Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહોમ્મદ આરિફે સાગરીતો સાથે મળીને ઘરમાં સૂતેલી હિંદુ દલિત કિશોરીનું અપહરણ કર્યું,...

    મહોમ્મદ આરિફે સાગરીતો સાથે મળીને ઘરમાં સૂતેલી હિંદુ દલિત કિશોરીનું અપહરણ કર્યું, છોડાવા જતાં અન્ય યુવતીને પણ ઉઠાવી લેવાની ધમકી આપી

    ઈન્સ્પેક્ટર હરવીર સિંહે કહ્યું કે આરોપી વિરુદ્ધ FIR લખવામાં આવી છે. હાલ તમામ આરોપીઓ ફરાર છે.

    - Advertisement -

    દેશમાં કટ્ટરવાદીઓ એ હદે બેખોફ બન્યા છે કે હવે તેમને કાયદા કાનુન કે પોલીસનો જાણે ડર રહ્યો જ નથી, લવ જેહાદ હોય કે અન્ય કોઈ ઘાતકી ગુના, દરરોજ સમાચાર પત્રોમાં અનેક ઘટનાઓ છપાય છે, તેવામાં બરેલીથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં સુતેલી દલિત કિશોરીને મહોમ્મદ આરીફ મોઢામાં કપડાનો ડૂચો મારીને ઉપાડી ગયો અને ઉપરથી દલિત પરિવારને ફરિયાદ ન કરવા માટે બીજી દીકરીઓને પણ ઉપાડી જવાની ધમકી આપી હતી.

    અહેવાલો અનુસાર ફરીદાપૂરમાં પોતાના ઘરમાં સૂતી એક હિન્દુ કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ દલિત પરિવારને ધમકી આપી હતી કે જો તેઓ ફરિયાદ કરશે તો પરિવારની અન્ય દીકરીઓને ઉઠાવી જશે. જેને લઈને ગત રવિવારે પીડિત દલિત પરિવારે આરોપી આરિફ સહિત પાંચ સામે અપહરણ, ધમકી અને એસસી-એસટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધાવી હતી.

    ગત 27 ઓક્ટોબરની ઘટના

    - Advertisement -

    ગામમાં રહેતા દલિત પીડિતાના પરિવારનું કહેવું છે કે, “27 ઓક્ટોબરની રાત્રે અમે બધા સૂતા હતા. મધરાત પછી અવાજ થતાં આંખ ખુલી ત્યારે મોટી દીકરી ખાટલા પર નહોતી. આસપાસના લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે મુસ્લિમ જાતિના મોહમ્મદ આરીફ અને તેના માણસોએ અમારી દીકરીનું અપહરણ કર્યું છે.”

    પોતાની દીકરી છોડાવવા જતા દલિત પરિવારને માર માર્યો

    આ પછી જયારે પીડિત દલિત પરિવાર પોતાની દીકરીને છોડવવા મોહમ્મદ આરીફના ઘરે પહોંચ્યો ત્યારે આરોપીના પિતા યાસીન, તેના સબંધી ગુલબદન, આરીફ અને ગુલામ સાબીર આક્રમક થઇ ગયા હતા. ત્યારબાદ પીડિત દલિત પરિવારને જાતિ સૂચક શબ્દો કહીને ધમકી આપી હતી કે જો આ બાબતે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે તો તેઓ દલિત પરિવારની અન્ય દીકરીઓને પણ ઉપાડી જશે. આ બાબતે ઈન્સ્પેક્ટર હરવીર સિંહે કહ્યું કે આરોપી વિરુદ્ધ FIR લખવામાં આવી છે. હાલ તમામ આરોપીઓ ફરાર છે.

    પોતાની પ્રતાડના વિશે જણાવતા દલિત કિશોરીની માતાએ જણાવ્યું હતું કે તેના પતિનું બિમારીના કારણે મૃત્યુ થયું હતું. તે મહેનત કરીને દીકરીઓની સંભાળ રાખતા હતા. આ દરમિયાન તેમના જ ગામનો મોહમ્મદ આસિફ છેલ્લા ઘણા મહિનાઓથી તેમની દીકરીઓની છેડતી કરતો હતો. ત્યારબાદ 27 સપ્ટેમ્બરની રાત્રે મોહમ્મદ આસિફ તેમના ઘરમાં ઘૂસ્યો હતો અને મોઢામાં કપડાનો ડૂચો આપીને તેમની દીકરીને ઉઠાવી ગયો હતો.

    જયારે પોતાની દીકરી પરત લેવા દલિત મહિલા અને તેના પરિવારના સભ્યો આરોપીના ઘરે ગયા ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો અને પીછો કર્યો હતો. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે કાર્યવાહી કરી ન હતી.આ પછી મહિલાએ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરીને અને કાર્યવાહીની માંગ કરી.

    તપાસ બાદ પોલીસે ગામના મોહમ્મદ આસિફ અને તેના પરિવારની યાસીન, ગુલબદન, આરીફ, ગુલામ સાબીર, કિશોરીના અપહરણ, દલિત ઉત્પીડન અને મારપીટનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે સીઓ ગૌરવ સિંહે કહ્યું હતું કે ઘટનાની તપાસ કર્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હિંદુ જાગરણ મંચના જિલ્લા અધ્યક્ષ અરુણ ફૌજીએ પણ જણાવ્યું હતું કે જો કિશોરી અને તેમના પરિવારને વહેલી તકે મુસ્લિમોની ચુંગાલમાંથી બહાર કાઢવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં