Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'માડી....': પીએમ મોદીએ લખેલા ગરબાને મળ્યું સંગીત, નવરાત્રિના પ્રથમ દિવસે રિલીઝ થયો...

    ‘માડી….’: પીએમ મોદીએ લખેલા ગરબાને મળ્યું સંગીત, નવરાત્રિના પ્રથમ દિવસે રિલીઝ થયો મ્યુઝિક વીડિયો

    પીએમ મોદીએ રવિવારે (15 ઓક્ટોબર) એક વીડિયો શૅર કરીને લખ્યું, નવરાત્રિનું પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે ગયા અઠવાડિયે મેં લખેલો ગરબો રજૂ કરતાં આનંદ અનુભવું છું."

    - Advertisement -

    દેશભરમાં નવરાત્રિની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. 5 ઓક્ટોબરથી મા આદ્યશક્તિનું પ્રથમ નોરતું છે. તેને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારે તૈયારીઓ દેખાઈ રહી છે. ગરબાપ્રેમીઓ અને ખેલૈયાઓ ઘણા ઉત્સાહમાં મા શક્તિના આ પાવન પર્વની ઉજવણી કરવા થનગની રહ્યા છે. તેવામાં PM નરેન્દ્ર મોદીએ લખેલા એક ગરબા પર મ્યુઝિક વીડિયો બન્યો છે, જે સ્વયં તેમણે જ શૅર કર્યો હતો. આ સિવાય, શનિવારે પણ (14 ઓક્ટોબર) પીએમ મોદીએ વર્ષો પહેલાં લખેલો એક ગરબો રિલીઝ થયો. જેને ધ્વનિ ભાનુશાળીએ સ્વર આપ્યો છે.

    પીએમ મોદીએ રવિવારે (15 ઓક્ટોબર) એક વીડિયો શૅર કરીને લખ્યું, નવરાત્રિનું પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે ગયા અઠવાડિયે મેં લખેલો ગરબો રજૂ કરતાં આનંદ અનુભવું છું.” ગરબાને સંગીત અને સ્વર આપવા બદલ તેમણે Meetbros અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને લખેલા આ ગરબાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા પણ ખાસ્સી ચાલી રહી છે.

    14મીએ પણ રિલિઝ થયો હતો એક ગરબો

    આ ઉપરાંત, PM મોદીએ વર્ષો પહેલાં લખેલો ગરબો 14 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યો. આ ગરબાને ધ્વનિ ભાનુશાળી અને તનિષ્ક બાગચીએ પોતાના અવાજમાં રજૂ કર્યો છે. વડાપ્રધાને આ માટે ધ્વનિ ભાનુશાળી, તનિષ્ક બાગચી અને તેમની મ્યુઝિક ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે એવું પણ લખ્યું હતું કે, થોડા સમયથી તેઓ એક નવો ગરબો લખી રહ્યા છે અને તે ગરબાને નવરાત્રિ દરમિયાન શૅર કરશે.

    - Advertisement -

    ગાયક ધ્વનિ ભાનુશાળીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર PM મોદીએ લખેલા ગરબા ગીતનો મ્યુઝિક વિડીયો શૅર કર્યો. તે સાથે તેમણે લખ્યું છે કે, “પ્રિય નરેન્દ્ર મોદીજી, તનિષ્ક બાગચી અને મને તમે લખેલો ગરબો ખૂબ ગમ્યો અને અમે એક તાજા લય, ક્રિએશન અને ટેસ્ટ સાથે એક ગીત બનાવવા માંગતા હતા. જસ્ટ મ્યુઝિકે અમને આ ગીત અને વિડિયોને જીવંત બનાવવામાં મદદ કરી છે.”

    PM મોદીએ ટીમનો વ્યક્ત કર્યો આભાર

    ધ્વનિ ભાનુશાળીની પોસ્ટ પર રિપ્લાય કરતાં PM મોદીએ લખ્યું હતું કે, “આભાર, ધ્વનિ ભાનુશાળી, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યુઝિકનો, ગરબાની આ મનમોહક પ્રસ્તુતિ માટે જે મેં વર્ષો પહેલાં લખ્યો હતો. તે ઘણી બધી યાદો તાજી કરે છે. મેં ઘણાં વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં હું એક નવો ગરબો લખી રહ્યો છું, જે હું નવરાત્રિ દરમિયાન શૅર કરીશ.

    કંગના રનૌતે કરી પ્રશંસા

    અભિનેત્રી કંગના રનૌતે PM મોદીના ગરબાની પ્રશંસા કરતાં તેમના X પ્લેટફોર્મ પર લખ્યું કે, “કેટલું સુંદર. અટલજીની કવિતાઓ હોય કે કે નરેન્દ્ર મોદીજીના ગીતો/કવિતાઓ અને વાર્તાઓ, આપણાં નાયકોને સુંદરતા અને કળામાં ડૂબેલા જોવા હ્રદયસ્પર્શી હોય છે.’

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં