Sunday, March 16, 2025
More
    હોમપેજદેશ'રોહિંગ્યાઓને આપવામાં આવે રાશન, શિક્ષણ, આરોગ્ય'- સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો: જે વકીલે...

    ‘રોહિંગ્યાઓને આપવામાં આવે રાશન, શિક્ષણ, આરોગ્ય’- સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો: જે વકીલે દાખલ કરી છે અરજી, તેનું સોરોસ સાથે પણ કનેક્શન

    આ NGOએ દાખલ કરેલ અરજીમાં કેન્દ્ર અને દિલ્હી સરકારોને આધાર કાર્ડ કે ભારતીય નાગરિકતા ન હોવા છતાં રોહિંગ્યા બાળકોને મફત શિક્ષણ આપવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    ‘રોહિંગ્યા હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ’ (Rohingya Human Rights Initiative) નામના એક NGOએ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી દાખલ કરીને શરણાર્થીઓ માટે સુવિધાઓની માંગણી કરી છે. NGOએ અરજીમાં જણાવ્યું હતું કે કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારોને દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓને શાળાઓ અને હોસ્પિટલોની સુવિધા પૂરી પાડવાનો નિર્દેશ આપવો જોઈએ. 10 ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંઘની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. રોહિંગ્યા માટે સુવિધાઓ માંગી રહેલ ગોન્ઝાલ્વિસના જ્યોર્જ સોરોસ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે.

    ગત મહિને સુપ્રીમ કોર્ટે અરજી કરનાર NGOને નિર્દેશ આપ્યો હતો કે તેઓ દિલ્હીમાં રોહિંગ્યા શરણાર્થીઓ કયાં-કયાં સ્થળોએ સ્થાયી થયા છે અને તેમને કઈ-કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તે વિશે કોર્ટને માહિતી આપે. અરજદાર વતી હાજર રહેલા એડવોકેટ કોલિન ગોન્ઝાલ્વિસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રોહિંગ્યા ‘શરણાર્થીઓ’ પાસે આધાર કાર્ડ ન હોવાને કારણે તેમને શાળાઓ અને હોસ્પિટલોમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવે છે.

    કોલિન ગોન્ઝાલ્વિસે કહ્યું, “તેઓ એવા શરણાર્થીઓ છે જેમની પાસે UNHCR (યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસ) કાર્ડ છે અને તેથી તેમની પાસે આધાર કાર્ડ ન હોઈ શકે. પરંતુ આધાર કાર્ડના અભાવે તેમને સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.” તેમણે કહ્યું કે રોહિંગ્યા શાહીન બાગ અને કાલિંદી કુંજમાં ઝૂંપડપટ્ટીમાં અને ખજુરી ખાસમાં ભાડાંનાં મકાનોમાં રહે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ NGOએ દાખલ કરેલ અરજીમાં કેન્દ્ર અને દિલ્હી સરકારોને આધાર કાર્ડ કે ભારતીય નાગરિકતા ન હોવા છતાં રોહિંગ્યા બાળકોને મફત શિક્ષણ આપવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. PILમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ રોહિંગ્યા ‘શરણાર્થીઓ’ ને સરકાર પાસેથી ઓળખ કાર્ડ માંગ્યા વિના ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન સહિતની તમામ પરીક્ષાઓમાં બેસવાની મંજૂરી આપવામાં આવે.

    અરજીમાં શિક્ષણ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં પણ રોહિંગ્યા મુસ્લિમો માટે મફત આરોગ્યસંભાળ સેવાઓ તેમજ અંત્યોદય અન્ન યોજના હેઠળ ઉપલબ્ધ સબસિડીવાળા અનાજની માંગ કરવામાં આવી છે. વાસ્તવમાં આ NGO અને ગોન્ઝાલ્વિસ ઇચ્છે છે કે ભારતીય નાગરિકને મફતમાં મળતી બધી સુવિધાઓ શરણાર્થી દરજ્જો ધરાવતા આ ગેરકાયદેસર ઘૂસણખોરોને પણ મળે.

    કોણ છે ગોન્ઝાલ્વિસ?

    એડવોકેટ કોલિન ગોન્ઝાલ્વિસ હ્યુમન રાઇટ્સ લો નેટવર્કના (HRLN) સ્થાપક છે. તે સામાજિક-કાનૂની માહિતી કેન્દ્રના નેજા હેઠળ કાર્ય કરે છે. જેને અગાઉ જ્યોર્જ સોરોસના NGO તરફથી ભંડોળ મળ્યું છે. HRLNએ ISKCONના અક્ષય પાત્ર વિરુદ્ધ અભિયાન, ભારતીય રાજદ્રોહ કાયદા વિરુદ્ધ અભિયાન અને ભારતમાં રોહિંગ્યા મુસ્લિમોને મફત કાનૂની સહાય પૂરી પાડવા જેવા પ્રયાસોમાં ભાગ ભજવ્યો છે.

    તેઓ RTE કાયદાના અમલીકરણ માટે સક્રિયતામાં પણ સામેલ રહ્યા છે, જે હિંદુ સંચાલિત સંસ્થાઓ વિરુદ્ધ કામ કરે છે. અહેવાલો અનુસાર ગોન્ઝાલ્વિસના HRLNને 2020ના CAA વિરોધી હુલ્લડબાજોનો કોર્ટમાં બચાવ કરવા માટે ચાર યુરોપિયન ચર્ચો પાસેથી ₹50 કરોડ પણ મળ્યા હતા. આ ઉપરાંત, HRLN દેશભરમાં એવાં ઘણા સંગઠનો સાથે પણ સંકળાયેલું છે જે ભારતની પ્રાદેશિક અખંડિતતાને નબળી પાડવા માંગે છે.

    રોહિંગ્યા હ્યુમન રાઇટ્સ ઇનિશિએટિવ (R4R)

    રોહિંગ્યા માનવ અધિકાર પહેલની સ્થાપના અને નોંધણી વર્ષ 2017માં થઈ હતી. તેને ગ્લોબલ સ્ટેટલેસનેસ ફંડ (GSF) તરફથી ભંડોળ મળે છે. GSF નેધરલેન્ડ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓન સ્ટેટલેસનેસ એન્ડ ઇન્ક્લુઝનનો પ્રોજેક્ટ છે. જેને જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન તરફથી ભંડોળ મળે છે, જે વિશ્વભરમાં સરકારોને ઉથલાવી પાડવાના પ્રયાસો માટે કુખ્યાત બન્યું છે.

    રોહિંગ્યા હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ ખાતે શિક્ષણ અને આંદોલન નિર્માણના નિર્દેશક અલી જોહર, રેફ્યુજીસ ઇન્ટરનેશનલના (RI) પ્રથમ રેફ્યુજી ફેલો પ્રોગ્રામમાં ફેલો હતા. અલી જોહર (મૌંગ થીન શ્વે) 2005માં ભારત આવ્યા હતા. તે મૂળ મ્યાનમારના રાખાઇન રાજ્યના વતની છે. RIના અધ્યક્ષ જેરેમી કોનઇન્ડિક એક વિવાદાસ્પદ ભૂતપૂર્વ USAID કર્મચારી છે.

    USAID મીડિયા, એક્ટિવિસ્ટ, શંકાસ્પદ અધિકાર જૂથો અને ઇસ્લામિક આતંકવાદી સંગઠનોને પણ ભંડોળ પૂરું પાડતું હતું. જેરેમી કોનઇન્ડિક USAIDના યુએસ ફોરેન ડિઝાસ્ટર આસિસ્ટન્સ ઓફિસના ડિરેક્ટર હતા. ટ્રમ્પ વહીવટીતંત્રે USAIDને નિષ્ક્રિય કરી દીધું છે. અલી જોહર ફ્રી રોહિંગ્યા ગઠબંધનનો ભાગ છે. આ જૂથને ગ્લોબલ સ્ટેટલેસનેસ ફંડમાંથી પણ ફન્ડિંગ મળે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં