Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશમુંબઈ: ધારાવીમાં મસ્જિદનો ગેરકાયદેસર ભાગ હટાવવા પહોંચી BMCની ટીમ, ઘેરી વળ્યું મુસ્લિમ...

    મુંબઈ: ધારાવીમાં મસ્જિદનો ગેરકાયદેસર ભાગ હટાવવા પહોંચી BMCની ટીમ, ઘેરી વળ્યું મુસ્લિમ ટોળું; રોડ બ્લૉક કર્યો, સરકારી વાહનો પર પથ્થર ફેંકાયા

    ઘટનાક્રમ બાદ મુસ્લિમ સમુદાયના અમુક પ્રતિનિધિઓ, મસ્જિદના ટ્રસ્ટીઓ અને BMC અધિકારીઓ વચ્ચે ધારાવી પોલીસ મથકમાં એક બેઠક થઈ હતી. આ બેઠક બાદ BMCએ ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે ચારથી પાંચ દિવસનો સમય આપ્યો છે.

    - Advertisement -

    મુંબઈના ધારાવી વિસ્તારમાં આવેલી એક મસ્જિદનો ગેરકાયદેસર ભાગ હટાવવા માટે ગયેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ટીમનો સ્થાનિક મુસ્લિમોએ ઘેરાવ કરી લીધો હતો, જેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની. અહીં શનિવારે (21 સપ્ટેમ્બર) સવારે BMC અધિકારીઓની ટીમ અતિક્રમણ હટાવવા માટે પહોંચી હતી, પરંતુ જોતજોતામાં ટોળાં એકઠાં થઈ ગયાં અને ડિમોલિશન કાર્યવાહીનો વિરોધ શરૂ કરી દીધો. દરમ્યાન, BMCનાં વાહનો પર પથ્થરમારો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. 

    મામલો ધારાવી વિસ્તારના જી-નોર્થ એડમિનિસ્ટ્રેટિવ વોર્ડનો છે. અહીં 90 ફિટ રોડ પર સ્થિત ‘મહેબૂબ-એ-સુભાની’ મસ્જિદનો અમુક ભાગ ગેરકાયદેસર છે, જેને હટાવવા માટે BMCની એક ટીમ શનિવારે પહોંચી હતી. પરંતુ તેમને જોઈને આસપાસથી મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થવા માંડ્યા અને ડિમોલિશન કાર્યવાહીનો વિરોધ કરવાનો શરૂ કર્યો. તેઓ રસ્તા પર જ બેસી ગયા અને મસ્જિદ સુધી પહોંચવાનો રસ્તો પણ બ્લૉક કરી દીધો. મિડડેના રિપોર્ટ અનુસાર, BMCનાં વાહનો પર પથ્થર પણ ફેંકાયા હતા. 

    પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં ટોળું ધારાવી પોલીસ મથકની બહાર પણ એકઠું થઈ ગયુ હતું અને રસ્તા પર જ ચક્કાજામ કરીને BMC સામે વિરોધ શરૂ કરી દીધો હતો. બીજી તરફ, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર એકઠા થયેલા જોવા મળે છે. આસપાસ પોલીસકર્મીઓ પણ છે તો અમુક વ્યક્તિઓ પોલીસ સાથે વાતચીત કરતા જોવા મળે છે. 

    આ ઘટનાક્રમ બાદ મુસ્લિમ સમુદાયના અમુક પ્રતિનિધિઓ, મસ્જિદના ટ્રસ્ટીઓ અને BMC અધિકારીઓ વચ્ચે ધારાવી પોલીસ મથકમાં એક બેઠક થઈ હતી. આ બેઠક બાદ BMCએ ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે ચારથી પાંચ દિવસનો સમય આપ્યો છે. પાલિકાએ જણાવ્યું હતું કે, તેમણે આ મામલે અગાઉ પણ નોટિસ પાઠવી હતી અને તેની ઉપર કોઈ પગલાં ન લેવાતાં આખરે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જોકે, મસ્જિદના ટ્રસ્ટીઓએ હવે ચારથી પાંચ દિવસનો સમય માંગ્યો છે અને જાતે જ ગેરકાયદેસર ભાગ હટાવી દેવાની બાંહેધરી આપી છે. 

    મસ્જિદના ટ્રસ્ટીઓએ BMCના G-નોર્થ વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનર અને ઝોન 2ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને એક અરજી આપીને જણાવ્યું હતું કે, તેઓ નિયત સમયમાં પોતાની રીતે જ ગેરકાયદેસર બાંધકામ હટાવી દેશે. બીજી તરફ, પ્રશાસને સમયમર્યાદામાં ઝડપી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. 

    હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસનું કહેવું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. 

    કોંગ્રેસ ગેરકાયદેસર મસ્જિદ સમર્થનમાં 

    એક તરફ આ ઘટનાક્રમ બન્યો અને બીજી તરફ મહારાષ્ટ્રનાં કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે જાહેરમાં મુસ્લિમ સમુદાયનું સમર્થન કરતાં મસ્જિદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવાની માંગ રાજ્ય સરકાર સમક્ષ કરી. 

    વર્ષા ગાયકવાડે X પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, “આજે મુખ્યમંત્રી એકનાથ શિંદેજી સાથે ધારાવીની મહેબૂબ-એ-સુભાનિયા મસ્જિદને મળેલી BMCની નોટિસ અંગે ચર્ચા કરી અને ભાવનાઓથી તેમને અવગત કરાવ્યા. તેમણે કહ્યું કે, તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરશે અને આશ્વાસન આપ્યું કે ડિમોલિશન કાર્યવાહી પર રોક લગાવવામાં આવશે.” જોઈક, આ પોસ્ટ 21 સપ્ટેમ્બરે મધ્ય રાત્રિએ કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે BMCની ટીમ પહોંચી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં