Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્રમાં ફરી સાધુઓ પર ક્રુરતા, પાલઘરની જેમ જ 4 સાધુઓને ટોળાએ નિર્દયતાથી...

    મહારાષ્ટ્રમાં ફરી સાધુઓ પર ક્રુરતા, પાલઘરની જેમ જ 4 સાધુઓને ટોળાએ નિર્દયતાથી માર માર્યો, વિડીયો થયો વાયરલ

    કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકો આ સાધુઓની ભાષા સમજી શક્યા ન હતા અને તેમને બાળક ચોર સમજીને સાંગલીના ટોળાએ સાધુઓને લાકડી ડંડા વડે માર માર્યો હતો.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં સાધુઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, રાજ્યનાં સાંગલી જિલ્લામાં બાળક ચોરીની શંકામાં ટોળાએ 4 સાધુઓની નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના સાંગલીના જાટ તહસીલના લવંગા ગામની છે. ઉત્તર પ્રદેશના મથુરાથી પંઢરપુર દર્શને જતા સાધુઓ સાથે મહારાષ્ટ્રમાં જ ફરી ‘પાલઘર કાંડ’ જેવો બનાવ બનતા રહી ગયો હતો. હાલ અ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકો આ સાધુઓની ભાષા સમજી શક્યા ન હતા અને તેમને બાળક ચોર સમજીને સાંગલીના ટોળાએ સાધુઓને લાકડી ડંડા વડે માર માર્યો હતો. આ મામલે હજુ સુધી કોઈની સામે કેસ નોંધવામાં આવ્યો નથી. મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલામાં પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે.

    સાંગલીના એસપી દીક્ષિત ગેદામે આ ઘટના વિષે કહ્યું હતું કે, “અમને કોઈ ફરિયાદ/ઔપચારિક રિપોર્ટ મળ્યો નથી. અમે વાયરલ વીડિયોની તપાસ કરી રહ્યા છીએ અને તથ્યો ચકાસી રહ્યા છીએ. આ મામલે જરૂરી કાર્યવાહી થવી જોઈએ.”

    - Advertisement -

    સાધુઓના કહેવા પ્રમાણે તેઓ ઉત્તર પ્રદેશના મથુરાથી કર્ણાટકમાં દેવદર્શન માટે આવ્યા હતા. ત્યાંથી તેઓ પંઢરપુર જવાના હતા. આ લોકો રાત્રે ગામના એક મંદિરમાં રોકાયા હતા. બીજા દિવસે સવારે એક બાળકને રસ્તો પૂછતાં ગામલોકોએ સાધુઓને બાળક ચોર હોવાનું માની લીધું, ત્યાર બાદ ગ્રામજનોએ તેમને લાકડીઓ અને ડંડાઓથી મારવાનું શરૂ કર્યું હતું.

    જે સાધુઓ સાથે આ ઘટના બની તેઓ મથુરાના શ્રી પંચનામા જુના અખાડાના છે. ગેરસમજના કારણે બનેલી આ ઘટના અંગે કોઈ ફરિયાદ કે એફઆઈઆર નોંધવામાં આવી નથી. પૂછપરછ બાદ સાધુઓ પંઢરપુર જવા રવાના થયા હતા.

    અહેવાલો અનુસાર, માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ઉમદી પોલીસે ઘાયલ સાધુઓની સારવાર કરાવી. પોલીસે જણાવ્યું કે ચારેય સાધુ ફરિયાદ નોંધ્યા વગર જ ચાલ્યા ગયા. લેખિત ફરિયાદ ન મળવાને કારણે પોલીસે ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. વીડિયો વાયરલ થયા બાદ જિલ્લાના એસપીએ પણ તપાસ કરવાનું કહ્યું છે .

    આ પહેલા સર્જાયો હતો “પાલઘર કાંડ”

    ઉલ્લેખીય છે કે મહારાષ્ટ્રમાં સાધુઓ પર હુમલાની આ પહેલી ઘટના નથી. બે વર્ષ પહેલા પાલઘર જિલ્લામાં બે સાધુઓને ટોળાએ માર માર્યો હતો. જુના અખાડાના મહંત કલ્પવૃક્ષ ગિરી મહારાજ (70 વર્ષ) અને મહંત સુશીલ ગિરી મહારાજ (35 વર્ષ) તેમના ડ્રાઈવર નિલેશ તેલગડે (30 વર્ષ) સાથે તેમના ગુરુભાઈની સમાધિ આપવા મુંબઈથી ગુજરાત જઈ રહ્યા હતા. પરંતુ 16 એપ્રિલ 2020 ની રાત્રે પાલઘરના દહાણુ તાલુકાના આદિવાસી બહુલ ગઢચિંચલે ગામમાં, સેંકડો લોકોના ટોળાએ હુમલો કર્યો અને તેમને માર માર્યો હતો.

    પાલઘરમાં સાધુઓની લિંચિંગ બાદ મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે આદિવાસી વિસ્તારોમાં હિંદુ સંતો વિરુદ્ધ લોકોમાં ઝેર ભરવામાં આવતું હતું, અને તેના કારણે સંતોની મોબ લિંચિંગ થઈ હતી. તે ષડયંત્રમાં ખ્રિસ્તી મિશનરીઓ સામેલ હોવાના સંકેતો પણ મળ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં