Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કોઈ હિંદુએ ક્યારેય શિવજીના નામે હત્યા કરી?’: ઉદયપુર ઘટનાની ટીકા કરતા અભિનેત્રીએ...

    ‘કોઈ હિંદુએ ક્યારેય શિવજીના નામે હત્યા કરી?’: ઉદયપુર ઘટનાની ટીકા કરતા અભિનેત્રીએ કહ્યું, મળવા માંડી કટ્ટરપંથીઓની ધમકી

    તેણે કહ્યું કે, ઉદયપુરની ઘટના નિંદા કરવાને લાયક જ હતી અને તેઓ પોતાનાં નિવેદનથી પાછળ હટશે નહીં. તેમણે કહ્યું કે, મેં કશું ખોટું નથી કહ્યું અને નૂપુર શર્માનો પક્ષ નથી લીધો. માત્ર ઉદયપુરની ઘટનાની ટીકા કરી હતી. 

    - Advertisement -

    તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી નૂપુર શર્માનું સમર્થન કરવા માત્રથી થયેલી હિંદુઓની હત્યાનો વિરોધ કરનારાને પણ હવે ધમકી મળવાની શરૂ થઇ ગઈ છે. ‘રોડીઝ’ની કન્ટેસ્ટન્ટ્ રહી ચૂકેલી અભિનેત્રી નિહારિકા તિવારીને ઇસ્લામી કટ્ટરવાદીઓ ધમકી આપવા માંડ્યા છે. નિહારિકાએ ઉદયપુરમાં હિંદુની હત્યાની ટીકા કરી હતી. 

    નિહારિકા હાલ ઇન્ડોનેશિયામાં છે અને શૂટિંગ કરી રહી છે. તેમને મળી રહેલી ધમકીઓ વિશે તેણે સ્વયં ઇન્સ્ટાગ્રામ ઉપર જાણકારી આપી છે. તેણે કહ્યું કે, ઉદયપુરની ઘટના નિંદા કરવાને લાયક જ હતી અને તેઓ પોતાનાં નિવેદનથી પાછળ હટશે નહીં. તેમણે કહ્યું કે, મેં કશું ખોટું નથી કહ્યું અને નૂપુર શર્માનો પક્ષ નથી લીધો. માત્ર ઉદયપુરની ઘટનાની ટીકા કરી હતી. 

    નિહારિકા તિવારીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલ એક વીડિયોમાં કહ્યું હતું કે, ખુલ્લેઆમ હત્યા થઇ રહી છે અને આપણા વડાપ્રધાનને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જે બાદ તેમણે પૂછ્યું કે શું આ યોગ્ય છે? તેમણે કહ્યું કે, હિંદુઓ ભગવાન શિવનું નામ લઈને કોઈનું ગળું નથી કાપતા અને એવું ક્યાંય જોવા નથી મળ્યું કી કોઈ હિંદુએ શિવજી માટે હત્યા કરી નાંખી હોય. શિવલિંગના અપમાનની ઘટનાઓ યાદ કરતા તેમણે કહ્યું કે, તેનાથી અમને પણ ગુસ્સો આવશે. નિહારિકાએ કહ્યું કે, નૂપુર શર્માને તો ભાજપે સસ્પેન્ડ કરી દીધાં, પરંતુ શિવલિંગની મજાક ઉડાવનારાઓનું શું?

    - Advertisement -

    આ નિવેદન બાદ કટ્ટરપંથીઓએ નિહારિકા તિવારીને ધમકી આપવાની શરૂ કરી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર કટ્ટરવાદીઓએ ધમકી આપતા કહ્યું કે, તારું ગળું પણ કાપવામાં આવશે. અન્ય એકે અભિનેત્રીને મોતની ધમકી આપી તો કોઈએ સલાહ આપતા કહ્યું કે, તેણે આ વિવાદોમાં પડવું ન જોઈએ અને પોતાના કામથી મતલબ રાખવો જોઈએ. 

    નિહારિકા તિવારીએ કહ્યું કે, કોઈ કંઈ પણ કહે પરંતુ તેઓ  ડરશે નહીં અને પોતાનું નિવેદન પરત લેશે નહીં.

    ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કન્હૈયાલાલની હત્યા કરી નાંખવામાં આવ્યા બાદ દેશમાં અનેક ઠેકાણે ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા આ ઘટનાની નિંદા કરનારાને કે નૂપુર શર્માનું સમર્થન કરનારાને ધમકી આપવામાં આવી હતી. તો કેટલાકે આ ઘટનાની ઉજવણી પણ કરી હતી. જેમાંથી ઘણાને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં