Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈન્દૌરના શીતળામાતા મંદિરમાં ફિરોઝ, રાશીદ અને ઈમરાને તોડફોડ કરી: પૂજા કરી રહેલી...

    ઈન્દૌરના શીતળામાતા મંદિરમાં ફિરોઝ, રાશીદ અને ઈમરાને તોડફોડ કરી: પૂજા કરી રહેલી મહિલાઓ સાથે કર્યું અભદ્ર વર્તન, કહ્યું- ‘મંદિર નહી હટાવો તો જીવથી જશો’

    ભૂતકાળમાં મંદિર પરિસરમાં માંસના ટુકડાઓ ફેંકવામાં આવ્યાં હતા. પૂજા કરવા આવતા લોકો સાથે પણ મારામારીની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે. અને હવે મંદિરમાં તોડફોડ પણ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઈન્દૌરમાં શીતળામાતાના મંદિરમાં તોડફોડ કરીને શ્રધ્ધાળુઓ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. તેવો પણ આરોપ છે કે કેટલાક મુસ્લિમ યુવકો 10 એપ્રિલ સોમવારની સાંજે મંદિરમાં પૂજા કરી રહેલી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના બાદ પીડિત મહિલાઓ અને હિંદુ સંગઠનોએ પોલીસ સ્ટેશન જઈને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

    અહેવાલો અનુસાર ઈન્દૌરમાં શીતળામાતાના મંદિરમાં તોડફોડ કરવાની આ ઘટના ચંદન નગર સ્થિત બાંક વિસ્તારની છે. અહી 50 વર્ષ જુનું શીતળામાતાનું એક મંદિર આવેલું છે. જેના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન સોમવારે સાંજે મજુર માનસિંહ, છગનલાલ મંદિરનું સમારકામ કરી રહ્યાં હતા અને કેટલીક મહિલાઓ પૂજા કરી રહી હતી.

    આ અરસામાં રાજકુમાર નગરના રહેવાસી રાશીદ, ઇમરાન અને ફિરોઝ મંદિરમાં ઘુસી આવ્યાં હતા. અને મજુરોને સમારકામ કરતા અટકાવ્યાં હતા. આટલુજ નહી, આરોપીઓએ મજુરો સાથે મારપીટ કરીને પૂજા કરી રહેલી મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. ત્યાર બાદ તેમણે નિજસ્થાનેથી મંદિર હટાવી લેવા માટે ધમકીઓ આપી હતી. આ મામલે પીડિત મહિલાઓનાં જણાવ્યાં અનુસાર મુસ્લિમ યુવકોએ મંદિર નહી હટાવવા પર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

    - Advertisement -

    મંદિરમાં તોડફોડની જાણકારી મળતાની સાથે જ હિંદુ સંગઠનો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ તેમણે પોલીસ સ્ટેશન જઈ કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યો હતો. અને હાલ પોલીસના સુરક્ષા ઘેરામાં મંદિરના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત પોલીસે તોડફોડ કરીને ધમકી આપનારા લોકોની ઓળખ કરી ધરપકડ કરવાના પ્રયત્નો કરી રહી છે.

    ઘટના બાદ રોષે ભરાયેલા હિંદુ સંગઠનોનું કહેવું છે કે આ પ્રકારની ઘટના પહેલા પણ ઘટી ચુકી છે. ભૂતકાળમાં મંદિર પરિસરમાં માંસના ટુકડાઓ ફેંકવામાં આવ્યાં હતા. પૂજા કરવા આવતા લોકો સાથે પણ મારામારીની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે. અને હવે મંદિરમાં તોડફોડ પણ કરવામાં આવી રહી છે. હિંદુ સંગઠનનોએ કાર્યવાહી ન થવા પર મોટા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

    હાલ ઈન્દૌર પોલીસે આરોપીતો વિરુદ્ધ પૂજા સ્થળે નુકસાન પહોંચાડવા અને મજૂરો સાથે મારામારી કરવા મામલે ગુનો નોંધ્યો છે. પીડિતોની ફરિયાદના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમો 295, 294,323, અને 506 અંતર્ગત ગુનો દાખલ કરી આરોપીતોની ધરપકડ માટે ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં