Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાત‘માથામાં મારો, જીવતા જવા ન જોઈએ’: પાટણના બાલીસણામાં ‘ધ કેરાલા સ્ટોરી’નું સ્ટેટ્સ...

    ‘માથામાં મારો, જીવતા જવા ન જોઈએ’: પાટણના બાલીસણામાં ‘ધ કેરાલા સ્ટોરી’નું સ્ટેટ્સ મૂકવા મામલે હિંદુ યુવકો પર જીવલેણ હુમલો, મસ્જિદ તરફથી હથિયારો લઈને ટોળું ધસી આવ્યું- ગુનો દાખલ

    તોફિક હુસેન નજીમીયા શેખ તથા શેખ સહદ મહંમદ હસાબ હાથમા હથિયારો સાથે અમને ગડદા પાટુનો માર મારતી વખતે કહી રહ્યા હતા કે, માથામાં મારો માથામા જીવતા બચે નહી,મરી જવા જોઇએ

    - Advertisement -

    ધ કેરાલા સ્ટોરી (The Kerala Story) ફિલ્મ આવ્યાના આટલા સમય બાદ પણ તેની સાથે જોડાયેલા વિવાદો અવિરત ચાલી રહ્યા છે. તેવામાં હવે પાટણના બાલીસણા ખાતે ધ કેરાલા સ્ટોરીનું સ્ટેટ્સ મુકવા બાબતે હિંદુ યુવકો પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત તે છે કે આ મામલે સમાધાન થઈ ગયા બાદ પણ મુસ્લિમ પક્ષના ટોળાએ 5 હિંદુ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. ધરિયા, ધોકા અને લોખંડના પાઈપ વડે કરવામાં આવેલા આ હુમલામાં 3 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને રાધનપુર ખાતે સારવાર માટે ખસેડવામાં અઆવ્યા છે. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

    મળતી માહિતી અનુસાર થોડા દિવસો અગાઉ ગામમાં રહેતા ધોરણ 10માં અભ્યાસ કરતા એક બાળકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું હતું. જે બાદ બાલીસણાનાં જ મુસ્લિમ યુવકે તેની પોસ્ટ પર અભદ્ર ભાષામાં કમેંટ કરી હતી. આ પોસ્ટ મુકવા બદલ બાળકને મુસ્લિમ મહોલ્લામાં મસ્જિદમાં બોલાવીને તેને માફી માંગવા મજબુર કરવામાં આવ્યો હતો. જોકે માફી મંગાવ્યા બાદ પણ આ મુદ્દો અહીં અટક્યો નહતો અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

    મસ્જિદ તરફથી ધરિયા-ધોકા લઈ ટોળું ધસી આવ્યું

    પાટણનાં બાલીસણા ખાતે જે હિંદુ યુવકો પર હુમલો કરવામાં આવ્યો તેમાના એક યુવકે નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવાર (16 જુલાઈ 2023)ના રોજ રાત્રે જમ્યા બાદ જયારે તે પોતાના મિત્રોને મળવા જઈ રહ્યો હતો, ત્યારે બાલીસણા ગામમાં આવેલી મસ્જિદ તરફથી ટોળું ધસી આવ્યું હતું. ટોળામાં આવેલા મુસ્લિમ લોકોના હાથમાં ધરિયા, ધોકા અને લોખંડની પાઈપો જેવા હથિયાર હતા. ટોળાએ પીડિત યુવકનું નામ પૂછીને તે હજુ કશું સમજે તે પહેલાં જ ‘મારો, કાપો, જીવતા ન જવા જોઈએ’ કહીને તૂટી પડ્યું હતું. આ દરમિયાન અબ્દુલ કાદરે યુવકને માથાના ભાગે લોખંડની પાઈપનો ફટકો મારતા પીડિત ત્યાં જ ઢળી પડ્યો હતો. તેવામાં તોફીક હુસેન નજીરમિયાં શેખ અને શેખ સહદ મોહમ્મદ હસાબે તેને ગડદાપાટુંનો માર મારતા યુવક ગંભીર રીતે ઘવાઈ ગયો હતો.

    - Advertisement -

    પીડીતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, “તોફિક હુસેન નજીમમીયા શેખ તથા શેખ સહદ મહંમદ હસાબ હાથમાં હથિયારો સાથે અમને ગડદાપાટુનો માર મારતી વખતે કહી રહ્યા હતા કે, ‘માથામાં મારો માથામાં, જીવતા બચે નહી, મરી જવા જોઇએ’. આ દરમિયાન આરિફ અબ્દુલ શેખ અને ઇલિયાસ ઇબ્રાહિમભાઇ શેખ તથા ફેજરઅલી મિજામ ઉદ્રીલ શેખ તેમના હાથમાં રહેલા ધોકા તથા પાઇપો વડે આડેધડ બરડામાં તથા પગે માર માર્યો હતો. સિવાય મારી સાથે રહેલા મારા મિત્રોને પણ માથાના ભાગે ચાર જગ્યાએ ગંભીર ઇજા પહોંચી છે.”

    આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢવામાં આવે: હિંદુ સંગઠનો

    આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સંગઠનો સહિત હિંદુ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે વિશ્વ હિંદુ પરિષદ મહેસાણા વિભાગ મંત્રી હિતેશ ઠક્કરે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “બાલીસણા સહિતના કેટલાક ગામોમાં કેટલાક વિસ્તારોને યોજનાબદ્ધ રીતે ઇસ્લામિક બનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ત્યાં મોટાભાગની મુસ્લિમ વસ્તી ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરી રહી છે. પરિષદ અને બજરંગ દળની માંગ છે કે સૌપ્રથમ તો આ દબાણો દુર કરવામાં આવે. અમને આશંકા છે કે ત્યાં કેટલાક લોકો વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે રહેવામાં મદદ કરી રહ્યા છે. જેના માટે પ્રસાશન તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી પ્રમાણપત્રોની તપાસ કરે. અહીં બહારથી જમાતીઓ આવીને લાંબા સમય સુધી રોકાય છે. આ મામલામાં જેટલા પણ આરોપીઓ છે તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને હિંદુ સમાજની માફી માંગે. અગામી સમયમાં હિંદુ સમાજમાં જાગૃતિ આવે તેને અનુલક્ષીને કાર્યક્રમો કરવાની પણ અમારી યોજના છે.”

    વધુમાં હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે, “આ ગામોમાં યોજનાપૂર્વક હિંદુ દીકરીઓને ફસાવવાના ષડયંત્ર પણ ચાલી રહ્યા છે. આર્થિક મદદ કે નોકરીઓના બહાને અનેક હિંદુ દીકરીઓ લવ જેહાદ જેવા દુષણનો ભોગ બની ચુકી છે. હિંદુ સમાજે આ દિશામાં જાગૃત થવાની જરૂર છે, સંગઠનો પણ તે પ્રકારના જાગૃતિના કાર્યક્રમો કરીને સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરશે.”

    આ મામલે મહેસાણા વિભાગના બજરંગદળ સંયોજક સુનીલ રાજપુરોહિત દ્વારા પણ ઑપઇન્ડિયાને જણાવવામાં આવ્યું હતું કે, “આ હુમલો એક પૂર્વયોજિત કાવતરું જ હતું. દસમાં ધોરણના વિદ્યાર્થી પાસે મસ્જિદમાં બોલાવી માફી મંગાવ્યા બાદ પણ હિંદુ યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. બાલીસણામાં રોહિંગ્યા મુસ્લિમો દ્વારા સરકારી જમીનો પર દબાણ કરીને ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે. લવ જેહાદ અને લેન્ડ જેહાદના અનેક કિસ્સાઓ અવારનવાર અહીંથી સામે આવતા રહે છે. બાલીસણામાં હિંદુ સમાજ એકલો નથી, હિંદુ સંગઠનો તેમની સાથે જ છે. જો આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો બજરંગદળ, વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.”

    નોંધનીય છે કે પાટણના બાલીસણા ખાતે ધ કેરાલા સ્ટોરીનું પોસ્ટર મુકવા બાબતે હિંદુ યુવકો પર જીવલેણ હુમલો કરવાના મામલે પોલીસે 10 આરોપીઓ વિરુદ્ધ IPCની કલમો 307, 326, 323, 143, 147, 148, 504, 506 (2), 294 (B) અને GPA અધિનિયમ 135 અંતર્ગત ગુનો નોંધ્યો છે. ગુનો દાખલ થયેલા આરોપીઓમાં અબ્દુલ કાદર, તોફીક હુસેન શેખ, સહદ મહંમદ હસાબ શેખ, આરીફ અબ્દુલ શેખ, ઈલિયાસ ઈબ્રાહીમ શેખ, ફૈજરઅલી શેખ, સિકંદર અબ્દુલ, ખલીલ દિલાવર અને અબ્દુલ કાદરી ઉર્ફે ભૈલુ માસ્તરના દીકરાનો સમાવેશ થાય છે. તો બીજી તરફ મુસ્લિમ પક્ષ દ્વારા પણ 2 હિંદુ યુવકો વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. ઑપઇન્ડિયા પાસે આ બંન્ને ફરિયાદની નકલો ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં