Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાટણ: હિંદુ યુવકો પર જીવલેણ હુમલા મામલે મસ્જિદ ચોકથી આઠની ધરપકડ, પોલીસે...

    પાટણ: હિંદુ યુવકો પર જીવલેણ હુમલા મામલે મસ્જિદ ચોકથી આઠની ધરપકડ, પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું; ‘ધ કેરાલા સ્ટોરી’નું સ્ટેટ્સ મૂકવા મામલે થઇ હતી ધમાલ

    પોલીસે મસ્જિદ ચોકથી આઠની ધરપકડ કરી હતી, જેમને પરેડ કાઢીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

    - Advertisement -

    પાટણના બાલીસણા ગામમાં ‘ધ કેરાલા સ્ટોરી’નું સ્ટેટ્સ મૂકવા મામલે થયેલી બબાલમાં કેટલાક મુસ્લિમ યુવકોએ હિંદુઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે મસ્જિદ ચોકથી આઠ લોકોની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તમામને પરેડ કરાવીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. 

    આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પોલીસ કેટલાક લોકોને હાથકડી નાંખીને જાહેરમાં ફેરવી રહી છે. આ ઉપરાંત હિંદુ યુવકો પર કરવામાં આવેલા હુમલાના CCTV વિડીયો પણ સામે આવ્યા છે.

    મળતી માહિતી અનુસાર થોડા દિવસો અગાઉ ગામમાં રહેતા ધોરણ 10મા અભ્યાસ કરતા એક બાળકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મનું એક પોસ્ટર શૅર કર્યું હતું. જે બાદ બાલીસણાના જ મુસ્લિમ યુવકે તેની પોસ્ટ પર અભદ્ર ભાષામાં કૉમેન્ટ કરી હતી. આ પોસ્ટ મૂકવા બદલ બાળકને મુસ્લિમ મહોલ્લામાં આવેલી મસ્જિદમાં બોલાવીને તેને માફી માંગવા મજબુર કરવામાં આવ્યો હતો. જોકે તે પછી પણ ગામના કેટલાક હિંદુ યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    પીડિત યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે રવિવાર (16 જુલાઈ 2023)ના રોજ રાત્રે જમ્યા બાદ જયારે તે પોતાના મિત્રોને મળવા જઈ રહ્યો હતો, ત્યારે બાલીસણા ગામમાં આવેલી મસ્જિદ તરફથી ટોળું ધસી આવ્યું હતું. ટોળામાં આવેલા મુસ્લિમ લોકોના હાથમાં ધરિયા, ધોકા અને લોખંડની પાઈપો જેવા હથિયાર હતા. ટોળાએ પીડિત યુવકનું નામ પૂછીને તે હજુ કશું સમજે તે પહેલાં જ ‘મારો, કાપો, જીવતા ન જવા જોઈએ’ કહીને તૂટી પડ્યું હતું.

    તેવામાં પાટણના બાલીસણામાં હિંદુ યુવકો પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હોય તેવો વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસે 10 આરોપીઓ વિરુદ્ધ IPCની કલમો 307, 326, 323, 143, 147, 148, 504, 506 (2), 294 (B) અને GPA અધિનિયમ 135 અંતર્ગત ગુનો નોંધ્યો છે. ગુનો દાખલ થયેલા આરોપીઓમાં અબ્દુલ કાદર, તોફીક હુસેન શેખ, સહદ મહંમદ હસાબ શેખ, આરીફ અબ્દુલ શેખ, ઈલિયાસ ઈબ્રાહીમ શેખ, ફૈજરઅલી શેખ, સિકંદર અબ્દુલ, ખલીલ દિલાવર વગેરેનો સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં