તાજેતરમાં જ બ્યાવરના (Beawar Blackmail-Rape Scandal) વિજયનગરમાંથી હિંદુ બાળકીઓને નિશાનો બનાવવાની ઘટના સામે આવી હતી. જેમાં મુસ્લિમ યુવકોની ગેંગ (Muslim Gang) શાળામાં ભણતી હિંદુ સગીરાઓને (Hindu Minor Girls) ફસાવતી, તેમને મળવા બોલાવી તેમના અશ્લીલ ફોટા-વિડીયો લેવામાં આવતા અને તેના જ આધારે સગીરાઓને બ્લેકમેલ કરવામાં આવતી. આ સિવાય તેમનું શારીરિક શોષણ કરવામાં આવતું, પૈસા પડાવવામાં આવતી, આ ઉપરાંત નમાજ પઢતા, કલમા પઢતા અને બુરખો પહેરવાની પણ ટ્રેનીંગ આપવામાં આવતી હતી. આ મામલાએ સમગ્ર સમાજને ઝકઝોળી મૂક્યો છે. જોકે મીડિયા રિપોર્ટ્સ અને સગીરાઓના વાલીઓની ફરિયાદના પગલે આ મામલો આટલો ઉજાગર થઈ શક્યો.
આ ઘટના જેવી જ બીજી એવી ઘટનાઓ પાછલાં એક વર્ષ દરમિયાન જ બની હતી જેમાં જાગરૂકતાના અભાવે, લોક-લાજની શરમે કે કોઈકને કોઈ કારણોસર ઘટનાઓ એટલા પ્રમાણમાં લાઇમ-લાઈટમાં આવી શકી નહોતી. આજે આવી જ 3 ઘટનાઓની ચર્ચા કરીશું.
ઉદયપુરમાં 2 બહેનોની આત્મહત્યા
11 નવેમ્બર 2024ના રોજ, ઉદયપુરના ગોગુંડા વિસ્તારમાં, બે પિતરાઈ બહેનોએ સલ્ફાસની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી હતી. જ્યારે પરિવારના સભ્યોએ બંનેના મોબાઈલ ફોનની તપાસ કરી, ત્યારે તેમને છેલ્લી વખત યુપીના એક યુવકના નંબર પર પૈસા ટ્રાન્સફર કરવાનો અને સોશિયલ મીડિયા પર તેની સાથે વાંધાજનક વાતચીત કરવાનો રેકોર્ડ મળ્યો.
આ બંને સગીરાઓ 16-17 વર્ષની હતી, જે સરકારી શાળામાં 11માં ધોરણમાં અભ્યાસ કરી હતી. આ બંને છોકરીઓની આત્મહત્યા બાદ સામે આવ્યું હતું કે બંનેની નોટોમાં કુરાનની આયાતો અને કલમા ઉપરાંત ઉર્દૂ ભાષામાં કેટલાક વાક્યો લખેલા હતા. જે પરથી સામે આવ્યું કે બંને સગીરાઓ ઉર્દૂ શીખી રહી હતી. શરૂઆતમાં પોલીસે આ મામલાની સામાન્ય આત્મહત્યાની જેમ તપાસ કરી જોકે સગીરાઓના પરિવારના દબાણના કારણે પોલીસે ઉત્તર પ્રદેશના શાહવાઝની ધરપકડ કરી હતી.

તેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે તેણે આ સગીરાઓનું બ્રેનવોશ કર્યું હતું અને તેમને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. સગીરાના પરિવારનો દાવો હતો આ પાછળ એક ગેંગ સંકળાયેલી હતી. પરિવારે સગીરા સાથે ભણતી એક અન્ય વિદ્યાર્થીની અને એક લોકલ યુવક પર પણ આરોપ લગાવ્યો હતો, જોકે પોલીસને માત્ર એક જ આરોપીની સંડોવણીના પુરાવા મળ્યા હતા. તેની ધરપકડ બાદ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

આ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા કે સગીરાઓ એટલી હદે બ્રેનવોશ થઈ ગઈ હતી કે તેમણે સોશિયલ મીડિયા પરના તેમના એકાઉન્ટમાં તેમનું નામ બદલીને મુસ્કાન અને અનીસા કરી દીધું હતું. આ સગીરાઓ અને શાહવાઝ વચ્ચે લગભગ 3,000 વાર વાતચીત થઈ હોવાનું સામે આવ્યું હતું.
જોકે આ મામલે સગીરાઓના પક્ષના વકીલ કમલેશ શર્માએ જણાવ્યું હતું કે પોલીસે કેસની યોગ્ય તપાસ કરી નથી. દબાણ અને ઉતાવળમાં, એક આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે તેણે બે બહેનોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી. બે બહેનો પહેલાં ધર્મ પરિવર્તનની સ્થિતિમાં આવી અને પછી એકસાથે આત્મહત્યા કરી તે કોઈ નાની વાત નહોતી. જો પોલીસે સંપૂર્ણ તપાસ કરી હોત તો એક મોટું રેકેટ બહાર આવ્યું હોત.
અજમેરમાં મુસ્લિમ ગેંગ સોશિયલ મીડિયાથી ફસાવતી હતી હિંદુ સગીરાઓને
ગત વર્ષે 30 મે, 2024ના રોજ, પીડિતાના પિતાએ અજમેરના ક્રિશ્ચિયનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. આ કેસમાં સમગ્ર મામલો કેરલા સ્ટોરી ફિલ્મમાં દર્શાવેલી પરિસ્થિતિ જેવો જ હતો. ફરિયાદ આપતા પીડિતાના પિતાએ જણાવ્યું કે ઓક્ટોબર 2023માં 11માં ધોરણમાં ભણતી તેમની પુત્રીની તેના કોચિંગ સેન્ટરમાં બીજી છોકરી સાથે મિત્રતા થઈ. જેણે પીડિતાને ઇન્સ્ટાગ્રામ પર એક છોકરાનું આઈડી મોકલ્યું હતું અને તેને મિત્રતા કરવા અને તેની સાથે વાત કરવા કહ્યું હતું. જ્યારે દીકરીએ ના પાડી, ત્યારે તેણે તેને ફરીથી પોતાની જાળમાં ફસાવી અને ઇરફાન નામના છોકરા સાથે તેની મિત્રતા કરી.
ઇરફાને ધીમે ધીમે તેની પુત્રીને પ્રેમની જાળમાં ફસાવી અને ખાતરી આપીને તેના ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ લઈ લીધો. આ પછી, તે તેની પુત્રીના આઈડી પરથી બીજી ઘણી છોકરીઓને અશ્લીલ મેસેજ મોકલતો રહ્યો અને તેમને પોતાના પ્રેમની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરતો રહ્યો. દીકરીના આ અશ્લીલ ચેટ્સ અને અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરીને પૈસાની માંગણી કરવા લાગ્યો. આ બ્લેકમેલના પગલે પીડિતાએ થોડા-થોડા કરીને ઈરફાનને કુલ 5 લાખ આપી દીધા હતા.

તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ ઈરફાન રૂપિયા લેવા આવતો તેની સાથે કોઈક નવા છોકરાને લઈને આવતો. આ જ દરમિયાન તેણે પીડિતાના ઘરમાં જ તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાને આ બધામાંથી છોડવા માટે 10 લાખની માંગ કરી રહ્યા હતા. આ જ દરમિયાન ઘરમાંથી ગાયબ તથા પૈસા અંગે તપાસ કરતા પીડિતાના પિતાને સમગ્ર હકીકતની જાણ થઈ. પિતાની ફરિયાદ પર પોલીસે 1 જૂન, 2024ના રોજ ઇરફાન અને અરબાઝ નામના બે આરોપીઓની ધરપકડ કરી, ઉપરાંત એક સગીરની પણ અટકાયત કરી હતી.
ત્યારપછી 3 જૂન, 2024ના રોજ, અસલમ, રઝાક, મુબારક અને ઇમરાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બધા આરોપીઓ એક ગેંગ તરીકે કામ કરતા હતા. પીડિત સગીરા ઉપરાંત, આરોપીઓના મોબાઇલમાં બીજી ઘણી છોકરીઓના નંબર અને તેમની સાથેની અશ્લીલ ચેટ અને તેમના નગ્ન ફોટા અને વિડીયો હતા. ધરપકડ પહેલા આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાંથી ઘણો ડેટા પણ ડિલીટ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ એક ગેંગની જેમ કામ કરીને હિંદુ સગીરાઓને ફસાવી રહ્યા હતા. આ મામલે 6 વયસ્ક અને 1 સગીર એમ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે દોઢ મહિનામાં તપાસ કરીને પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં કોઈ ગેંગ સામેલ નથી અને માત્ર એક જ પીડિતા સામે આવી છે.
જોકે આ મામલે પીડિતાના વકીલ સીમંત ભારદ્વાજનું કહેવું હતું કે – પોલીસે શરૂઆતમાં સારું કામ કર્યું હતું. એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી. જોકે જેણે પીડિતાની મિત્રતા ઈરફાન સાથે કરાવી હતી તે છાત્રાને તેના પરિવારે બહાર મોકલી દીધી હોવાથી તેનું નિવેદન નોંધી શકાયું નહીં. આ અન્ય પીડિતાના પરિવારો લોક-લાજના ડરથી આગળ આવ્યા નહીં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પોલીસે આરોપીઓ અને ગેંગ પાછળના લોકો દ્વારા મળતા ભંડોળની તપાસ કર્યા વિના કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ આરોપીઓમાં મુખ્ય આરોપી ઈરફાન સિવાયનાને જામીન પણ મળી ગયા હતા. ત્યારે ભારદ્વાજે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, લો પ્રોફાઈલ હોવા છતાં આરોપીઓને આટલો મોંઘો લીગલ સપોર્ટ ક્યાંથી મળી રહ્યો છે?
વાંધાજનક વિડીયો મેળવી બ્લેકમેલ, સામૂહિક બળાત્કાર
સગીર પીડિતા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સગીર આરોપીના સંપર્કમાં આવી હતી. આરોપીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકેલા વિડીયોની પ્રશંસા કરતો મેસેજ કર્યો ત્યારથી તેમની વાતચીત શરૂ થઈ હતી. ધીમે-ધીમે વાતચીત વધતા આરોપીએ સગીરાનો ફોન નંબર લઈ લીધો. ત્યારથી તેઓ ફોન પર વાત કરતા હતા.
પીડિતાના જણાવ્યા અનુસાર સગીર આરોપીએ તેની પાસેથી તેની વાંધાજનક વિડીયો મેળવ્યા હતા. વિડીયો મળ્યા બાદ આરોપી તેને ઈન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. આરોપી તેની પાસેથી પૈસા પણ પડાવવા લાગ્યો. પીડિતા તેના પરિવાર પાસેથી કોઈકને કોઈક બહાને પૈસા માંગીને આરોપીને આપતી રહી. આ જ દરમિયાન વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સગીર આરોપીએ પીડિતા પર ઘણી વાર બળાત્કાર ગુજાર્યો હતો.
આ સિવાય પીડિતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે “બળાત્કાર દરમિયાન, આરોપી મારા મોંમાં કપડું ઠૂસી દેતો જેથી કોઈ મારી ચીસો સાંભળી ન શકે. એકવાર તેણે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. તેણે મારા ગુપ્ત અંગો પર બચકાં ભર્યા.”
આ ઉપરાંત પીડિતાએ જ્યારે પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે સગીર આરોપીએ પીડિતાના અશ્લીલ વિડીયો તેના મિત્ર અરબાઝને મોકલી દીધા. અરબાઝે પણ પીડિતાને કેફેમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો. અરબાઝે આ વિડીયો તેના અન્ય 2 મિત્રોને મોકલ્યા, એ બંને પીડિતાને બ્લેકમેલ કરી બળજબરીથી બનાસ નદી હાઇવે લઇ ગયા, જ્યાં બંનેએ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો. જ્યારે પીડિતાએ બધાના નંબર બ્લોક કર્યા ત્યારે પીડિતા પર દબાણ ઉભું કરી આરોપી તેના પિતાના નિર્માણાધીન મકાન પર લઈ ગયો. જ્યાં તેના 2 મિત્રો સાથે મળીને પીડિતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
છેવટે 13 ફેબ્રુઆરીએ આરોપીએ પીડિતાના ભાઈને તેના અશ્લીલ ફોટા-વિડીયો મોકલતા મામલો સામે આવ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે. બ્યાવર બળાત્કાર-બ્લેકમેલનો કેસ બહાર આવ્યા બાદ આ મામલો સામે આવ્યો હતો. આ અંગે પોલીસે આરોપીને ડીટેઈન કર્યા હતા. આ મામલે આગામી તપાસ ચાલી રહી છે.
નોંધનીય બાબત એ છે કે આ એવા મામલા છે જે ઉજાગર થઈ ચૂક્યા છે. એવા કેટલાય કિસ્સા હોય છે જે બહાર આવી શકતા નથી. મહત્વની બાબત એ છે કે જ્યારે પણ આવા મામલે બહાર આવે જેમાં મુસ્લિમ સમુદાયના લોકોએ હિંદુ સગીરાઓને જાણી જોઈને નિશાનો બનાવી હોય ત્યારે કથિત લિબરલ ગેંગના મોઢામાં દહીં જામી જતું હોય છે, પરંતુ જ્યારે કેરલા સ્ટોરી જેવી ફિલ્મો, જે આવી વાસ્તવિકતાને ઉજાગર કરવા માટે બની હોય ત્યારે તેમને વાંધા પડી જતા હોય છે.