Saturday, March 22, 2025
More
    હોમપેજદેશપ્રયાગરાજમાં વિખૂટા પડેલા 54,000 ભક્તોનું તેમના પરિવારો સાથે થયું પુન:મિલન: 35,000 લોકોને...

    પ્રયાગરાજમાં વિખૂટા પડેલા 54,000 ભક્તોનું તેમના પરિવારો સાથે થયું પુન:મિલન: 35,000 લોકોને Lost-Found ડિજિટલ કેન્દ્રોથી શોધાયા, AI આધારિત ફેસ રિકગ્નાઈઝ સિસ્ટમ જેવી સુવિધાઓનો કર્યો હતો સમાવેશ

    કહેવાય છે ને કે જે કુંભમાં ખોવાયા તે કદી પોતાના પરિવારને ફરી મળી શકતા નથી. જોકે ઉત્તર પ્રદેશ સરકારે આ કહેવત ખોટી સાબિત કરી છે. સરકારે બહાર પાડેલ સરકારી આંકડા અનુસાર 50,000થી વધુ લોકો, જે પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા તે સફળતાપૂર્વક તેમના પરિવારો સુધી પહોંચી ગયા છે.

    - Advertisement -

    મહાશિવરાત્રીના રોજ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો મહાકુંભ (Prayagraj Mahakumbh-2025) પૂર્ણ થયો હતો. 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભમાં કરોડો ભક્તોએ શ્રદ્ધા અને આસ્થાની ડૂબકી લગાવી હતી. આ દરમિયાન ભક્તોની ભીડમાં ઘણા લોકો પોતાના પરિવારથી વિખૂટા (Separated With Families) પડી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. કહેવાય છે ને કે જે કુંભમાં ખોવાયા તે કદી પોતાના પરિવારને ફરી મળી શકતા નથી. જોકે ઉત્તર પ્રદેશ સરકારે આ કહેવત ખોટી સાબિત કરી છે. સરકારે બહાર પાડેલ સરકારી આંકડા અનુસાર 50,000થી વધુ લોકો, જે પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા તે સફળતાપૂર્વક તેમના પરિવારો સુધી પહોંચી (Reunited) ગયા છે.

    પ્રયાગરાજ હાકુંભમાં દેશ-વિદેશથી આવેલા 66 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કુલ 54,357 લોકો તેમના પરિવારોથી વિખૂટા પડી ગયા હતા. ત્યારે આવા લોકોને તેમના પરિવાર સુધી પહોંચાડવા યોગી સરકારે ખોવાયેલા અને મળેલા (Lost and Found Digital Centres) લોકો માટે વિવિધ ડિજિટલ કેન્દ્રો સ્થાપિત કર્યા હતા. જેના માધ્યમથી સરકારે 50,000થી વધુ લોકોને તેમના પરિવારો સુધી પરત પહોંચાડ્યા છે.

    અમૃત સ્નાનના દિવસોમાં કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા

    યોગી સરકાર દ્વારા સ્થાપિત ડિજિટલ ખોવાયેલા અને મળેલા કેન્દ્રોએ મળીને કુલ 35,000થી વધુ ભક્તોને તેમના પ્રિયજનો સુધી પહોંચાડ્યા હતા. આ ઉપરાંત સરકારે અમૃત સ્નાનના દિવસો દરમિયાન ખોવાયેલા અને શોધાયેલા લોકોના આંકડા બહાર પાડ્યા હતા. અમૃત સ્નાન દરમિયાન, મકરસંક્રાંતિના દિવસે 598 ભક્તો, મૌની અમાવસ્યાના દિવસે 8,725 ભક્તો અને વસંતપંચમીના દિવસે 864 ભક્તો ડિજિટલ ખોવાયેલા અને શોધાયેલા કેન્દ્રોની મદદથી તેમના સંબંધીઓને મળી શક્યા.

    - Advertisement -

    આ ઉપરાંત, અન્ય સ્નાન દિવસો અને સામાન્ય દિવસોમાં ખોવાયેલા 24,896 લોકોનું પણ તેમના પરિવાર સાથે મિલન થયું. આ રીતે, મહાકુંભના અંત સુધીમાં 35,083 લોકોને આ કેન્દ્રોના માધ્યમથી તેમના પરિવારો સુધી પરત પહોંચાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ખોવાયેલા લોકોમાં ભારતના વિવિધ રાજ્યોના લોકો તથા વિદેશી શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થતો હતો.

    બિન-સરકારી સંસ્થાઓએ પણ આપ્યો સહયોગ

    CM યોગી આદિત્યનાથની પહેલ પર, સમગ્ર મહાકુંભ વિસ્તારમાં 10 ડિજિટલ ખોવાયેલા અને મળેલા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં, અત્યાધુનિક AI આધારિત ફેસ રિકગ્નાઈઝ સિસ્ટમ, મશીન લર્નિંગ અને બહુભાષી સપોર્ટ જેવી અતિ-આધુનિક સુવિધાઓનો સંગમ જોવા મળ્યો હતો. આ ઉપરાંત બિન-સરકારી સામાજિક સંગઠનોના લોકોએ પણ ખૂબ સમર્થન આપ્યું હોવાનું જોવા મળ્યું હતું.

    બિન-સરકારી સામાજિક સંસ્થા ભારત સેવા દળ અને હેમવતી નંદન બહુગુણા સ્મૃતિ સમિતિએ પણ ખોવાયેલા લોકોને તેમના પરિવારો સાથે ફરીથી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારત સેવા દળના ભૂલ ભટકે કેમ્પના ડિરેક્ટર ઉમેશ ચંદ્ર તિવારીના જણાવ્યા અનુસાર, મહાકુંભના અંત સુધીમાં, કેમ્પમાં 19,274 ખોવાયેલા લોકોને તેમના પરિવારો સાથે ફરીથી મિલન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મહાકુંભ મેળા દરમિયાન ખોવાયેલા તમામ 18 બાળકોને પણ તેમના પરિવારો સાથે મિલન કરાવવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં