ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં (Moradabad) ચાર મુસ્લિમ યુવકોએ એક હિંદુ દલિત સગીરા સાથે 2 મહિના સુધી સામૂહિક બળાત્કાર (Gang Rape) ગુજાર્યો હોવાનો મામલો સામે આવ્યા બાદ દેશભરમાં આક્રોશ છે. કેસની વિગતો એવી છે કે 2 મહિના પહેલાં આરોપીઓ સલમાન, ઝુબૈર, રાશિદ અને આરિફ પીડિતાનું અપહરણ કરીને લઈ ગયા હતા. ત્યારબાદ તેને એક રૂમમાં બંધ કરીને રાખવામાં આવી હતી, જ્યાં તમામ તેની સાથે રેપ કરતા હતા. એટલું જ નહીં તેને બળજબરીથી ગૌમાંસ ખવડાવવામાં આવતું તેમજ તેના ૐ લખેલા ટેટૂ પર એસિડ પણ ફેંકવામાં આવ્યું હતું. આ મામલે FIRની અન્ય અમુક વિગતો સામે આવી છે, જે અનેકગણી વધુ ગંભીર છે.
મોરાદાબાદમાં હિંદુ દલિત સગીરા સાથે સામૂહિક બળાત્કાર અંગેની જે ઘટના સામે આવી છે, તેની FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં જાણવા મળે છે કે પીડિતાએ નિવેદનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને કહ્યું કે આરોપીઓએ તેની સામે તેમને હિંદુ યુવતીઓને ફસાવીને તેમનું ધર્માંતરણ કરવા માટે ફન્ડિંગ મળતું હોવાનું સ્વીકાર્યું છે અને એટલું જ નહીં પણ તેઓ આ પહેલાં પણ અનેક યુવતીઓને મુસ્લિમ બનાવી ચૂક્યા છે.
FIRની સ્ફોટક વિગતો
FIR અનુસાર, 14 વર્ષીય સગીરાનું ગત 2 જાન્યુઆરી, 2025ના રોજ અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ 2 માર્ચ, 2025ના રોજ તે પરિવારને પરત મળી. ઘરે પરત ફર્યા બાદ તેણે જણાવ્યું હતું કે 2 જાન્યુઆરીના રોજ તે કોઈક કામે બજાર જઈ રહી હતી ત્યારે રસ્તામાં સલમાન અને તેના ત્રણ મિત્રો ઝુબૈર, રાશિદ અને આરિફ ત્યાં આવી પહોંચ્યા એન બળજબરીથી ખેંચીને કારમાં બેસાડી દીધી. ત્યારબાદ મોં પર નશીલો પદાર્થ લગાવીને બેભાન કરી દેવામાં આવી.
સગીરાએ જણાવ્યું કે જ્યારે તેની આંખ ખુલી તો જોયું કે તે એક રૂમમાં બંધ હતી. તે કહે છે કે, ત્યારબાદ સલમાન અને તેના મિત્રોએ મારું શારીરિક શોષણ કરવાનું શરૂ કરી દીધું. પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં સગીરાના હવાલે લખવામાં આવ્યું છે કે, “હું જ્યારે ભાનમાં આવતી અને ખાવાનું માંગતી મને બળજબરીપૂર્વક ભેંસ કે ગાયનું માંસ ખાવા આપતા હતા. હું ઇનકાર કરું છતાં મને ગાયનું માંસ ખવડાવતા હતા અને બળાત્કાર ગુજારતા હતા. મારા હાથ પર ૐ લખેલા ટેટૂ પર સલમાને એસિડ નાખ્યું હતું. મારા મોં પર પણ એસિડ ફેંકવાની ધમકી આપતા હતા.”

પીડિતાએ આગળ જણાવ્યું છે કે, “નિરંતર 2 મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યા બાદ સલમાને મને ભોજપુર છોડી દીધી હતી. તેણે મને ધમકી આપી હતી કે કે કોઈને કહ્યું તો તારા કાકી અને તને ઉઠાવી લઈશું. તારા કાકા અને ભાઈને જાનથી મારી નાખીશું.”
આગળ પીડિતાએ ફરિયાદમાં ઘટસ્ફોટ કરતાં કહ્યું કે સલમાને તેને કહ્યું હતું કે ઇસ્લામિક જેહાદ કરવાના તેને પૈસા મળે છે અને તે ભૂતકાળમાં પણ અનેક યુવતીઓને મુસ્લિમ બનાવી ચૂક્યો છે. વાંચો પીડિતાના જ શબ્દોમાં- સલમાન મને કહેતો હતો કે, “મને ઇસ્લામિક જેહાદ માટે મોટી સંખ્યામાં પૈસા મળે છે. તું તો એક નાનકડી છોકરી છે, તારા જેવી તો કેટલીય છોકરીઓને હું મુસલમાન બનાવી ચૂક્યો છું. આવું કરવાથી અમને જન્નત મળશે.”
મુખ્ય આરોપી સલમાન સહિત ત્રણની ધરપકડ
પોલીસે આ વિગતોના આધારે સલમાન, ઝુબૈર, આરિફ અને રાશિદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 70(1), 123, 127(4), 299, 351(3), 124(1) તેમજ પોક્સો એક્ટની કલમ 5, 6 અને ST/SC એક્ટની કલમ 3(2)(va) અને 3(2)(v) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

મોરાદાબાદ પોલીસે તાજેતરમાં એક બાઈટમાં જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ગત 4 માર્ચના રોજ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 7 માર્ચના રોજ બીજા બે આરોપીઓને પણ દબોચી લેવામાં આવ્યા. બાકીના એક આરોપીની શોધખોળ અને બાકીની કાયદાકીય કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે.
थाना भगतपुर क्षेत्रान्तर्गत नाबालिग से दुष्कर्म किये जाने की घटना में थाना भगतपुर पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत है, दि0 04.03.2025 को मुख्य आरोपी को गिरफ्तार किया जा चुका है तथा आज दिनांक 07.03.2025 को मुकदमा उपरोक्त मे वांछित 02 और अभियुक्तों को गिरफ्तार किया गया है 1/2 pic.twitter.com/vOCx52OjM3
— MORADABAD POLICE (@moradabadpolice) March 7, 2025
પહેલાં પણ સામે આવી છે આવી ઘટનાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે ઝીણવટભરી તપાસ બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા થાય એવી સંભાવનાઓ છે. આરોપીએ પોતે જ કબૂલાત કરી છે કે પીડિતા જેવી ઘણી છોકરીઓને મુસ્લિમ બનાવવામાં આવી છે. અહીં બ્યાવરનો ઉલ્લેખ પણ આવશ્યક છે, કારણ કે બ્યાવરમાં પણ શાળામાં ભણતી જે હિંદુ સગીરાઓને મુસ્લિમ ગેંગે ફસાવી હતી, તે સગીરાઓને કલમા અને નમાઝ પઢતા શીખવવામાં આવતું હતું. આ સિવાય ગત વર્ષે રાજસ્થાનમાંથી જ એક મામલો સામે આવ્યો હતો જેમાં 2 પિતરાઈ બહેનોએ તેમની નોટ બુક્સમાં ઉર્દૂ વાક્યો લખીને આત્મહત્યા કરી હતી.