ઉત્તર પ્રદેશ બાદ હવે છત્તીસગઢથી (Chhattisgarh) એન્કાઉન્ટરના સમાચાર સામે આવી રહ્યા છે. છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 14થી વધુ નક્સલીઓને (Naxalites) ઠાર માર્યા છે. ક્યાંક આ આંકડો 15થી વધુ પણ કહેવામાં આવી રહ્યો છે. ઠાર મરાયેલા નક્સલીઓમાં 1 કરોડનો ઇનામી નક્સલી ચલપતી (Chalapathi Killed) પણ શામેલ છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલી રહ્યું છે. ઠાર મરેલા નક્સલીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામના મૃતદેહ અને SLR જેવા આધુનિક હથીયારો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
#UPDATE | Chhattisgarh: So far, the bodies of more than 14 Naxalites have been recovered. Jayram alias Chalapathi, Central Committee member of Naxalite, carrying a bounty of Rs 1 crore, was also killed. Large quantities of weapons including automatic weapons like SLR Rifle have… https://t.co/eR1pv9KKX5
— ANI (@ANI) January 21, 2025
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં કુલ્હાડી ઘાટ સ્થિત ભાલુ ડિગ્ગીના જંગલોમાં લગભગ 1000 સુરક્ષા જવાનો સર્ચ કરી રહ્યા છે. અહીં 60 નક્સલવાદીઓ સંતાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ચારે તરફથી તેમની ઘેરાબંધી કરવામાં આવી રહી છે, ઓપરેશનમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જો નક્સલીઓ આત્મસમર્પણ નહીં કરે અને હુમલા ચાલુ રાખશે, તો બહુ જ જલદી તે તમામ ઠાર મરશે.
ચલાવવામાં આવ્યું મેગા ઓપરેશન, કોબ્રા કમાન્ડો ઘાયલ
આ ઓપરેશનની ખાસ વાત તે છે કે, પહેલા તેનો ઘેરાવો 15-20 કિલોમીટરનો હતો. સુરક્ષાદળોએ નક્સલીઓને ખદેડીને માત્ર 4 કિલોમીટરના ઘેરાવામાં લાવી દીધા છે. આથી જ તમામ 60 નક્સલીઓ માર્યા જાય તેવી આશંકા છે. બીજી તરફ સુરક્ષા જવાનોના જીવ પણ સામે જોખમમાં છે. દાવો કરવા આવી રહ્યો છે કે, આ એન્કાઉન્ટરમાં CCM (સેન્ટ્રલ કમેટી મેમ્બર) અને SZCMના (સ્પેશ્યલ ઝોનલ કમિટી મેમ્બર) અનેક મોટા લીડર્સ માર્યા ગયા છે. ઓપરેશન દરમિયાન એક કોબ્રા કમાન્ડોના ઘાયલ થવાના સમાચાર પણ છે.
ઘાયલ કમાન્ડોને એર લીફ્ટ કરીને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઓપરેશનમાં એસપી નિખિલ રાખેચા, ઓડીશાના નુઆપાડના એસપી રાઘવેન્દ્ર ગૂંડાલા, ઓડિશા DIG (નક્સલ ઓપરેશન) અખિલેશ્વર સિંઘ અને કોબરા કમાન્ડેટ (CRPF) ડી.એસ કથૈત મોનીટરીંગ કરી રહ્યા છે. છત્તીસગઢ પોલીસ, ઓડિશા પોલીસ અને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા આ ઓપરેશ ચલાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી
છત્તીસગઢના એન્કાઉન્ટરમાં નક્સલીઓને ઠાર મારવાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે X પર માહિતી આપતા જણાવ્યું હતું કે, “નક્સલવાદને વધુ એક ફટકો. નક્સલ મુક્ત ભાર બનાવવાની દિશામાં સુરક્ષાદળોને મોટી સફળતા પ્રાપ્ત થઈ. ઓડિશા-છત્તીસગઢ બોર્ડર પર CRPF, SOG ઓડિશા અને છત્તીસગઢ પોલીસનું સંયુક્ત ઓપરેશનમાં 14 નક્સલવાદી ઠાર મરાયા. નક્સલ મુક્ત ભારતના અમારા સંકલ્પ અને આપણા સુરક્ષાદળોના સંયુક્ત પ્રયાસોના કારણે આજે નકસલવાદ તેના અંતિમ શ્વાસ લઇ રહ્યો છે.
Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…
— Amit Shah (@AmitShah) January 21, 2025
એક માહિતી અનુસાર આ એન્કાઉન્ટરમાં છત્તીસગઢ અને ઓડિશા અને આર્મ્ડ ફોર્સની 10 ટીમ શામેલ છે. ત્રણ ઓડિશા પોલીસ ફોર્સની ટીમ, 2 છત્તીસગઢ પોલીસની ટીમ અને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સની પાંચ ટીમ ઓન ગ્રાઉન્ડ કામ કરી રહી હતી. ત્રણેય ફોર્સના ઉચ્ચ અધિકારીઓ સતત ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. હાલ આ મામલે વધુ માહિતીઓ સામે આવી રહી છે.