રાજસ્થાનના (Rajasthan) બ્યાવરમાંથી ‘મુસ્લિમ ગેંગે’ હિંદુ સગીરાઓ સાથે કરેલ બ્લેકમેલ (Blackmail), બળાત્કાર મામલે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બીજી બાજુ રાજસ્થાનના જ ટોંકમાંથી (Tonk) બીજો એક સામૂહિક બળાત્કાર (Gang Rape), બ્લેકમેલ અને શારીરિક તથા માનસિક શોષણનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં આરોપીએ હિંદુ સગીરાને ફસાવ્યા બાદ અરબાઝ સહિતના તેના મિત્રો સાથે તેનો ફોન નંબર અને અશ્લીલ વિડીયોઝ શેર કર્યા હતા. બધા આરોપીઓ ભેગા થઈને લગભગ દોઢ વર્ષથી દલિત સગીરાને બ્લેકમેલ કરી તેના પર બળાત્કાર ગુજારતા હોવાનો ઘસ્ફોટ થયો છે.
દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર સગીર પીડિતા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સગીર આરોપીના સંપર્કમાં આવી હતી. આરોપીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકેલા વિડીયોની પ્રશંસા કરતો મેસેજ કર્યો ત્યારથી તેમની વાતચીત શરૂ થઈ હતી. ધીમે-ધીમે વાતચીત વધતા આરોપીએ સગીરાનો ફોન નંબર લઈ લીધો. ત્યારથી તેઓ ફોન પર વાત કરતા હતા.
વાંધાજનક વિડીયો મેળવી શરૂ કર્યું બ્લેકમેલિંગ
પીડિતાએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં તે મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરતો. તે મને મળવા માટે મારા ઘરની આસપાસ પણ આવતો હતો. એક દિવસ તેણે મારી પાસે મારા વાંધાજનક વિડીયો માંગ્યા. શરૂઆતમાં મેં ના પાડી, પણ પછી મેં તેની વાત માની લીધી. મેં કેટલાક વિડીયો બનાવ્યા અને તેના મોબાઇલ અને સ્નેપચેટ પર મોકલ્યા.”
પીડિતાના જણાવ્યા અનુસાર આ વિડીયો મળ્યા આરોપી તેને ઈન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. આરોપી તેની પાસેથી પૈસા પણ પડાવવા લાગ્યો. પીડિતા તેના પરિવાર પાસેથી કોઈકને કોઈક બહાને પૈસા માંગીને આરોપીને આપતી રહી. આ જ દરમિયાન વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સગીર આરોપીએ પીડિતા પર ઘણી વાર બળાત્કાર ગુજાર્યો હતો.
જાનથી મારી નાખવાની ધમકી… પ્રાઇવેટ પાર્ટ્સ પર ભર્યા બચકાં
આરોપીએ પીડિતાને પોતાનો પિસ્તોલ સાથેનો ફોટો મોકલીને ધમકી આપી હતી કે જો તેણે આ અંગે કોઈને પણ જાણ કરી તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખશે. પીડિતાએ જણાવ્યું હતું કે “બળાત્કાર દરમિયાન, આરોપી મારા મોંમાં કપડું ઠૂસી દેતો જેથી કોઈ મારી ચીસો સાંભળી ન શકે. એકવાર તેણે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. તેણે મારા ગુપ્ત અંગો પર બચકાં ભર્યા.”
આ ઉપરાંત પીડિતાએ જ્યારે પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે સગીર આરોપીએ પીડિતાના અશ્લીલ વિડીયો તેના મિત્ર અરબાઝને મોકલી દીધા. અરબાઝ અને આરોપીના અન્ય મિત્રો મળીને પીડિતા પર દોઢ વર્ષ સુધી ક્રુરતા કરતા રહ્યા.
મિત્રો સાથે મળીને ગુજાર્યો સામૂહિક બળાત્કાર
પીડિતાના પિતાના જણાવ્યા અનુસાર વિડીયોના આધારે બ્લેકમેલ કરી અરબાઝે પણ પીડિતાને કેફેમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો. અરબાઝે આ વિડીયો તેના અન્ય 2 મિત્રોને મોકલ્યા, એ બંને પીડિતાને બ્લેકમેલ કરી બળજબરીથી બનાસ નદી હાઇવે લઇ ગયા, જ્યાં બંનેએ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો. જ્યારે પીડિતાએ બધાના નંબર બ્લોક કર્યા ત્યારે પીડિતા પર દબાણ ઉભું કરી આરોપી તેના પિતાના નિર્માણાધીન મકાન પર લઈ ગયો. જ્યાં તેના 2 મિત્રો સાથે મળીને પીડિતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો.
જ્યારે 13 ફેબ્રુઆરીએ આરોપીએ પીડિતાના વિડીયો તેના ભાઈને મોકલ્યા ત્યારે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ મામલે ટોંક એસપી વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે આરોપીઓને ડીટેઈન કરવામાં આવ્યા છે. તથા કલમ 164 અંતર્ગત પીડિતાના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આ મામલે પોલીસ આગામી કાર્યવાહી કરી રહી છે.