Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનિર્વસ્ત્ર નનો અને હિંદુ મહિલાઓ સાથે પાદરીઓના ફોટા-વિડીયો, કોન્વેન્ટ સ્કૂલોની વિદ્યાર્થીનીઓ પણ...

    નિર્વસ્ત્ર નનો અને હિંદુ મહિલાઓ સાથે પાદરીઓના ફોટા-વિડીયો, કોન્વેન્ટ સ્કૂલોની વિદ્યાર્થીનીઓ પણ નિશાને: AOCCએ કહ્યું- ‘કાર્યવાહી નહીં થાય તો બજરંગ દળને સોંપી દઈશું’

    મોટાભાગના ફોટાઓમાં નનો અને ચર્ચમાં કામ કરતી મહિલાઓ સાથે પાદરીઓના અશ્લીલ સંબંધો હોવાનું સામે આવ્યું છે. એક પાદરી તો નનોને લઈને કાશ્મીર હનીમુન મનાવવા પણ ગયો હતો.

    - Advertisement -

    ભારતમાં ફરી એકવાર પાદરીઓના સેક્સ સ્કેન્ડલનો ખુલાસો થયો છે. નિર્વસ્ત્ર નનો અને હિંદુ મહિલાઓ સાથે કેથોલિક પાદરીઓના ફોટા-વિડીયો સામે આવતા વિવાદ થયો છે. આ ફોટા ભારતમાં પોપનું પ્રતિનિધિત્વ અને બોમ્બે કાર્ડીનલ-આર્કબીશપ ઓસવાલ્ડ ગ્રેસિયસને પણ બતાવવામાં આવ્યા છે. એસોસિએશન ઓફ કન્સર્ડ કેથોલિક (AOCC)એ ચેતવણી આપી છે કે જો પોપ કાર્યવાહી નહીં કરે તો આ પોર્નોગ્રાફીક ફોટાઓને આંતરરાષ્ટ્રીય મીડિયાને આપી દેવામાં આવશે.

    આ ફોટાઓમાં અનેક નનો નગ્ન અવસ્થામાં જોવા મળે છે. 14 એપ્રિલ 2023ના રોજ AOCCએ ગ્રેસિયસ સામે આ ફોટા રજુ કર્યા હતા અને 29 એપ્રિલે ફોલોવઅપ મેલ મોકલ્યો હતો. 9 મેના રોજ મોકલવામાં આવેલા આ ઈ-મેલમાં AOCCએ કહ્યું હતું કે તેમના પાસે હિંદુ છોકરીઓને ટાર્ગેટ કરાતી હોવાના પુરાવાઓ પણ છે. પાદરીઓ દ્વારા લેવામાં આવેલા હિંદુ યુવતીઓના નગ્ન ફોટાઓ પણ છે. તેમણે કહ્યું કે તેઓ આ ફોટાઓ તપાસ માટે ‘રાષ્ટ્રીય મહિલા આયોગ’ને સોંપી દેશે.

    આ સાથે જ સંગઠને જણાવ્યું કે નિર્વસ્ત્ર નનો સાથે પાદરીઓના ફોટા-વિડીયો ઉપરાંત હિંદુ છોકરીઓ સાથેના પણ તેમના નગ્ન ફોટા તેમજ અનેક અશ્લીલ ચેટ પણ તેમની પાસે છે. જેને ‘બજરંગ દળ’ને સોંપી દેવામાં આવશે. મોટાભાગના ફોટાઓમાં નનો અને ચર્ચમાં કામ કરતી મહિલાઓ સાથે પાદરીઓના અશ્લીલ સંબંધો હોવાનું સામે આવ્યું છે. એક પાદરી તો નનોને લઈને કાશ્મીર હનીમુન મનાવવા પણ ગયો હતો. નાગપુરની ઓર્ડર્સ સ્કુલમાં બદલી કરવી દીધેલા પાદરી અરુણ બેબી જોન પર પણ ઔરંગાબાદની MSFS સ્કુલના પ્રિન્સિપલ હતા તે સમયે શિક્ષિકાઓ અને નનો સાથે યૌન સંબંધ બનાવવાના આરોપ લાગેલા છે.

    - Advertisement -

    આ માફક જ દિલ્હીના ફ્રાંસિસ ડીસેલ્સ સ્કુલના એંથોની અમલડૉસ પર વિદ્યાર્થીનીઓ સાથે યૌન સંબંધ બનાવવાના આરોપ છે. આ સિવાય અનેક મિશનરી સ્કૂલોના પ્રિન્સીપાલો પર આ પ્રકારના આરોપ લાગી ચુક્યા છે. જેમાં બ્લેકમેલથી માંડીને કવર-અપ સુધીના આરોપો છે. 1987 થી લઈને અત્યાર સુધી ભારતમાં 24 નનોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે, પરંતુ વેટિકન તેની તપાસ નથી કરવી રહ્યું. નનોને ફોસલાવીને તેમની સાથે યૌન સંબંધો બાંધવાની અનેક ખબરો સામે આવતી રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં