Thursday, December 26, 2024
More
    હોમપેજદેશરેપ કેસમાં જામીન પર બહાર આવેલા આરોપીએ પીડિતાની જ હત્યા કરી, લાશના...

    રેપ કેસમાં જામીન પર બહાર આવેલા આરોપીએ પીડિતાની જ હત્યા કરી, લાશના ટુકડા કરીને ફેંકી આવ્યો: યુવતી કોર્ટમાં જુબાની ન આપી શકે તે માટે રચ્યું હતું કાવતરું

    આરોપી અને તેના સગીર સાથીએ બાઈકનો નંબર બદલીને હેલ્મેટ પહેરવા સુધીની તૈયારીઓ કરી લીધી હતી જેથી તેમની ઓળખ છતી ન થાય. ત્યારબાદ બંનેએ સગીરાને નિવેદન બદલવા સમજાવી, પરંતુ ન માની તો હત્યા કરી નાખી હતી.

    - Advertisement -

    બુધવાર, 11 ડિસેમ્બરે ઓડિશા (Odisha) પોલીસે સુંદરગઢ જિલ્લામાં એક સગીરાની હત્યાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી. કુનુ કિશન નામનો આ આરોપી મૃતક સાથે બળાત્કાર કરવાના કેસમાં જ જેલની હવા ખાઈ ચૂક્યો હતો. જામીન પર બહાર આવ્યા બાદ તેને લાગ્યું કે જો પીડિતા તેના વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપશે તો તે દોષી ઠેરવાશે, જેથી તેણે પહેલાં પીડિતા પર નિવેદન બદલવાનું દબાણ કર્યું અને તે ન માની તો આખરે હત્યા કરી નાખી હતી અને લાશના ટુકડા કરીને અલગ-અલગ ઠેકાણે ફેંકી આવ્યો હતો.

    ઘટનાની વધુ વિગતો અનુસાર, પીડિતાએ ગત વર્ષે કિશન વિરુદ્ધ ઓડિશાના એક પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ આરોપીની 27 ઑગસ્ટ, 2023ના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, ગત વર્ષે જ 4 ડિસેમ્બરે આરોપી જામીન પર છૂટી ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પીડિતા તેની વિરુદ્ધ ટ્રાયલ દરમિયાન જુબાની ન આપી શકે તે માટે આરોપીએ તેની હત્યા કરી નાખી હતી.

    કેસને લઈને પશ્ચિમ રેન્જ પોલીસ મહાનિરીક્ષક હિમાંશુ લાલે જણાવ્યું હતું કે, “પીડિતાના પરિવારે 7 ડિસેમ્બરના રોજ તે ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ મામલે ઝારસુગુડા પોલીસ સ્ટેશનમાં એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં જ્યારે CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા તો પીડિતા આરોપી સાથે જ જતી જોવા મળી હતી.”

    - Advertisement -

    પોલીસે જણાવ્યું કે, ફૂટેજ પરથી એવું નહોતું લાગતું કે સગીરાને બળજબરીપૂર્વક લઇ જવામાં આવી હોય. આરોપીએ કોઈક રીતે સગીરાને તેની સાથે આવવા માટે માનવી લીધી હશે. જોકે આરોપી અને તેના સગીર સાથીએ બાઈકનો નંબર બદલીને હેલ્મેટ પહેરવા સુધીની તૈયારીઓ કરી લીધી હતી જેથી તેમની ઓળખ છતી ન થાય. ત્યારબાદ બંનેએ સગીરાને નિવેદન બદલવા સમજાવી, પરંતુ ન માની તો હત્યા કરી નાખી હતી.

    જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે શરૂઆતમાં પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પછીથી ગુનો કબૂલી લીધો હતો. ત્યારબાદ તેણે મૃતદેહના ટુકડા ક્યાં ફેંક્યા તે પણ જણાવી દીધું હતું. પોલીસે પછીથી 20 કિલોમીટર વિસ્તારમાં ફરીને મૃતદેહના ટુકડા જુદા-જુદા ઠેકાણેથી જપ્ત કર્યા હતા.

    હિમાંશુ લાલે જણાવ્યું કે, “આરોપીએ પાછળથી કબૂલ્યું કે તેણે પોક્સો એક્ટ હેઠળ દોષિત સાબિત થવાથી બચવા માટે હત્યાની યોજના બનાવી હતી. રાઉરકેલામાં તેણે પીડિતાની હત્યા કરી નાખી હતી અને પછી તેના શવના ટુકડા કરીને તેને નદીમાં ફેંકી દીધા હતા.” તેમણે ઉમેર્યું હતું કે, કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રયાસ કરી રહી છે કે ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં