વારા PM મોદીએ પાઠવેલા અભિનંદનનો જવાબ આપ્યો હતો અને PM મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “વડાપ્રધાન મોદી, તમારા શબ્દો અને સમર્થન માટે આભાર. હું આપણા રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે તમારી સાથે પ્રતિબદ્ધ છું."

    - Advertisement -

    આર્થિક સંકટોનો સામનો કરી રહેલ શ્રીલંકાને (Sri Lanka) 22 સપ્ટેમ્બરે તેના 10મા રાષ્ટ્રપતિ મળ્યા છે. 56 વર્ષીય અનુરા કુમારા દિસાનાયકે (Anura Kumara Dissanayake) સામગી જન બાલાવેગયા (SJB)ના સાજીથ પ્રેમદાસાને હરાવીને રાષ્ટ્રપતિ (President) પદ પર ચૂંટાયા હતા. તથા 23 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. જીત મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, તેમણે સદીઓથી જે સપનું જોયું હતું તે હવે સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, લાખો આશા અને આશાભરી આંખોનાં કારણે અમે એટલા આગળ આવ્યા છીએ અને અમે ફરીથી ઈતિહાસ રચવા તૈયાર છીએ. તેમણે જીતનો શ્રેય સિંહાલી, તમિલ અને તમામ શ્રીલંકાના લોકોને આપ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, અનુરા કુમારા દિસાનાયકે નેશનલ પીપલ્સ પાવર અને જનતા વિમુક્તિ પેરામુના પાર્ટીના નેતા છે. તથા કોલંબોથી સાંસદ પણ રહી ચુક્યા છે. નેશનલ પીપલ્સ પાવર (NPP) દ્વારા તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે 23 સપ્ટેમ્બર સોમવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો.

    શપથ લીધા પછી તેમના સંક્ષિપ્ત સંબોધનમાં, દિસાનાયકેએ આગળના મહત્વપૂર્ણ પડકારોને સ્વીકાર્યા અને કટોકટીનો સામનો કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમે નથી માનતા કે એક સરકાર, એક પક્ષ અથવા કોઈ વ્યક્તિ આ ઊંડા સંકટને ઉકેલવામાં સક્ષમ હશે.” ઉપરાંત તેમણે લોકશાહી અંગે કહ્યું હતું કે, “અમે રાજકીય પ્રણાલીમાં લોકોનું સન્માન અને વિશ્વાસ પાછો મેળવવા માટે બનતા પ્રયત્નો કરીશું… આપણે લોકશાહીને મજબૂત કરવાની જરૂર છે. હું લોકશાહીની રક્ષા માટે મારા સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા કરું છું.”

    - Advertisement -

    દિસાનાયકેની જીતની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર અભિનંદન પાઠવતા લખ્યું હતું કે, “શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ દિસાનાયકેને અભિનંદન. શ્રીલંકા ભારતની પાડોશી પ્રથમ નીતિ અને વિઝન સાગરમાં વિશેષ સ્થાન ધરાવે છે. હું અમારા લોકો અને સમગ્ર ક્ષેત્રના લાભ માટે આપણા બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા તમારી સાથે મળીને કામ કરવા આતુર છું.”

    દિસનાયકેએ પણ સોશિયલ મીડિયા દ્વારા જ PM મોદીએ પાઠવેલા અભિનંદનનો જવાબ આપ્યો હતો અને PM મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “વડાપ્રધાન મોદી, તમારા શબ્દો અને સમર્થન માટે આભાર. હું આપણા રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે તમારી સાથે પ્રતિબદ્ધ છું. આપણે સાથે મળીને આપણા લોકો અને સમગ્ર ક્ષેત્રના લાભ માટે સહકાર વધારવાની દિશામાં કામ કરી શકીએ છીએ.”

    અનુરા કુમારા દિસાનાયકે તેમની માર્ક્સવાદી વિચારધારા અને ચીનના સમર્થક હોવા માટે જાણીતા છે. આ સિવાય તેઓ ક્યારેય ભારત દ્વારા શ્રીલંકામાં કરવામાં આવતા હસ્તક્ષેપના સમર્થક રહ્યા નથી. તાજેતરમાં, તેમણે શ્રીલંકામાં 484 મેગાવોટ માટે અદાણી જૂથનો 444 કરોડનો સોદો રદ કરવાની પણ વાત કરી હતી. તેમણે પ્રચાર દરમિયાન એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ આ પ્રોજેક્ટને રદ કરી દેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં